________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
વર્ણન જોવા મળે છે. જેમ કે વિષ્ણુપુરાણમાં દ્વિતીયાંશના તૃતીયાધ્યાયમાં કર્મભૂમિનું વર્ણન આ પ્રકારે કરવામાં આવ્યું છે.
उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्च दक्षिणम् । वर्ष तद्भारतं नाम भारती यत्र संततिः ॥ नवयोजनसहस्त्रो विस्तारोऽस्य महामुने ! । कर्मभूमिरियं स्वर्गमपवर्गश्च गच्छताम् ॥ अतः संप्राप्यते स्वर्गो मुक्तिमस्मात् प्रायन्ति वै । तिर्यक्त्वं नरकं चापि यान्त्यतः पुरुषाः मुने ॥ इतः स्वर्गश्च मोक्षश्च, मध्यं चान्तश्च गम्यते । तं खल्वन्यत्र मर्त्यानां, कर्मभूमौ विधीयते ॥
(વિ.પુ.હિ.અં.ત્રી.અ.)
ભાવાર્થ : સમુદ્રથી ઉત્તરે અને હિમાદિના દક્ષિણે આ ભારત વર્ષ અવસ્થિત છે. આનો વિસ્તાર ૯,૦૦૦ યોજન પ્રમાણ છે. આ સ્વર્ગ અને મોક્ષમાં જવાવાળા પુરુષોની કર્મભૂમિ છે. આ સ્થાનથી મનુષ્ય સ્વર્ગ અને મુક્તિને પ્રાપ્ત કરી શકે છે અને અહીંથી તિર્યંચ અને નરકગતિમાં પણ જીવ જાય છે એથી જ આ કર્મભૂમિ કહેવાય છે. આ ભારત વર્ષ વિના અન્ય ક્ષેત્રોમાં ક્યાંય પણ કર્મભૂમિ નથી.
અગ્નિપુરાણ ગ્રંથમાં પણ (ભારત વર્ષને જ કર્મભૂમિ) કહેવાયું છે. જેમ કે...
कर्मभूमिरियं स्वर्गमपवर्गञ्च गच्छताम् ॥ ( अग्निपुराण, ११८ अध्याय, श्लोक-२ )
વિષ્ણુપુરાણના અંતમાં કર્મભૂમિનો ઉપસંહાર કરતાં લખે છે કે, ભારતવર્ષમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર રહે છે તેમજ તેઓ ક્રમશઃ પૂજન-પાઠ, આયુધ-ધારણ, વાણિજ્યાદિ કર્મ અને સેવાદિ કાર્યોને કરનારા હોય છે.
ब्राह्मणाः क्षत्रियाः वेश्या मध्ये शुद्राश्च भागशः । इज्याऽऽयुध्वाणिज्याद्यैर्वर्तयन्तो व्यवस्थिता ॥
આ અધ્યાયનો ઉપસંહાર કરતાં કહ્યું છે કે, ભારતવર્ષ સિવાયના ક્ષેત્રોમાં ભોગભૂમિ જ છે. अत्रापि भारतं श्रेष्ठं, जम्बुद्वीपे महामुने । यतो हि कर्मभूरेषा ह्यतोऽन्या भोगभूमयः ॥
ભાવાર્થ: : આ જંબૂઢીપમાં ભારતવર્ષ સર્વશ્રેષ્ઠ છે. કેમ કે, આ જ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરાવવાવાળી કર્મભૂમિ છે. ભારતની ભૂમિ સિવાય અન્ય સર્વ ભૂમિઓ તે ભોગ-ભૂમિઓ કહેવાય છે. કેમ કે, ત્યાંના રહેવાવાળા જીવો હંમેશાં કોઇ પણ રોગ-શોક કે પીડાદિ વિના ભોગોને ભોગવે છે.
II ઉત્સર્પિણી - અવસર્પિણીકાળ ||
જૈનાગમોમાં કાળના પરિવર્તનનું વર્ણન કરતાં બતાવવામાં આવ્યું છે કે જે સમયે મનુષ્યનાં આયુસુખ-સમૃદ્ધિ-શરીર-બળાદિ બધું જ સતત વધતું હોય તે કાળને ઉત્સર્પિણીકાળ કહેવાય છે અને જે સમયે ઉપરોક્ત બધી જ વસ્તુઓની હાનિ થાય છે ત્યારે તે અવસર્પિણીકાળ કહેવાય છે. આ બન્ને પ્રકારના કાળોની વૃદ્ધિ-હાનિ રૂપ પરિવર્તન તે એકમાત્ર કર્મભૂમિઓમાં જ થાય છે અન્યત્ર ભોગભૂમિની પૃથ્વીઓમાં થતું નથી. વિષ્ણુ-પુરાણમાં પણ આનો ઉલ્લેખ આ પ્રમાણે જોવા મળે છે.
૨૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org