________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા (૧-૧૨). તમસ્કાય # જંબુદ્વીપમાં તિચ્છ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોને ઓળંગ્યા પછી અરૂણવર દ્વીપની વેદીકાના અંતથી અરૂણોદસમુદ્રમાં ૪૨,૦૦૦યોજન અવગાહીને જલના ઉપરના ભાગમાં એક પ્રદેશની શ્રેણીવાળા તમસ્કાય (અંધકાર-પિંડીનો આરંભ થાય છે. વળી તે ૧,૭૨૧ યોજન ઊપર આવીને વિસ્તારને પ્રાપ્ત કરતો એવો સૌધર્માદિ ૪ કલ્પોને આવૃત કરીને પાંચમા બ્રહ્મલોકમાં રિષ્ટ વિમાનને પ્રાપ્ત કરીને સમાપ્ત થાય છે. આ તમસ્કાયનો આકાર નીચેથી મલ્લકમૂલ અને આગળ જતાં મરઘાનાં પિંજરાની સમાન હોય છે. એનાં લોકતમિસ્ત્રાદિ ૧૩ નામો છે અને એમાં ૮ કૃષ્ણરાજીઓ દર્શાવવામાં આવી છે. (વિશેષ આ જ ગ્રંથમાં જુઓ...પેજ નં. = ૧૭૨)
(૧-૧૩). સિદ્ધલોક.. * ઊર્ધ્વલોકમાં સૌથી ઉપર રહેલા સર્વાર્થસિદ્ધ વિમાનના અગ્રભાગથી ૧૨ યોજન ઊપર જઇએ ત્યાં ઇષપ્રાન્માર નામક પૃથ્વી આવે છે. તે ૪૫ લાખ યોજન લાંબી-પહોળી ગોળાકારે રહેલી છે. તેમજ વચમાં ૮ યોજન જાડી અને પછી ક્રમ પૂર્વક ઘટતી ઘટતી માખીની પાંખથી પણ પાતળી થાય છે. એ અર્જુનસ્વર્ણથી બનેલી અને સ્ફટિકમય સ્વરૂપે છે. આ સિદ્ધક્ષેત્ર અથવા સિદ્ધલોકમાં સર્વકર્મોનો ક્ષય કરી સંસાર ચક્રથી છૂટવાવાળા મુક્ત જીવો નિવાસ કરે છે અને અનંતકાળ સુધી પોતાના આત્મિક એવા અવ્યાબાધ નિરૂપમ સુખને ભોગવે છે.
(૧-૧૪). લોકનું સ્વયંસિદ્ધ અને શાશ્વતાદિપણું ઈતર દર્શનકારો ભિન્ન વ્યવસ્થાવડે અને પ્રકારોવડે “ચૌદભુવન” ને માનવા સાથે તેના ઉત્પાદક બ્રહ્મા, પાલક વિષ્ણુ, સંહારક મહાદેવ કહે છે અને વિભિન્ન મતે શેષનાગ, કૂર્મવા કામધેનું વગેરે પૃથ્વીના ધારક છે, એમ કહે છે. આ માન્યતાના આધારે જ તેઓના કેટલાક ગ્રંથો રચાયા છે, પણ એટલું ચોક્કસ વિચારવું જરુરી છે કે જે આત્માઓ નિરંજન, નિરાકાર છે, કૃત્કૃત્ય બન્યા છે; સર્વોદ્ધારક છે, સર્વોચ્ચપણું પામેલા છે, રાગદ્વેષ રહિત છે, સર્વમુક્ત થવાથી શાશ્વત સ્થાનને પામેલા છે, તેવા આત્માઓને જગતનું ઉત્પાદન, પાલન કે નાશ કરવાનું કશુંએ કારણ રહ્યું જ નથી. આ વિરાટ વિશ્વ કોઈએ બનાવ્યું નથી. તે તો અનાદિકાળથી સ્વતઃ સિદ્ધ છે, તેમજ તે અનંતકાળ સુધી સ્વયં સ્વસ્વભાવે રહેશે. તેને કોઈ ઈશ્વરીય વ્યક્તિ ચલાવતી નથી તેમજ તેનો કોઈ વ્યક્તિ નાશ કરતી નથી તે તેના સ્વભાવે જ ચાલે છે, તેનો નાશ કાળના પરિબળોથી જ થાય છે, એથી જ લોક સ્વયંસિદ્ધ છે, જે માટે કહ્યું છે કે....
“વા વિરો ન ઘર વિધારે સયંસિદ્ધી” અર્થાતુ આ ૧૪ રાજલોક કોઈએ કર્યો નથી. જેથી સ્વયંસિદ્ધ છે. કોઈએ ધારી રાખ્યો નથી જેથી સ્વયં નિરાધાર એટલે આકાશમાં અદ્ધર છે. કોઈએ બનાવ્યો નથી જેથી તે સદા માટે શાશ્વતો છે, આર્યધર્મનો એક મહાન પ્રભાવ છે કે જેના લીધે આકાશમાં વિશ્વ રુપે ૧૪ રાજલોક અદ્ધર અને સ્થિર રહે છે.
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org