________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા ૮. પૃથ્વી દડા જેવી ગોળ નથી અને ફરતી નથી... તેના ૧૦૧ પુરાવાઓ
લે. સંજય કાંતીલાલ વોરા ૧. અવકાશયાત્રીઓનું નિરીક્ષણ જ એરોપ્લેનમાં બેઠેલા પાઈલટને અથવા અવકાશયાનમાં બેઠેલા અવકાશયાત્રીને પણ ક્યારેય પૃથ્વી બહિર્ગોળ હોવાનું જણાતું નથી. કૃત્રિમ ઉપગ્રહમાંથી પૃથ્વીની જે તસવીરો મોકલવામાં આવે છે તે ત્રિપરિમાણી નથી હોતી પણ દ્વિપરિણામી હોય છે. આ તસવીરોમાં પૃથ્વી ગોળ ગોળ દેખાય છે પણ તે દડા જેવી નહીં પણ થાળી જેવી ગોળ હોય છે. પૃથ્વીને દડા જેવી ગોળ સાબિત કરવા માટે ત્રિપરિમાણી તસવીરો બહાર પાડવી જોઈએ. જોકે હજી સુધી ત્રિપરિમાણી તસવીરો પાડી શકે એવા કેમેરા શોધાયા નથી. અવકાશમાંથી કેમેરા વડે પડાતી તસવીરોમાં પૃથ્વી જેવી ગોળ દેખાય છે તેનું પણ કારણ એ છે કે કેમેરાની લેન્સની મર્યાદા બધી દિશામાં એકસરખી હોવાથી તેની સીમાઓ સ્વાભાવિક રીતે જ ગોળાકાર બની જાય છે. આવી જ રીતે આપણી આંખની દૃષ્ટિમર્યાદા કરતાં કોઈપણ મોટી ચીજ આપણને ગોળાકાર જ દેખાય છે. આ રીતે કૃત્રિમ ઉપગ્રહોની તસવીરો પણ પૃથ્વીને દડા જેવી કે નારંગી જેવી ગોળ સાબિત કરી શકતી નથી.
૨. પાણીની સપાટી બહિગળ નથી જ જ્યારે પણ પાણીની સ્થિર સપાટી ઉપર પ્રયોગો કરવામાં આવે છે ત્યારે આ સપાટી હંમેશાં એક સમતલમાં જણાય છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો સ્થિર પાણીની સપાટી બહિર્ગોળ હોવી જોઈએ, પણ આવું જોવા મળતું નથી. આ રીતે પ્રયોગો કરીને પણ સાબિત કરી શકાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી. વધુમાં પાણી હંમેશાં એક જ સ્તર ઉપર રહેતું હોવાથી તે બહિર્ગોળ રહી શકે નહીં. સમતળ સપાટી દડા જેવી ગોળ હોઈ શકે નહીં.
૩. રેલવેના બાંધકામમાં પૃથ્વી સપાટ જણાય છે જ જ્યારે પણ કોઈ લાંબી રેલવે લાઈન નાખવામાં આવે છે, રોડ બાંધવામાં આવે છે કે નહેર ખોદવામાં આવે છે ત્યારે ક્યારેય પણ તેની ડિઝાઈન બનાવતા એન્જિનિયરો પૃથ્વીનો ગોળાકાર ભાગ લક્ષમાં લઈને ડિઝાઈન બનાવતા નથી પણ સપાટ કાગળ ઉપર સપાટ જમીનની જ ડિઝાઈન બનાવે છે, કારણ કે તેમને ખબર છે કે પૃથ્વીની સપાટી બહિગળ નથી પણ સપાટ છે.
૪. નદીમાં આરોહ-અવરોહ જોવા મળતા નથી. જ વિશ્વમાં એવી અનેક નદીઓ છે કે જેમની સેંકડો માઈલની લંબાઈ છે. ભારતમાં ગંગા, નર્મદા અને ગોદાવરી જેવી નદીઓ દરિયાને મળે ત્યારે પૃથ્વી બહિર્ગોળ ભાગ ઉપરથી નીચે પડતી હોય તેવું જણાતું
(૨૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org