________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
આવેલો છે મેઘાતિથિના ૭ પુત્રો આ દ્વીપના સ્વામી છે. તે આ પ્રમાણે (૧) શાંતમય, (૨) શિશિર, (૩) સુખોદય, (૪) આનંદ, (૫) શિવ, (૬) ક્ષેત્ર અને (૭) ધ્રુવ. આ સાતે પુત્રોના નામ પરથી જ પ્લેક્ષ દ્વીપમાં સાત વર્ષો (ક્ષેત્રો) છે. (૧) ગોમેધ, (૨) ચંદ્ર, (૩) નારદ, (૪) દુંદુભિ, (૫) સોમક, (૬) સુમના અને (૭) શૈલ નામના ત્યાં પર્વતો છે ત્યાંના નિવાસી “વૈભાજ” નામથી પ્રસિદ્ધ છે. આ દ્વીપમાં ૭ પ્રધાન નદીઓ છે. પ્લક્ષથી લઇને શાકદ્વીપ સુધીના લોકોની ઉંમર ૫૦૦૦ વર્ષ છે. અહીં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવામાં આવે છે. આર્યકુરુ, વિવંશ, ભાવિ વગેરે ત્યાંના બ્રાહ્મણાદિ વર્ણોની સંજ્ઞાઓ છે, ચંદ્રમા તેમના આરાધ્ય દેવ છે.
પ્લક્ષદ્વીપનો વિસ્તાર ૨,૦૦,000 યોજન છે. તે એટલા જ મોટા ઇક્ષુરસના સમુદ્રથી ઘેરાયેલો છે. એના પછી શાલ્મલ દ્વીપ છે, જે પ્લક્ષદ્વીપ કરતાં બમણો છે. (૧) શ્વેત (૨) હરિત (૩) જીમુત (૪) લોહિત (૫) વૈદ્યુત (૬) માનસ અને (૭) સુપ્રભ નામના વપુષ્માનના ૭ પુત્રો શાલ્મલદ્વીપના સ્વામી છે. આ નામો ઉપરથી ત્યાંનાં ૭ વર્ષો છે તે પણ પ્લેક્ષ દ્વીપ કરતાં બમણાં છે તથા ત્યાં (૧) કુમુદ, (૨) અનલ, (૩) બલાહક, (૪) દ્રોણ, (૫) કંઠ, (૬) મહિષ અને (૭) કકુમાન આ મર્યાદા પર્વતો છે. ત્યાં ૭ પ્રધાન નદીઓ છે.કપિલ, અરુણ, પીત અને કૃષ્ણ ત્યાંના બ્રાહ્મણ આદિ વર્ણ છે, ત્યાંના લોકો વાયુ દેવતાની પૂજા કરે છે. તેનાથી બમણા પરિમાણવાળા ‘“સુરોદ” નામક મદીરાના સમુદ્રથી તે દ્વીપ ઘેરાયેલો છે. આના પછી કુશદ્વીપ છે. જ્યોતિષ્માનના પુત્રો (૧) ઉદ્ભિન્ન, (૨) ધેનુમાન, (૩) ધૈય, (૪) લંબન, (૫) ધૈર્ય, (૬) કપિલ અને (૭) પ્રભાદ્વર, આ ૭ દ્વીપના સ્વામી છે. આ પુત્રોના નામ પર સાત વર્ષ (ક્ષેત્ર) છે. દમી, શુષુમી, સ્નેહ અને મંદે ક્રમે કરીને ત્યાંના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોની સંજ્ઞાઓ છે. (૧) વિદ્રુમ, (૨) હેમશૈલ, (૩) દ્યુતિમાન, (૪) પુષ્યમાન, (૫) કુશેશય (૬) હિર અને (૭) મંદ્રાચલ આ સાત ત્યાંના વર્ષ પર્વતો છે. આ કુશ દ્વીપ પોતાના જ બરાબર વિસ્તારવાળા ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે અને તે ધૃત સમુદ્ર ક્રૌંચદ્વીપથી પરિવેષ્ટિત છે, રાજા દ્યુતિમાનના પુત્રો (૧) કુશલ, (૨) મનોનુગ, (૩) ઉષ્ણ, (૪) પ્રધાન, (૫) અંધકારક, (૬) મુનિ અને (૭) દુંદુભિ ક્રૌંચ દ્વીપના સ્વામી છે. તેમના નામ ઊપર ત્યાંનાં વર્ષ પ્રસિદ્ધ છે તે દ્વીપના મર્યાદા પર્વતો અને નદીઓ પણ ૭-૭ છે. પર્વતોનાં નામ આ પ્રમાણે – (૧) કૌંચર, (૨) વામન, (૩) અંધકારક, (૪) રત્નશૈલ, (પ) દેવાવૃત, (૬) પુંડરિક અને (૭) દુંદુભિ. આ બધા દ્વીપો પરસ્પર ઉત્તરોત્તર બમણા વિસ્તારવાળા છે. તે દ્વીપોમાં જે વર્ષ-પર્વતો છે તે પણ પહેલાંના દ્વીપોના પર્વતોથી બમણા વિસ્તારવાળા છે. ત્યાંના બ્રાહ્મણાદિ વર્ણ ક્રમશઃ પુષ્કર, પુષ્કળ, ધન્ય અને તિથ્ય નામોથી પ્રસિદ્ધ છે.
ક્રૌંચદ્વીપ દધિમંડોદક (છાશ)ના સમુદ્રથી ઘેરાયેલો છે અને તે સમુદ્ર શાકદ્વીપથી પરિવેષ્ટિત છે ત્યાંના રાજા ભવ્યના ૭ પુત્રો (૧) જળદ, (૨) કુમાર, (૩) સુકુમાર, (૪) મણીપક, (૫) કુશોત્ત૨ (૬) મોદાકી અને (૭) દ્રુમ... શાકદ્વીપના સ્વામી છે. આ જ નામોથી ત્યાંના પ્રદેશો પ્રસિદ્ધ છે. (૧) ઉદયગિરિ, (૨) જળધર, (૩) રૈવત, (૪) શ્યામ, (૫) કોદ્રક, (૬) આંબિકેય અને (૭) સુરમ્ય. ત્યાં ૭ મર્યાદા પર્વતો છે અને ત્યાંની પ્રસિદ્ધ ૭ નદીઓ (૧) સુકુમારી, (૨) કુમારી, (૩) નલિની, (૪) ધેણુકા, (૫) ઈક્ષુ, (૬)
Jain Education International
For Private & Personal Use Only
૨૭૯
www.jainelibrary.org