________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા મેરુપર્વતની ચારે દિશાઓમાં ૧૦-૧૦ હજાર યોજન પહોળા અને ઊંચા મન્દર, મેરુમન્દર, સુપાર્થ અને કુમુદનામના ૪ આધારરૂપ પર્વતો છે. એ ચારે પર્વતો ઊપર અનુક્રમે આંબાનું, જાંબુનું, કદંબનું અને વડનું એમ ૪ ઉત્તમ વૃક્ષો છે. તે વૃક્ષો એ પર્વતોની જાણે ધજાઓ હોય તેવા ૧૧૦૦-૧૧૦0 યોજન ઊંચા છે અને તેઓનાં ડાળાઓનો વિસ્તાર પણ ચોતરફ એટલો જ છે. તેમજ ૧૦૦-૧૦૦ યોજનની તેઓની જાડાઈ છે... એ પર્વતો ઊપર ૪ ધરાઓ (સરોવરો) છે. તેઓમાં અનુક્રમે દૂધ-મધ-શેરડીનો રસ અને મધુર પાણી ભરેલું છે. તેને પીતાં યક્ષો સ્વાભાવિક-યોગનાં ઐશ્વર્યને ધારણ કરે છે. વળી એ પર્વતો ઊપર અનુક્રમે નંદન, ચૈત્રરથ, વૈભ્રાજક અને સર્વતોભદ્ર નામના દેવતાઈ બગીચા છે.
તે પર્વતોમાં મંદર પર્વત ઉપર અગ્યારસો યોજન ઊંચું આંબાનું ઝાડ છે. તેની ટોચ ઊપરથી અંદર પર્વતોના મધ્યપ્રદેશ ઊપર અમૃત જેવી કેરીઓ પડે છે. વળી તે કેરીઓ પર્વતના શિખર જેવડી મોટી હોય છે. એ કેરીઓ ત્યાં પડીને ભાગી જાય છે. તેથી તેમાંથી નીકળી પડતા અતિ મધુર, સ્વાભાવિક ને સુગંધી પુષ્કળ રાતા રસરૂપી જળથી અરૂણોદા નામની નદી બને છે... અને તે મંદર પર્વતના શિખર ઊપરથી પડી પૂર્વ દિશામાં લાવૃત્ત ક્ષેત્રને ભીંજવે છે... વળી એ નદીનો રસ પીવાથી મહાદેવજીના પત્ની ભવાનીની દાસીઓ (યક્ષ-સ્ત્રીઓ...) ના સુગંધી અવયવોનો સ્પર્શ કરવાથી સુગંધીદાર થયેલો વાયુ ચારે તરફ ૧૦ યોજન સુધીના પ્રદેશોને સુગંધિત કરે છે. એ જ પ્રમાણે મેરુમન્દર પર્વત ઉપરના જાંબુના ઝાડ ઉપરથી જાંબુનાં ફળો પડે છે. જે હાથીના શરીર જેવડાં હોવા છતાં ઘણા જ નાનાં ઢળીયાવાળાં હોઈ ઘણે ઊંચેથી પડતાં ફાટી જાય છે. તેથી એના રસમાંથી જંબુ નામની નદી એ મેરુમંદર નામના પર્વતના શિખર ઉપરથી ૧૦,OOO યોજનની ઊંચાઈથી પૃથ્વી પર પડે છે અને ત્યાંથી દક્ષિણમાં વહી આખા ઈલાવૃત્ત ક્ષેત્રમાં ફેલાઈ જાય છે... એ નદીના બન્ને બાજુ સર્વ કિનારે જે માટી છે, તે એ નદીના રસથી મિશ્ર બનીને વાયુ તથા સૂર્યના સંયોગથી પાકી બની જાંબુનદ નામના સોના રૂપે તૈયાર થઈને દેવલોકનાં નિત્ય અલંકાર રૂપ થાય છે. દેવતાઓ અને તેઓની સ્ત્રીઓ એ સોનાનો જ મુકુટ, કડાં તથા કંદોરા વગેરે અલંકાર રૂપે સદાએ ધારણ કરે છે.
તેમજ સુપાર્શ્વ પર્વત ઉપર મોટું કદંબનું વૃક્ષ રહેલું છે તેની કોરોમાંથી પાંચ વામ પહોળી મધની પાંચ ધારાઓ ઝરીને સુપાર્શ્વ પર્વતના શિખર ઊપરથી પડી પશ્ચિમ તરફ ઈલાવૃત્ત ક્ષેત્રમાં વહે છે જેઓનો ઉપયોગ કરતાં પ્રાણીઓના મુખમાંથી નીકળેલો વાયુ ચારે બાજુ ૧૦૭યોજનના પ્રદેશને સુગંધીવાળો કરી દે છે. તે જ પ્રમાણે કુમુદ પર્વત ઊપર શતવલ્વ નામનું ઝાડ છે તેનાં થડમાંથી દૂધ - દહીં - ઘી - ગોળ તથા અન્ન વગેરેની અને વસ્ત્ર-શપ્યા-આસન તથા અલંકાર વગેરેની સર્વકામનાઓ પૂરનાર મોટી નદીઓ વહે છે જે બધી કુમુદ પર્વતના શિખર ઊપરથી પડી તેની ઉત્તરે ઈલાવૃત્ત ક્ષેત્રમાં વહે છે. એ નદીનાં પાણીને સેવતી પ્રજાઓને કદી વળિયાં, થાક, પરસેવો, દુર્ગધ, ઘડપણ, રોગ, મૃત્યુ, ટાઢ, ફિકાશ તથા બીજા ઉપદ્રવો વગેરે કોઇપણ જાતના સંતાપ થતા નથી અને જ્યાં સુધી જીવ જીવે છે ત્યાં સુધી તેને નિરતિશય સુખ જ રહે છે.
૨૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org