________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
આ સરોવરોના મધ્યભાગમાં ૧ મુખ્ય કમળ અને તેને ફરતાં ૬ વલયો વગેરેનું સ્વરૂપ આ જ ગ્રંથમાંથી જોઈ લેવું.
(૧-૮). મહાનદી વિષે...
呀
હિમવાન્ પર્વતસ્થ પદ્મદ્રહના પૂર્વભાગમાંથી ગંગામહાનદી નીકળે છે. જે પર્વતની નીચે પડીને દક્ષિણ ભરતક્ષેત્રમાં વહીને પૂર્વમુખી થઇને પૂર્વના લવણ સમુદ્રમાં જઇને મળે છે. એ પદ્મસરોવરના પશ્ચિમભાગથી સિંધુ મહાનદી નીકળીને ભારતવર્ષના દક્ષિણ ભાગથી થોડે દૂર રહીને પશ્ચિમાભિમુખી થઇને પશ્ચિમી લવણ સમુદ્રમાં જઇને મળે છે. એ સરોવરના ઉત્તરના ભાગમાંથી રોહિતાંશા નદી નીકળે છે કે જે આગળ જતાં હિમવંત ક્ષેત્રમાં વહે છે. અંતિમ શિખરીપર્વત ઉપર આવેલ પુંડરિક સરોવરના પૂર્વી ભાગમાંથી રક્તા મહાનદી અને પશ્ચિમનાં ભાગમાંથી રક્તાવતી મહાનદી નીકળીને ઐરાવત ક્ષેત્રમાં વહે છે. જે ક્રમશઃ પૂર્વ અને પશ્ચિમના સમુદ્રમાં જઇને મળે છે. એ પંડિરક સરોવરના દક્ષિણભાગમાંથી સુવર્ણકુલા નદી નીકળે છે, જે હૈરણ્યવંત ક્ષેત્રમાં વહે છે. બાકીના મધ્યવર્તી વર્ષધર પર્વતોનાં દ્રહો (સરોવરો)માંથી ૨-૨ નદીઓ નીકળે છે. તે પોતપોતાના ક્ષેત્રોમાં વહેતી એવી પૂર્વ તેમજ પશ્ચિમનાં સમુદ્રમાં જઇને મળે છે. તેમજ આ મુખ્યપ્રધાન મહાનદીઓમાં હજારો અન્ય નાની નદીઓ આવીને મળે છે. (૧-૯). ગજદન્તાકાર પર્વત...
મહાવિદેહ ક્ષેત્રની મુખ્ય ભૂમિના મધ્યમાં મેરુ પર્વતની ઈશાનાદિ ચારો વિદિશાઓમાં ક્રમશઃ ગન્ધમાદન, માલ્યવંત, સૌમનસ અને વિદ્યુત્પ્રભ નામવાળા ૪ પર્વતો આવેલ છે. ઉપરોક્ત પર્વતોથી વિભક્ત થવાના કારણે મેરુના દક્ષિણી ભાગને દેવકુરુ અને ઉત્તરીભાગને ઉત્તરકુરુ કહેવાય છે એ બન્ને ક્ષેત્રની ભૂમિ ભોગભૂમિ (કર્મભૂમિ) રૂપે જાણવી. મેરુ પર્વતની પૂર્વવર્તી ભાગને પૂર્વવિદેહ અને પશ્ચિમ દિશાવાળા ભાગને પશ્ચિમવિદેહ કહેવાય છે. આ બન્ને જ સ્થાનોમાં સીતા અને સીતોદા મહાનદીઓ વહેતી હોવાના કારણે ૨-૨ ખણ્ડ થઈ જાય છે એટલે ૪ ખંડોમાં વિભાજિત આ (કર્મભૂમિ) મહાવિદેહ ક્ષેત્ર છે જેમાં શ્રી સીમંધરાદિ તીર્થંકરો વિહાર કરતા અને ધર્મોપદેશ આપતા બિરાજે છે તેમજ આજે પણ ત્યાં સંયમાદિમાં પુરુષાર્થ કરી માનવો સર્વ કર્મ ક્ષય કરી મોક્ષમાં જાય છે.
(૧-૧૦). જ્યોતિષ્ક લોક...
આ જંબુદ્વીપના મેરુપર્વતના સમભૂતલા ભાગથી ૭૯૦ યોજનની ઊંચાઈથી લઇને ૯૦૦ યોજન સુધીની ઊંચાઈ પર્યન્ત જ્યોતિષ્મલોક આવેલ છે. જે ઠેકાણે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારા આ પાંચ જાતિનાં જ્યોતિષ્ક દેવોનાં વિમાનો આવેલાં છે. જો કે આ દરેક વિમાન જ્યોતિર્માન અથવા સ્વયં પ્રકાશિત સ્વાભાવિક રૂપે છે એથી જ આ લોક જ્યોતિષ્ક લોક કહેવાય છે. તેમજ આ વિમાનોમાં રહેવાવાળા જ્યોતિષ્ક દેવોના નિવાસને કારણે ઉક્ત ક્ષેત્ર જ્યોતિષ્ક લોક કહેવાય છે. તિń સ્વરૂપે આ જ્યોતિષ્મ
Jain Education International
For Private & Personal Use Only
૨૫૯
www.jainelibrary.org