________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
૧. જૈન માન્યતાનુસારે લોકવન... જ અનંત આકાશની ઠીક વચ્ચે આપણો આ લોક આવેલો છે. તે નીચેથી વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર મૃદંગ જેવો છે. આ લોકનો સંસ્થાન (આકાર) પોતાના બન્ને પગ પહોળા કરી અને પોતાના બન્ને હાથોને પોતાની કમરના પ્રદેશો ઉપર રાખી ગોળ ગોળ ફૂદડી ફરતા માણસના જેવો છે. અથવા ઊંધા મૂકેલા એક મોટા શરાવના સંપુટભાગ પર એક નાનું શરાવ સંપુટ મૂક્યું હોય એવા આકારવાળો આ લોક છે. પુરુષાકાર રૂપ લોકમાં કટિના નીચેના ભાગને અધોલોક, કટિના ઉપરના ભાગને ઊર્ધ્વલોક અને કટિ સ્થાનીય ભાગને મધ્યલોક કહેવાય છે. આવા પ્રકારના ત્રણ વિભાગવાળા લોકને “લોકાકાશ” કહેવાય છે કેમ કે આની અંદર જ (લોકાકાશમાં જ) ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાયજીવાસ્તિકાય-પુદ્ગલાસ્તિકાય અને કાળ રૂપ છ દ્રવ્યો છે અને આ લોકાકાશની ચારે બાજુ પ્રાપ્ત થતા અનંત આકાશને “અલોકાકાશ” કહેવાય છે કેમ કે આ અલોકાકાશમાં એક માત્ર આકાશાસ્તિકાય સિવાય અન્ય કોઇપણ ચેતન કે જડ દ્રવ્યો નથી.
(૧-૧). સામાન્યથી લોક સ્વરૂપ ફ્રિ આ લોકાકાશની ઊંચાઈ ૧૪ રાજલોક પ્રમાણ છે તેમજ અપોલોકની સહુથી નીચેનો ભાગ સાત (૭) રાજલોક પહોળો છે અને ક્રમપૂર્વક ક્ષય થતો કટિસ્થાનીય મધ્યભાગ એક (૧) રાજલોક પહોળો છે અને એના ઉપર અનુક્રમે વધતાં બન્ને હાથોની કોણીના સ્થાન પર ઊર્ધ્વલોક... પાંચ (૫) રાજલોક પહોળો છે અને પુનઃ ક્રમપૂર્વક ક્ષય થતો મસ્તકસ્થાનીય લોકનો અગ્રભાગ એક (૧) રાજલોક પહોળો છે.
(૧-૨). અધોલોક.. #િ કટિસ્થાનીય ઝાલરના સમાન આકારવાળા મધ્યલોકની નીચે ૭ પૃથ્વીઓ છે... ઘમ્મા, વંશા, સેલા, અંજના, વિષ્ટા, મધા અને માધવતી નામક આ ૭ પૃથ્વીઓ... રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તેમસ્તમઃપ્રભા... ગોત્ર નામે ઓળખાય છે. આ ૭ નરકોમાં સર્વ પ્રથમ રત્નપ્રભા નરકના ત્રણ વિભાગ છે. (૧) બરકાંડ, (૨) પંકકાંડ, (૩) અપૂબહુલકાંડ... આમાં ખરકાંડ ૧૬,૦૦૦ યોજન, પંકકાંડ ૮૪,000 યોજન અને અપૂબહુલકાંડ ૮૦,૦૦૦ યોજન પ્રમાણ ઊંચાઈવાળો છે એ પ્રમાણે સર્વમળી રત્નપ્રભા પૃથ્વીનું ૧,૮૦,૦૦૦યોજન પ્રમાણ ઊંચાઈ છે. રત્નપ્રભા પૃથ્વીને વીંટળાયેલા ઘનોદધિ-ઘનવાત-તનવાત પછી નીચે અસંખ્ય યોજન આકાશ ગયા બાદ બીજી શર્કરા પ્રભા નામક પૃથ્વી આવે છે. જે ૧,૩૨,૦૦૦યોજન પ્રમાણ છે. ત્યારપછી તેના પૂર્વોક્ત ૩ વલય (ઘનોદધિ વગેરે) નીચે અસંખ્યાત યોજન આકાશ પછી ત્રીજી વાલુકાપ્રભા નામે પૃથ્વી ૧,૨૮,૦૦૦ યોજન પ્રમાણ છે. આ રીતે ત્યાર પછી નીચે ચોથી પંકપ્રભા નામે પૃથ્વી - ૧,૨૦,૦૦૦ યોજન પ્રમાણ, પછી નીચે પાંચમી ધૂમપ્રભા નામે પૃથ્વી ૧,૧૮,000 યોજન પ્રમાણ અને ત્યાર પછી છઠ્ઠી ત:પ્રભા નામક પૃથ્વી ૧,૧૬,૦૦૦યોજન પ્રમાણ અને સૌથી નીચે છેલ્લે સાતમી તમસ્તમપ્રભા નામક પૃથ્વી ૧,૦૮,૦૦૦
- ૨૫૩)
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org