________________
જૈન કોસ્મોલોજી
ભદ્રશાલવનનું વિહંગમ દૃશ્ય
૪ આ ભદ્રશાલવન સમભૂતલા પૃથ્વી ઉપર મેરુપર્વતની ચારે તરફ ઘેરાઈને રહ્યું છે. rs ઉત્તર-દક્ષિણમાં મેરુથી ૨૫૦ યોજન પ્રમાણ અને પૂર્વ-પશ્ચિમ ૨૨,૦૦૦-૨૨,૦૦૦ યોજન પ્રમાણ છે. તેમાં મેરુનો ૧૦,૦૦૦ યોજનનો વિસ્તાર ઉમેરો એટલે ઉત્તર-દક્ષિણ ૧૦,૫૦૦ યોજનની પહોળાઈ તથા પૂર્વ-પશ્ચિમ ૫૪,૦૦૦ યોજનની કુલ લંબાઈ થાય છે.
rTM આ ભદ્રશાલવનનું સ્વરૂપ લગભગ આગળ આવતા નંદનવનને મળતું આવે છે. અહીં દિક્કુમારીઓના ૮ કુટના બદલે ૮ આંતરામાં ૮ દિગ્ગજ કૂટો આવેલ છે. તે ભૂમિ ઉપર હોવાથી “કરિકૂટ, દિગ્ગજફૂટ, હસ્તિકૂટ, ગજકૂટ’’ વગેરે નામે પણ ઓળખાય છે. મેરુની પાસે હોવાથી “મેરુકૂટ” પણ કહેવાય છે. તેની ઉપર તે તે કુટના નામવાળા દેવોના પ્રાસાદ છે. (તેની ઉપર જિનમંદિરો પણ છે. તેવું પણ કેટલાક કહે છે.) ૪ સીતા-સીતોદા મહાનદીના પ્રવાહ તથા ગજદંત પર્વતના ભાગ આવવાથી ભદ્રશાલવન આઠ વિભાગવાળું થાય છે. સીતા-સીતોદા મહાનદીએ ૪ દિશા અને ગજદંત પર્વતોએ ૪ વિદિશા રોકી લીધી હોવાથી ફૂટો તથા તેની ઉપરનાં જિનમંદિરો અને ઈન્દ્ર પ્રાસાદો બરાબર દિશા-વિદિશાને બદલે જરા સાઈડમાં છે. તે આઠ દિગ્ગજકૂટોના નામો અનુક્રમે આ પ્રમાણે જાણવા : (૧) પદ્મોત્તરકૂટ, (૨) નીલવંતકૂટ, (૩) સુહસ્તિફૂટ, (૪) અંજગિરિકૂટ, (૫) કુમુદકૂટ, (૬) પલાશકૂટ, (૭) વિšસકકૂટ, (૮) રોચનગિરિકૂટ. ry આ ભદ્રશાલવનમાં મેરુપર્વતની પૂર્વાદિ દિશાઓમાં ૫૦ યોજન આગળ જવાથી ૪ વિશાલ સિદ્ધાયતનો (ચૈત્યો) આવે છે. જે ૫૦ યોજન લાંબાં, ૨૫ યોજન પહોળાં અને ૩૬ યોજન ઊંચાં હોય છે અને તે ચૈત્યો સેંકડો સ્તમ્ભોથી વ્યાપ્ત છે તેમજ આ ચૈત્યોમાં શાશ્વતા ઋષભ-ચંદ્રાનન-વારિષણ અને વર્ધમાનસ્વામી બિરાજમાન છે.
મધ્યલોક
43
* ચારે વિદિશા એટલે ખૂણાઓમાં એટલે ૪ અંતરે એકેક પ્રાસાદ આવેલા છે. તે પ્રાસાદો ૫૦૦ યોજન ઊંચા અને ૨૫૦ યોજન લાંબા-પહોળા છે. અગ્નિકોણ તથા નૈઋત્યકોણમાં જે ૨ પ્રાસાદ છે એ સૌધર્મેન્દ્રના છે અને એને યોગ્ય એવા આસનોથી સુશોભિત હોય છે. વળી, વાયવ્યકોણ અને ઈશાનકોણમાં જે ૨ પ્રાસાદો છે, તે ઈશાનેન્દ્રના સંબંધી છે અને તેને યોગ્ય આસનોથી શોભી રહ્યા છે.
≈ એ ચારે પ્રાસાદોની ચારે દિશામાં ૪-૪ વાવ છે. એ ૧૬ વાવો ૧૦ યોજન ઊંડી,૫૦ યોજન લાંબી અને ૨૫ યોજન પહોળી હોય છે. આ સર્વેનું સ્વરૂપ જંબૂવૃક્ષ સંબંધી વાવ સમાન છે. તે ૧૬ વાવોનાં નામો આ પ્રમાણે જાણવાં : (૧) પદ્મા, (૨) પદ્મપ્રભા, (૩) કુમુદા, (૪) કુમુદપ્રભા, (૫) ઉત્પલગુલ્મા, (૬) નલિના, (૭) ઉત્પલા, (૮) ઉત્પલોજ્જવલા, (૯) ભૂંગા, (૧૦) ભૃગનિભા, (૧૧) અંજના, (૧૨) અંજનપ્રભા, (૧૩) શ્રીકાન્તા, (૧૪) શ્રીચન્દ્રા, (૧૫) શ્રીમહિતા અને (૧૬) શ્રીનિલયા.
૪ ભદ્રશાલવનનો દીર્ઘ વિસ્તાર પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં નદીઓના પ્રવાહના અનુસારે ૨૨,૦૦૦૨૨,૦૦૦ યોજન છે અને એ વિસ્તાર પૂર્ણ થયા બાદ વિજયો પ્રારંભાય છે તથા દક્ષિણમાં દેવકુરુક્ષેત્રની અંદર ઉત્તર દિશામાં ઉત્તરકુરુક્ષેત્રની અંદર ભદ્રશાલવનનો વિસ્તાર ઉત્તર-દક્ષિણ ઈષુ પ્રમાણે ૮૮માં ભાગ જેટલો એટલે ૨૫૦ યોજન છે. શેષભાગ કુરુક્ષેત્રના યુગલિકોની વસ્તિવાળો છે માટે તે શેષભાગમાં વન નથી વળી મેરુપર્વતનાં ત્રણેય વનો (નંદન/સૌમનસ/પાંડુક) વલયાકારે છે. જ્યારે આ ભદ્રશાલ જુદા જ પ્રકારના વિષમ ચોરસ આકારનું છે... તેમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
EE
www.jainelibrary.org