________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
-
-
-
-
-
-
-
-
-
-
- -
*
*
*
* *
*
*
૨. બૌદ્ધ મતાનુસારે - વિશ્વવર્ણન
(૨-૧). મધ્યલોક જ આચાર્ય વસુબધુએ પોતાના અભિધર્મ-કોષ નામક ગ્રંથમાં લોક રચના આ પ્રકારે બતાવી છે. જેમ કે લોકના અધોભાગમાં ૧૬ લાખયોજન ઊંચું અપરિમિત વાયુમંડલ છે. એની ઉપર ૧૧ લાખ, ૨૦,૦૦૦ યોજન ઊંચું જલમંડલ છે. એમાં ૩, ૨૦,000 યોજન સ્વર્ણમય ભૂમષ્ઠલ છે. ૨ જલમણ્ડલ અને ભૂમડુલનો વિસ્તાર ૧૨,૦૩,૪૫૦યોજન તેમજ પરિધિ ૩૬,૧૦,૩૫૦યોજન પ્રમાણ છે.
સ્વર્ણમય ભૂમણ્ડલની મધ્યમાં મેરુ પર્વત છે. એ ૮૦,000 યોજન નીચે જલમાં વ્યાપ્ત છે તો એટલો જ ઊપર ભૂમિમાં પણ છે એની આગળ ૮૦,000 યોજન વિસ્તૃત અને ૨,૪૦,૦૦૦ યોજના પ્રમાણ પરિધિથી સંયુક્ત પ્રથમ સીતા નામે સમુદ્ર છે. જે મેરુને ઘેરીને રહેલો છે. એની આગળ ૪૦,૦૦૦ યોજન વિસ્તૃત યુગન્ધર પર્વત વલયાકારમાં સ્થિત છે. એની આગળ પણ ૧-૧ સીતાને અન્તરિત કરી અડધા અડધા વિસ્તારથી સંયુક્ત ક્રમશઃ યુગન્ધર, ઈશાધર, ખદીરક, સુદર્શન, અશ્વકર્ણ, વિતાનક અને નિમિજૂર પર્વતો છે. સીતાઓનો વિસ્તાર પણ ઉત્તરોત્તર અડધો અડધો થતો જાય છે. ઉપરોક્ત પર્વતોમાંથી મેરુ ચતુરત્નમય અને શેષ પર્વતો સ્વર્ણમય હોય છે. સહુથી બહાર અવસ્થિત સીતા (મહાસમુદ્ર)નો વિસ્તાર ૩, ૨૨,000 યોજન પ્રમાણ છે અને અંતે લૌહમય ચક્રવાલ પર્વત અવસ્થિત છે.
નિમિન્દર અને ચક્રવાલ પર્વતોના મધ્યમાં જે સમુદ્ર સ્થિત છે તેમાં ક્રમશઃ જંબૂદ્વીપ, પૂર્વવિદેહ, અવર ગોદાનીય અને ઉત્તરકુરુ નામે ૪ દ્વીપો આવેલા છે. એમાં જંબૂદ્વીપ મેરુ પર્વતની દક્ષિણ દિશામાં આવેલો છે. એનો આકાર શકટ (ગાડી) સમાન છે એની ૩ ભૂજાઓમાંથી ૨ ભૂજાઓ ૨,OOO-૨,OOO યોજન પ્રમાણની છે અને ૧ ભૂજા ૩,૦૫૦યોજન પ્રમાણની છે.
મેરુ પર્વતના પૂર્વ ભાગમાં અર્ધ ચંદ્રકારે પૂર્વવિદેહ નામે દ્વીપ છે. જેની ભૂજાઓનું પ્રમાણ જંબૂદીપની ત્રણે ભૂજાઓની સમાન જ છે." મેરુના પશ્ચિમ ભાગમાં મણ્ડલાકારે અવર ગોદાનીય નામે દ્વીપ છે એનો વિસ્તાર ૨,૫00 યોજન અને પરિધિ ૭,૫00 યોજન પ્રમાણ છે. મેરુના ઉત્તર ભાગમાં સમચતુષ્કોણ ઉત્તરકુરુ દ્વીપ છે. એની એક-એક ભૂજા ૨,૦૦૦-૨,૦૦૦યોજનની છે. હવે આ ૪ દીપોમાં પૂર્વવિદેહ દ્વીપની સમીપે દેહ-વિદેહ ઉત્તરકુરુના સમીપે કુરુ-કૌરવ, જંબૂદ્વીપના સમીપે ચામર-અવરચામર અને ગોદાનીય દ્વીપના સમીપે સાટા અને ઉત્તરમંત્રી નામક અંતરદ્વીપો આવેલા છે. આ ૮ અંતર્દીપોમાં ચામરદ્વીપ, નામે જે અંતર્લીપ છે તેમાં રાક્ષસોના નિવાસ હોય છે અને શેષ અંતર્લીપોમાં મનુષ્યોના નિવાસ હોય છે.'
(૧) અભિધર્મ કોષ - અધ્યયન ૩ - સૂત્ર/૪૫ (૨) અભિધમ કોષ - ૩-૪૬ (૩) અભિધર્મ કોષ - ૩,૪૭-૪૮ (૪) અભિધર્મ કોષ - ૩-૫૦ (૫) અભિધર્મ કોષ - ૩-૫૧-૫૨ (૬) અભિધર્મ કોષ - ૩-૫૪, (૭) અભિધર્મ કોષ - ૩૫૫. (૮) અભિધર્મ કોષ – ૩-૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org