________________
જૈન કોસ્મોલોજી
પ્રકીર્ણક
અવસfપણી અને ઉત્સર્પિણી કાળના ૬ આરા 105
(અવસર્પિણી કાળની ૬ આરા) # (૧) સુષમ-સુષમ આરોઃ (૪ કોડાકોડી સાગરોપમ) આ પ્રથમ આરામાં મનુષ્યનું દેહ પ્રમાણ-૩ ગાઉનું, આયુષ્ય-૩, પલ્યોપમ, શરીરમાં પાંસળીઓ ૨૫૬ તેમજ મનુષ્યોનું સંઘયણ ૧લું વજ8ષભનારા અને સંસ્થાન સમચતુરસ્ત્ર હોય છે.
સ્ત્રી-પુરુષ યુગલ રૂપે જન્મે છે, ૧૦ પ્રકારના કલ્પવૃક્ષો એમની ભોગસામગ્રીઓ પૂરી પાડે છે. ૩-૩ દિવસે આહારની ઈચ્છા થતાં તુવેરના દાણા જેટલો કલ્પવૃક્ષના સુમધુર ફળોનો આહાર કરે છે. એટલા આહાર માત્રથી જ એમને તૃપ્તિ થઈ જાય છે. પોતાના આયુષ્યના છ મહિના બાકી રહેતાં યુગલ સ્ત્રી એક નવા યુગલને જન્મ આપે છે. ૪૯ દિવસ સુધી અપત્ય (બાલકબાલિકા રૂપ યુગલ)નું પાલન કરે છે. એ પછી નવ યુગલ સ્વાવલંબી થઈ સ્વતંત્રપણે વિચરે છે અને આયુષ્યની સમાપ્તિ સમયે તે યુગલ મરીને અલ્પકષાય આદિના કારણે દેવગતિ પામે છે. સિ (૨) સુષમ આરો: (૩ કોડાકોડી સાગરોપમ) આ આરામાં પ્રથમ આરા કરતાં દરેક વસ્તુઓ અર્થાત્ શરીર, આયુષ્ય, બળ આદિ)માં હીનતા આવે છે એટલે આયુષ્ય-૨ પલ્યોપમ, શરીર-૨ ગાઉં, પાંસળીઓ-૧૨૮, ૨ દિવસે આહારની ઈચ્છા થતાં બોર જેટલો આહાર કરે, અપત્યનું પાલન ૬૪ દિવસ સુધી કરીને, મરીને દેવગતિ પામે છે. ફ્રિ (૩) સુષમ-દુષમ આરોઃ (૨ કોડાકોડી સાગરોપમ) હવે પછી ઉત્તરોત્તર હીન-હીન થતા કાળરૂપી આ આરામાં દેહપ્રમાણ ૧ ગાઉ, આયુષ્ય ૧ પલ્યોપમ, પાંસળીઓ-૬૪, આહારની ઈચ્છા એકાંતરે આમળા જેટલો, સંતતિ પાલન-૭૯ દિવસ સુધી કરે તેમજ સમય જતાં આ આરાના છેડે જયારે ૮૪ લાખ પૂર્વ વર્ષ અધિક ૩ વર્ષ સાડા આઠ માસ બાકી રહે ત્યારે પ્રથમ
કરનો જન્મ થાય છે. આયુ, બળ આદિની હાનિ થતી જાય છે. લોકમાં કષાય, આહારની ઈચ્છા વધતી જાય છે. કલ્પવૃક્ષોનો પ્રભાવ ઘટતાં-ઘટતાં સાવ અસ્ત થઈ જાય છે ત્યારે લોકોને ખાવા માટે ધાન્યાદિની ઉત્પત્તિ થાય છે. બાદર અગ્નિ જે અત્યાર સુધી શીતકાળ હોવાથી પ્રગટ થયો ન હતો. તે હવે કાળના પલટાવે પ્રગટ થાય છે. યુગલિઆની વિનંતીથી પ્રથમ તીર્થંકરનો રાજ્યાભિષેક થાય છે અને રાજા બની તેઓ શિલ્પ આદિ કળાઓ લોકોને શીખવે છે એટલે લોકો તેના આધારે નીતિ-સદાચાર યુક્ત જીવનનિર્વાહ કરે છે. સમય જતાં યુગલિકોની ઉત્પત્તિ બંધ થાય છે. પ્રથમ તીર્થંકર પોતાનું આય શેષ ૧ લાખ પુર્વ બાકી રહેતાં સંયમ ગ્રહણ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મ પ્રવર્તાવ છે. ૧૮ કોડાકોડી સાગરોપમ પછી પુનઃ ધર્મની શરૂઆત થાય છે. આરાના અંતે ૩વર્ષ ૮ માસ શેષ રહે ત્યારે પ્રથમ તીર્થંકર નિર્વાણ પામે છે. આ જ આરામાં પ્રથમ ચક્રવર્તીની પણ ઉત્પત્તિ થાય છે.
(૪) દુષમ-સુષમ આરો: (૧ કોડાકોડી સાગરોપમ ન્યૂન ૪૨,OOO વર્ષ) આ આરામાં સુખ કરતાં દુ:ખનું પ્રમાણ વધુ હોય છે. લોકોનો કષાય આદિ ક્રમસર વધતો જાય છે. શેષ ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવર્તી, ૯ વાસુદેવ-બળદેવ-પ્રતિવાસુદેવાદિ શલાકા પુરુષો જન્મે છે. ચોથા આરાના અંતે જ્યારે આયુ શરીર આદિ ક્રમસર હાનિ પામતું જાય છે ત્યારે ૩ વર્ષ ૮ માસ બાકી રહેતાં છેલ્લા તીર્થકરનું નિર્વાણ થાય છે અને દુ:ખરૂપ આ આરો પૂર્ણ થતાં પાંચમો આરો બેસે છે. IF (૫) દુષમ આરોઃ (૨૧,000 વર્ષ) શરીર પ્રમાણ શરૂઆતમાં ૭ હાથ જેટલું, આયુષ્ય-૧૩૦ વર્ષ જેટલું ક્ષણે-ક્ષણે હીન થતું આરાના અંતે માત્ર ૨ હાથ જેટલું શરીર તેમજ ૨૦વર્ષ જેટલું આયુષ્ય બાકી રહેશે. જેમાં ચરમ તીર્થકરનું શાસન ચાલે છે. લોકોમાં કષાયો, કામ-આસક્તિ વગેરેની વૃદ્ધિ થતી જાય, સંઘર્ષો વધશે, શહેરો ગામડાં જેવાં, ગામડાં સ્મશાન જેવાં, કુલીન સ્ત્રીઓ આચારહીન વેશ્યા જેવી થશે. સુકુળોમાં ઉત્પન્ન થયેલા દાસપણું કરશે, હીન કુળ ઉત્પન્ન થયેલા રાજા જેવા ધર્મરસિક અને સાધક બનશે, રાજાઓ યમ જેવા દૂર થશે. વિનય-મર્યાદાની હાનિ, ગુણીજનોની નિંદા, ક્ષુદ્ર જીવોની અધિક ઉત્પત્તિ તેમજ દુષ્કાળ ઘણા પડશે, લોકો લોભ-લાલચુ બનશે, હિંસા વધશે, કુતીથી-મિથ્થામતિઓનું જોર વધશે, દેવતાઓ પ્રત્યક્ષ ન થશે, વિદ્યા-યંત્ર-ઔષધિઓ પ્રભાવહીન બનશે. ઘી-દૂધ-ધાન્ય-વનસ્પતિ વગેરે સાર તત્ત્વો સારહીન બનતાં જાશે, પાખંડીઓ પૂજાશે, સંયમીઓ સદાશે, ધર્મ-સરળ-સુશીલ વ્યક્તિઓ ઓછા મળશે, કપટી-દંભીનું જોર વધશે વગેરે અનેક પ્રકારનાં દુષણો ફૂલે ફાલશે... આમ કષ્ટમય રીતે આ આરો પૂરો થશે... ત્યાં છઠ્ઠો આરો આવશે..
- ૨૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org