________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા હોય તો ઉત્તર ધ્રુવ અને કહેવાતા દક્ષિણ ધ્રુવની પણ આરપાર નીકળવું પડે. કદાચ તોફાની મહાસાગરને કારણે સ્ટીમર ઉત્તર-દક્ષિણ ધ્રુવની પ્રદક્ષિણા ન કરી શકે, પણ વિમાનને તો આવી પ્રદક્ષિણા કરતાં કોઈ રોકે છે? આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી.
૧૯. એટલાન્ટિક ટેલિગ્રાફ કેબલનો પુરાવો જ યુરોપ અને અમેરિકા ખંડને સંદેશવ્યવહારથી સાંકળી લેવા માટે એટલાન્ટિક મહાસાગરમાં ૧૬૬૫ માઈલની લંબાઈનો કેબલ નાખવામાં આવ્યો હતો. આ કેબલ આયર્લેન્ડના વેલેન્ટિયાથી ન્યુ ફાઉન્ડલેન્ડ (અમેરિકા) ના સેટ જોન સુધી નાખવામાં આવ્યો હતો. આ કેબલ નાખતી વખતે જે સર્વે કરવામાં આવ્યો તેમાં એટલાન્ટિક મહાસાગરની સપાટીને બહિર્ગોળ નહીં પણ સપાટ માનવામાં આવી હતી. જો પૃથ્વીની સપાટીને બહિર્ગોળ ગણવામાં આવી હોય તો કેબલની લંબાઈ પણ ૧૬૬૫ માઈલ કરતાં ૩૦૦ માઈલ જેટલી વધી જવી જોઈએ. વળી આ કેબલ માટે જે ડ્રોઈંગ કરવામાં આવે તેમા પણ આ ગોળાકારને માન્ય કરવો પડે. હકીકતમાં ટ્રાન્સએટલાન્ટિક ટેલિગ્રાફ કેબલ માટે પૃથ્વીને સપાટ ગણીને જ ડિઝાઈન બનાવવામાં આવી હતી. આ ડિઝાઈનને જાહેર પણ કરવામાં આવી હતી, જે સાબિત કરે છે કે પૃથ્વી સપાટ છે.
૨૦. એટલાન્ટિક મહાસાગરની ઊંચાઈ ૧૦૦ માઈલ નથી જ આજના વિજ્ઞાનીઓ પૃથ્વી દડા જેવી ગોળ છે એવું માને છે. આ મુજબ તેઓ પૃથ્વીની આકૃતિ બનાવે છે ત્યારે કોઈ પણ બે સ્થળોને એક લેવલ ઊપર બતાવે છે અને તેની વચ્ચેના ભાગને ટેકરીની જેમ ઊપસેલો દર્શાવે છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો આવું જ બનવું જોઈએ. આ વાત સાચી હોય તો એટલાન્ટિક મહાસાગર પણ ૧૦૦ માઈલ ઊંચાઈની ટેકરી જેવો હોવો જોઈએ. વિજ્ઞાનીઓ જ એક સિદ્ધાંત કહે છે કે પાણી હંમેશાં ઉપરના લેવલથી નીચેના લેવલ સુધી જવાની કોશિશ કરે છે. આ સિદ્ધાંત સાચો હોય તો ૧૦૦ માઈલ ઊંચી ટેકરી ઉપર રહેલું પાણી બન્ને બાજુ સરકી જવું જોઈએ અને દરિયો સમતળ જ બની રહેવો જોઈએ. હકીકતમાં આવું જ હોય છે. દરિયામાં પાણીની ટેકરીની ગેરહાજરી સાબિત કરે છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી.
૨૧. ક્ષિતિજ નીચે ધકેલાવી જોઈએ જ જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો બલૂન અથવા વિમાનમાં બેસીને ઊપર જઈ રહેલા મનુષ્યને ક્ષિતિજ ગોળાકારની ખીણમાં સરકતી હોય એમ દૂર જતી દેખાવી જોઈએ. હકીકતમાં પૃથ્વી જો ગોળાકર હોય તો ક્ષિતિજ જેવું જ કંઈ હોવું ન જોઈએ. જેઓ બલૂનમાં કે વિમાનમાં બેસીને આકાશમાં જાય છે, તેમનો અનુભવ કાંઈક અલગ જ કહે છે. તેમને ક્ષિતિજ ખીણમાં સરકતી દેખાવાને બદલે તેમની સાથે ઊપર ઊઠતી દેખાય છે. હકીકતમાં ક્ષિતિજ ઊપર નથી આવતી પણ વધુ ઊંચાઈએ આંખની દષ્ટિમર્યાદા વધી જતી હોવાને કારણે તેવો આભાસ થાય છે. પૃથ્વી જો બહિર્ગોળ હોય તો પૃથ્વીની નીચોનો ભાગ એકદમ નજીક દેખાવો જોઈએ અને દૂરનો ભાગ ખીણમાં હોય તેવો દૂર દેખાવો જોઈએ. આવું દેખાતું નથી માટે સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી.
૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org