________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા ક્ષેત્રોમાં રહેવાવાળી પ્રજાને શોક, પરિશ્રમ, ઉદ્વેગ અને સુધાદિથી પીડા પણ થતી નથી. આ ક્ષેત્રોમાં રહેવાવાળી પ્રજા સદા સ્વસ્થ તથા આતંક અને દુઃખથી પ્રાયઃ સર્વદા વિમુક્ત હોય છે. તેઓ સદા જરા (ઘડપણ) અને મૃત્યુથી નિર્ભય રહી આનંદનો ઉપયોગ કરે છે. એ માટે જ એ ભૂમિઓ... ભોગભૂમિઓ તરીકે કહેવાય છે. અહીં પુણ્ય-પાપ કે ઊંચ-નીચનો ભેદભાવ હોતો નથી. આ ક્ષેત્રોમાં સ્વર્ગ-મુક્તિની પ્રાપ્તિના કારણભૂત એવી તપશ્ચર્યાદિનો પણ અભાવ હોય છે. કેવળ ભારતવર્ષના લોકોમાં જ વ્રત-તપશ્ચર્યાદિના દ્વારા સ્વર્ગ-મોક્ષાદિની પ્રાપ્તિનો સંભવ છે. એ માટે જ આ ભારતવર્ષ સર્વક્ષેત્રોમાં સર્વશ્રેષ્ઠ કહેવાય છે. અહીંના લોકો અસિ-મસિ કૃષિ રૂપ કર્મો દ્વારા પોતાની આજીવિકાનું ઉપાર્જન કરે છે માટે જ આ ભૂમિને કર્મભૂમિ પણ કહેવાય
જંબૂઢીપને ચારે બાજુથી ઘેરીને લવણ સમુદ્ર રહેલો છે. આ પણ ૧ લાખ યોજન વિસ્તૃત છે. લવણ સમુદ્રને ઘેરીને ર લાખ યોજન વિસ્તારવાળો પ્લક્ષદ્વીપ આવેલો છે. એની અંદર ગોમેઘ, ચંદ્ર, નારદ, દુન્દુભિ, સોમક અને સુમના નામે ૬ પર્વતો આવેલા છે. આ ૬ પર્વતોથી વિભાજિત થઈ શાન્તય, શિશિર, સુખોદય, આનંદ, શિવ, ક્ષેમક અને ધ્રુવ નામે સાત (૭) વર્ષક્ષેત્ર આવેલાં છે. આ વર્ષક્ષેત્રોમાં અને પર્વતો ઊપર દેવો અને ગાંધર્વો રહે છે, જેઓ આધિ-વ્યાધિથી રહિત અને અતિશય પુણ્યવાન છે. ત્યાં યુગોનું પરિવર્તન નથી, ફક્ત સદા ત્રેતાયુગ જેવો સમય રહે છે. તેઓમાં ચાતુર્વર્ણ વ્યવસ્થા તેમજ પાંચ અહિંસા-સત્યાદિ ધર્મોનું પાલન થાય છે. આ દ્વીપમાં ૧ પ્લેક્ષ વૃક્ષ છે. તે જ કારણથી આ દ્વીપનું નામ પ્લેક્ષ નામથી પ્રસિદ્ધ છે.૧૦
પ્લક્ષદ્વીપને ચારે તરફથી ઘેરીને રહેલો ઈશુરસાદ સમુદ્ર છે. જે પ્લક્ષદ્વીપ સમાન જ વિસ્તારવાળો છે. આ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રહેલો ૪ લાખ યોજનના વિસ્તારવાળી શાલ્મલ નામક દ્વીપ છે. આજ ક્રમ પ્રમાણે આગળ જઇએ તો સુરોદ સમુદ્ર, કુશદ્વીપ, ધૃતોદ સમુદ્ર, કૌંચ દ્વીપ, દધિરસોઇ સમુદ્ર, શાક દ્વીપ અને ક્ષીર સમુદ્ર આવે છે. આ દરેક દ્વીપ પોતપોતાના પૂર્વવર્તી દ્વીપોની અપેક્ષાએ બમણા વિસ્તારવાળા હોય છે અને સમુદ્રોનો વિસ્તાર પોતપોતાના દીપ સમાન જ હોય છે. આ આગળના દીપોની રચના પ્લક્ષદ્વીપની જેમ જ જાણવી.૧૧
ક્ષીરસમુદ્રને ઘેરીને સાતમો પુષ્કર નામે દ્વીપ આવે છે. આ દ્વીપના મધ્ય ભાગમાં ગોળાકારે માનુષોત્તર પર્વત આવેલો છે. એના બાહ્યભાગનું નામ મહાવીર વર્ષ અને અત્યંતર ભાગનું નામ ઘાતકી વર્ષ છે. આ દ્વીપમાં રહેવાવાળા લોક પણ રોગ-શોક તથા રાગ-દ્વેષથી રહિત હોય છે. ઊંચ નીચનો કોઇપણ ભેદભાવ નથી. વર્ણાશ્રમ વગેરે વ્યવસ્થા પણ નથી. આ પુષ્કર દ્વીપમાં નદીઓ અને પર્વતો વગેરે પણ નથી. ૧૨ આ દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો મધુરોહક નામે સમુદ્ર આવે છે. આની આગળ પ્રાણીઓનો નિવાસ હોતો નથી. મધુરોહક સમુદ્રથી આગળ એનાથી જ દ્વિગુણ વિસ્તારવાળી સ્વર્ણમયી ભૂમિ આવે છે. એની આગળ ૧૦,000 યોજન વિસ્તૃત અને એટલો જ ઊંચો લોકાલોક નામે પર્વત આવે છે અને એ પર્વતની આગળ ચારે બાજુથી વીંટળાયેલો તમસ્તમ રહેલો છે. આ અણ્ડકટાહની સાથે ઉપર્યુક્ત દ્વીપ-સમુદ્રોવાળો આ (૮) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - તૃતીયાધ્યાય - શ્લોક - ૧૯-૨૨. (૯) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ચતુર્વાધ્યાય - શ્લોક - ૨૮. (૧૦) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ચતુર્વાધ્યાય - શ્લોક - ૧-૧૮, (૧૧) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ - ચતુર્વાધ્યાય – શ્લોક - ૨૦-૭૨. (૧૨) વિષ્ણુપુરાણ, દ્વિતીયાંશ – ચતુર્વાધ્યાય - શ્લોક – ૭૩-૮૦.
(૨૭૨ }
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org