________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
જાય છે જેનાં નામ દક્ષિણથી અનુક્રમે આ પ્રકારે છે. (૧) ભારતવર્ષ (૨) કિમ્પુરુષ, (૩) હરિવર્ષ, (૪) ઇલાવૃત્ત, (૫) રમ્યક્ (૬) હિરણ્મય, (૭) ઉત્તરકુરુર.
આમાં ઈલાવૃત્ત ક્ષેત્રને છોડીને શેષ ૬ ક્ષેત્રોનો વિસ્તાર ઉત્તર-દક્ષિણમાં ૯,૦૦૦-૯,૦૦૦યોજન છે, જ્યારે ઇલાવૃત ક્ષેત્રનો મેરુથી પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તરમાં ચારે દિશાઓમાં ૯,૦૦૦-૯,૦૦૦ યોજન વિસ્તૃત છે. આ પ્રકારે સર્વ પર્વતો અને સર્વ ક્ષેત્રોનો વિસ્તાર (પહોળાઈ) ભેગો કરતાં જંબુદ્વીપનો વિસ્તાર ૧ લાખ યોજન પ્રમાણ પ્રાપ્ત થઈ જાય છે. (૬ પર્વત X ૨,૦૦૦ = ૧૨,૦૦૦ + ૬ ક્ષેત્ર X ૯,૦૦૦ = ૫૪,૦૦૦ + ઇલાવૃત ક્ષેત્રના ઉત્તર-દક્ષિણના ૯,૦૦૦ + ૯,૦૦૦ તથા મેરુપર્વતનો વિસ્તાર ૧૬,૦૦૦ મળીને). મેરુ પર્વતની બન્ને બાજુથી પૂર્વ-પશ્ચિમમાં ઈલાવૃત ક્ષેત્રની સીમા સ્વરૂપ માલ્યવાન અને ગન્ધમાદન પર્વત છે. જે નીલ અને નિષધ પર્વત સુધી વિસ્તૃત છે. એ બે પર્વતોના કારણે વધુ ૨ વિભાગ થાય છે જેનાં નામ ભદ્રાશ્ય અને કેતુમાલ રૂપ છે. આ બે અને પૂર્વના ૭ ક્ષેત્રો મળીને જંબૂઠ્ઠીપમાં કુલ નવ ક્ષેત્રો છે.
મેરુપર્વતની ચારે બાજુથી પૂર્વાદિક દિશાઓમાં ક્રમશઃ મન્દર, ગન્ધમાદન, વિપુલ અને સુપાર્શ્વ નામવાળા ૪ પર્વતો છે વળી એ પર્વતોની ઉપર ક્રમશઃ ૧,૧૦૦ યોજન ઊંચા કદમ્બ, જમ્બુ, પીપલ અને વટ નામનાં વૃક્ષો છે એમાંથી જંબૂવૃક્ષના નામથી આ દ્વીપનું નામ જંબૂદ્દીપ કહેવાય છે.
જંબુદ્રીપસ્થ ભારત વર્ષમાં મહેન્દ્ર, મલય, સહ્ય, સૂક્તિમાન, ઋક્ષ, વિન્ધ્ય, પારિયાત્ર આ કુલ ૭ પર્વતો છે. એમાં હિમવાનથી શત્તત્રુ અને ચન્દ્રભાગાદિ, પારિયાત્રથી વેદ અને સ્મૃતિ આદિ, વિન્ધ્યથી નર્મદા અને સુરસા આદિ, ઋક્ષથી તાપી, પયોષ્ણી અને નિર્વિન્ત્યાદિ, સહ્યથી ગોદાવરી ભીમરથી અને કૃષ્ણવેણી આદિ, મલયથી કૃતમાલા અને તામ્રપર્ણી વગેરે, મહેન્દ્રથી ત્રિસામા અને આર્યકુલ્યાદિ, તેમજ સૂક્તિમાન પર્વતથી ઋષિકુલ્યા અને કુમારી આદિ નદીઓ નીકળી છે. આ નદીઓના કિનારા પર મધ્યદેશને આદિ લઇને કુરુ અને પાંચાલદેશો... પૂર્વદેશાદિથી લઈ કામરુપાદિ, દક્ષિણાદિથી લઈ પુણ્ડ, કલિંગ અને મગધદેશાદિ. પશ્ચિમાદિથી લઈ સોરાષ્ટ્ર, સૂર, આભીર અને અર્બુદ તેમજ ઉત્તરદેશાદિથી લઈ માલવ, કોસલ, સૌવીર, સૈધવ, હૂણ, શાલ્વ તેમજ પારસીકાદિથી લઈ ભાદ્ર, આરામ તથા અમ્બઇ દેશવાસીઓ રહે છે.
ઉપરોક્ત સાત ક્ષેત્રોમાંથી માત્ર ભારતવર્ષમાં જ કેવળ કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ નામક ૪ યુગોથી કાળનું પરિવર્તન થાય છે તેનાથી અન્ય રુિષાદિક શેષ ૮ ક્ષેત્રોમાં કાળનું પરિવર્તન થતું નથી. વળી એ
(૨) વિષ્ણુપુરાણ - દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય, શ્લોક - ૧૦-૧૫
(૩) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય – શ્લોક – ૧૬
(૪) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય - શ્લોક - ૧૭-૧૯ (૫) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય - શ્લોક - ૧૬ (૬) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય – શ્લોક - ૧૬
(૭) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - દ્વિતીયાધ્યાય – શ્લોક - ૧૦-૧૭
Jain Education International
માર્કણ્ડેયપુરાણ, અધ્યાય-૫૪, શ્લોક ૮-૧૪. માર્કણ્ડેયપુરાણ, અધ્યાય-૫૪, શ્લોક ૧૪-૧૯. માર્કણ્ડેયપુરાણ, અધ્યાય-૫૪, શ્લોક ૯. માર્કણ્ડેયપુરાણ, અધ્યાય-૫૪, શ્લોક ૧૪-૧૯. માર્કણ્ડેયપુરાણ, અધ્યાય-૫૪, શ્લોક ૧૪-૧૯, ૧૦-૧૪.
For Private & Personal Use Only
૨૩૧
www.jainelibrary.org