________________
જૈન કોસ્મોલોજી ---- - - -
-
-
-
-
-
-
-
જાણવા જેવી ભૂમિકા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. હકીકતમાં આપણું નિરીક્ષણ એમ કહે છે કે બધા ગ્રહો, નક્ષત્રો અને તારાઓ ઉત્તર દિશામાં આવેલા ધ્રુવના તારાને કેન્દ્રમાં રાખીને ફરે છે. જ્યારે ખગોળશાસ્ત્રીઓ એમ કહે છે કે બધા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે ત્યારે આ વાતનો તેમની પાસે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પુરાવો હોતો નથી. જો અન્ય ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા ન હોય તો પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એવું માની લેવાની કોઈ જરૂર નથી. જો અન્ય ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હોય તો પણ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એવું માની લેવાની જરૂર નથી, કારણ કે પૃથ્વી ગ્રહ નથી. પૃથ્વી જો સૂર્યની આજુબાજુ કે પોતાની ધરી ઊપર ફરતી ન હોય તો પૃથ્વી ગોળ હોઈ શકે નહીં.
૨૯. ક્ષિતિજની રેખામાં વળાંક નથી 3 જ્યારે આપણે દરિયાકિનારે જઈને દૂર ક્ષિતિજ તરફ નજર નાખીએ ત્યારે આપણને જણાય છે કે ક્ષિતિજ એક સીધી રેખાના સ્વરૂપમાં છે. આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માનતા હોય તો ક્ષિતિજની રેખા સીધી ન હોવી જોઈએ પણ કમાનના આકારમાં હોવી જોઈએ. ઓગણીસમી સદીના એક મહાન ખગોળશાસ્ત્રી પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટરે પૃથ્વીને ગોળ પુરવાર કરવા માટે કિનારાથી દૂર જતા વહાણનું એક રેખા ચિત્ર બનાવ્યું છે. આ ચિત્રમાં વહાણ જળની ટેકરી ચડીને પાળ ઊતરી જતું હોય એમ દર્શાવ્યું છે. આ ચિત્રમાં પણ ક્ષિતિજને તો એક સીધી રેખા તરીકે જ દર્શાવવામાં આવી છે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ક્ષિતિજ રેખા કમાન જેવી હોવી જોઈએ. ક્ષિતિજ રેખા સીધી હોય અને પાણી ટેકરી જેવું હોય તો પૃથ્વીનો આકાર નળાકાર સાબિત થાય છે. શું પ્રોફેસર રિચાર્ડ પ્રોક્ટર જેવા ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીને નળાકાર માને છે?
૩૦. વાદળાંની ગતિ બધી દિશામાં હોય છે જ આપણે નિયમિત નિરીક્ષણ કરીએ છીએ કે આકાશમાં વાદળાં બધી દિશામાં ગતિ કરતાં દેખાય છે. ઘણી વખત અમુક વાદળાં પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતાં હોય છે તો ત્યારે જ બીજાં અમુક વાદળાં પૂર્વથી પશ્ચિમ દિશામાં જતાં હોય છે. હવે જો પૃથ્વી ગોળ હોય અને અવકાશમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં એક સેકન્ડના ૧૯ માઈલની ગતિથી ફરતી હોય તો પૂર્વ દિશામાં જતા વાદળાંની સ્પીડ આપણને વધુ લાગવી જોઈએ અને જે વાદળાં સ્થિર હોય તે પૂર્વ દિશામાં જતાં દેખાવાં જોઈએ. પશ્ચિમ દિશામાં સેકન્ડના ૧૯ માઈલની ઝડપે જતાં વાદળાં આપણને સ્થિર જણાવાં જોઈએ, હકીકતમાં આવું બનતું નથી. વાદળાં પોતાની સ્વાભાવિક ગતિથી જ બધી દિશામાં જતાં હોવાનું સ્પષ્ટ દેખાય છે. તેમની ઊપર પૃથ્વીની કહેવાતી ગતિનો કોઈ પ્રભાવ જોવા મળતો નથી, કારણ કે પૃથ્વી સ્થિર છે અને સપાટ છે.
૩૧. બ્રિટિશ પાર્લામેન્ટનો ઠરાવ જ જ્યારે સુએઝની નહેર બંધાઈ રહી હતી ત્યારે બ્રિટનની પાર્લામેન્ટમાં વિવાદ થયો હતો કે આ નહેરના ખોદકામ માટે જે નકશાઓ તૈયાર કરવામાં આવે તેમાં પૃથ્વીને ગોળ ગણવામાં આવે કે સપાટ? પૃથ્વી જો ગોળ હોય તો ૧૦૦ માઈલ લાંબી નહેરના મધ્ય ભાગમાં જમીનને આશરે ૬૬૦૦ ફૂટ વધું ઊંડી (૩૦૬ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org