________________
જૈન કોસ્મોલોજી --~-------
----.-.-.-કાકી
છ:કાચ જીવોની સમજ (સ્થાવરકાય)
88|
જ જીવોના ૨ પ્રકાર છે : (૧) મુક્તજીવ (૨) સંસારીજીવી... મુક્તજીવો આઠ કર્મથી રહિત થઈ સિદ્ધશિલા (મુક્તિમોક્ષ)માં બિરાજી રહ્યા છે અને જે સંસારીજીવો છે, તેઓનો સમાવેશ છ:કાયના જીવોમાં થઈ જાય છે. તેછ:કાય જીવોનાં કુલ પ૬૩ ભેદ છે. આ સંસારી જીવોનાં મુખ્ય ૨ ભેદો છે : (૧) સ્થાવર (૨) ત્રસ. તેમાં સર્વપ્રથમ સ્થાવર જીવો વિષે... કાંઈક જાણી લઈએ. જિ જે જીવો સ્થાવર નામકર્મના ઉદયથી શાતાર્થે તડકામાંથી છાંયડામાં અને છાંયડામાંથી તડકાદિમાં પોતાની ઈચ્છાથી જઈ શકતા નથી. તે સ્થાવર જીવો કહેવાય છે. આ સ્થાવર જીવોનાં મુખ્ય ૫ ભેદ કહેવાય છે.... (૧) પૃથ્વીકાય (૨) અપકાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય. તે દરેકને એક માત્ર સ્પર્શનેન્દ્રિય (કાયા) હોવાથી આ એકેન્દ્રિય જીવો કહેવાય છે. વળી, તેમને આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોચ્છવાસ નામની ૪ પર્યાપ્તિ જ હોય છે.૨ 3 પૃથ્વીકાય: પૃથ્વી જ શરીર છે જેનું એવા જીવો પૃથ્વીકાય કહેવાય છે. તેના (૧) સૂક્ષ્મ* (૨) બાદર અને આ બંનેનાં (૩) પર્યાપ્તા (૪) અપર્યાપ્ત મળીને કુલ ૪ ભેદ થાય છે. વળી, આ પૃથ્વીકાયનાં પત્થર, માટી, મીઠું, ખડી, ખારો, ફટકડી, પ્રવાલ, પારો, ગેસ, સોનું, ચાંદી, તાંબું વગેરે અનેક પ્રકારો છે. તેમનું આયુષ્ય જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦વર્ષનું હોય છે તેમ જાણવું. I૪ અપૂકાયઃ પાણી જ શરીર છે જેનું એવા જીવોને “અકાય” કહેવાય છે. તેના પણ ૪ ભેદ ઉપરોક્ત પ્રમાણે જાણવા. કૂવા, નદી, તળાવનું પાણી, ઝાકળ કે ઘુમ્મસ, વરસાદ, કરા કે બરફનું પાણી, ઓસ, નલનું પાણી વગેરે અનેક જાતનું પાણી છે. આયુષ્ય જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૭,૦૦૦ વર્ષનું હોય છે તેમ જાણવું. જ તેઉકાયઃ અગ્નિ જ જેનું શરીર છે તે “તેઉકાય” કહેવાય છે. આના પણ ૪ ભેદ પૂર્વની જેમ જાણવા. વીજળીનો, દીવાનો, ઈલેક્ટ્રિકનો, લાકડાનો, ચકમકનો, કોલસાનો, નિભાડાનો વગેરે ઘણી જાતનાં અગ્નિ છે. આ અગ્નિકાયનું જઘન્ય આયુષ્ય - અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૨ કલાક (૩ અહોરાત્ર) જાણવું. જ વાયુકાયઃ વાયરા સ્વરુપ શરીર છે જેનું તે “વાયુકાય” કહેવાય છે. આના પણ ઉપરોક્તની જેમ ૪ ભેદ જાણવા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણનો વાયુ,મંડલિયો, વંટોળિયો વાયુ વગેરે અનેક પ્રકારનાં વાયુ છે, તેનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩,૦૦૦ વર્ષનું જાણવું. ઉજ વનસ્પતિકાયઃ આના મુખ્ય ૨ ભેદ છેઃ (૧) સૂક્ષ્મ (૨) બાદર. બાદરનાં ૨ ભેદઃ (૧) સાધારણ (૨) પ્રત્યેક. સૂક્ષ્મ તો માત્ર એક સાધારણ રૂપે જ છે. આ ત્રણેના પર્યાપ્તા-અપર્યાપ્તા ગણતાં કુલ ૬ ભેદ થાય છે. 3 પ્રત્યેક વનસ્પતિકાયેઃ જેનાં એક શરીરમાં એક જ જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. જેમકે... મૂળ, સ્કંધ, શાખા, પ્રવાળ, પત્ર, ફળ, ફૂળ, કાઇ અને છાલાદિ તેમજ એઓનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષનું જાણવું. & સાધારણ વનસ્પતિકાય જેના એક જ શરીરમાં અનંતા જીવો રહે છે, તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. જેમકે - આદુ, મૂળા, ગાજર, રતાળુ, પિંડાળુ, સૂરણ, ડુંગળી, લસણ, નીલ, ફૂગ, શેવાળાદિ... આ સાધારણ વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ હોય છે.
આ પ્રમાણે એકેન્દ્રિયનાં કુલ ૪+૪+૪+૪+ ૬ = ૨૨ ભેદ થાય છે.
* સૂક્ષ્મજામકર્મનાં ઉદયથી જે જીવો સૂક્ષ્મપૃથ્વીકાયાદિ રૂપે ઉભા થાય છે, પરંતુ તે વિશિષ્ટ અવધિજ્ઞાનીકે કેવળી સિવાય કોઈને ઘણા દક્તિના વિષય બહાતા હાથી એટલે છદ્મસ્થો માટે જે સર્વથા અદશ્ય જ હોય તેવા જીવોને “સૂક્ષ્મ” કહેવાય છે. છે જે જીવોનાં શરીર આપણી દક્તિનો વિષય બને તે “બાદર” જીવો જાણાવા (આ વ્યાખ્યા શૂલ દૃષ્ટિએ જાણાવી.) $ જે જીવને જેટલી પર્યાપ્તની જરૂર હોય તેટલી પર્યાપ્તઓ કર્યા પછી મૃત્યુ પામે તેવો “
પપ્પા” કહેવાય છે. (જેમકે એકેન્દ્રિય પ્રાયોગ્ય ૪ વયત... વગેરે.) # જે જીવો જેટલી પર્યાપ્તી જરૂર હોય તેટલી પર્યાપ્તઓ પૂર્ણ કરતાં પહેલાં જ જો મૃત્યુ પામે તો તે જીવ “અયયતા” કહેવાય છે.
ન ૨૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org