________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
દ્વીપના ઠીક મધ્યભાગમાં મનુષ્ય લોકની દીવાલ સમો માતુષોત્તર પર્વત આવે છે. તેનાથી આ દ્વીપના ૮-૮ લાખ યોજન પ્રમાણવાળા ૨ વિભાગ પડી જાય છે. એટલે હવે આ જંબૂનો-૧, લવણના-૨, ધાતકીના-૪, કાળોદધિના-૮ અને અત્યંતર. પુષ્કરાર્ધના ૮ મળી કુલ ૪૫ લાખ યોજન પ્રમાણ ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર અથવા સમયક્ષેત્ર પણ કહેવાય છે. કારણ કે આ ૪૫ લાખ યોજન ક્ષેત્રોમાં જ મનુષ્યોના જન્મ અને મરણાદિ થાય છે. તેમજ દિવસ-રાત્રિ વગે૨ે કાળનો વ્યવહાર પણ માત્ર આ અઢીદ્વીપમાં જ થાય છે. હવે આ માનુષોત્તર પર્વતના પરવર્તી ( બાહ્ય) પુષ્કરવરાર્ધ દ્વીપમાં તેમજ તેનાથી આગળ અસંખ્યાત દ્વીપ સમુદ્રોમાં વૈક્રિયલબ્ધિ સંપન્ન અથવા ચારણમુનિ ભગવંતો આદિ સિવાય અન્ય સામાન્ય મનુષ્યોનું આવાગમન થતું નથી. (દેવાદિની સહાયતાથી સામાન્ય માણસ પણ જઇ શકે છે...) (પરંતુ દિગમ્બર માન્યતાનુસારે તો આ અઢીદ્વીપની બહાર ઋદ્ધિ સંપન્ન મનુષ્યો પણ જઇ શકતા નથી.)
પુષ્કરવરદ્વીપને ચારે તરફથી ઘેરીને રહેલો અને તેનાથી દ્વિગુણ વિસ્તારવાળો (૩૨ લાખ યોજન) પુષ્કરવરોદધિ સમુદ્ર આવેલો છે. ત્યાર પછી આગળના દ્વીપ-સમુદ્રો અનુક્રમે એક બીજાને પૂર્વોક્ત રીતિએ ઘેરીને રહેલા તેમજ દ્વિ-દ્વિ ગુણ વિસ્તારવાળા અનુક્રમે... વારુણીવર, ક્ષીરવર, કૃતવર, ઇક્ષુવર, નંદીશ્વરાદિ દ્વીપ-સમુદ્રો તેમજ ત્યાર પછી ત્રિપ્રત્યાવતારપૂર્વક અસંખ્ય દ્વીપ સમુદ્રો અને અંતે અસંખ્ય યોજન. . . વિસ્તૃત... સ્વયમ્ભરમણ સમુદ્ર છે. આ અસંખ્યાત દ્વીપ-સમુદ્રોવાળા મધ્યલોકના મધ્યભાગમાં ૧ લાખ યોજન વિસ્તૃત જંબૂદ્વીપ છે અને એ જંબુદ્વીપના પણ મધ્યભાગમાં મૂળમાં ૧૦,૦૦૦ યોજન વિસ્તારવાળો અને ૧ લાખ યોજન ઊંચો મેરુ પર્વત આવેલો છે. આ મેરુ પર્વતની ઉત્તર દિશામાં રહેલા ઉત્તરકુરુ ક્ષેત્રમાં એક અનાદિનિધન પાર્થિવ (પૃથ્વીકાયમય) જંબૂવૃક્ષ છે અને તેના નિમિત્તથી જ આ દ્વીપનું નામ જંબૂદ્વીપ પાડવામાં આવેલું છે. આ દ્વીપને વિભાજન કરવાવાળા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા એવા ૬ વર્ષધર પર્વતો છે. જેના નામો અનુક્રમે-હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુક્િમ અને શિખરી છે. આ વર્ષધર પર્વતોથી વિભક્ત થવાના કારણે જંબૂદ્વીપના ૭ વિભાગ પડી જાય છે. જેનાં નામો દક્ષિણ દિશાથી આ પ્રમાણે જાણવા
ભરત, હૈમવંત, રિવર્ષ, મહાવિદેહ, રમ્યક્, હૈરણ્યવંત અને ઐરાવત. આ સાત ક્ષેત્રોને વર્ષથી પણ ઓળખાય છે. જેમ કે ભરત વર્ષ વગેરે આ ૭ ક્ષેત્રોમાં જે મહાવિદેહ ક્ષેત્ર છે તેના મધ્યમાં મેરુ પર્વત આવેલ છે. આ મેરુ પર્વતથી દક્ષિણ ભાગમાં ભરતાદિ ત્રણ ક્ષેત્રો રહેલાં છે અને ઉત્તર ભાગમાં રમ્યક્ આદિ ૩ ક્ષેત્રો રહેલાં છે.
(૧-૪). કર્મભૂમિ/અકર્મભૂમિ
ઉપર્યુક્ત ૭ ક્ષેત્રોમાંથી ભરત, ઐવત અને મહાવિદેહક્ષેત્રને (દેવકુરુ-ઉત્તરકુરુને છોડીને) કર્મભૂમિ કહેવાય છે. કેમ કે, આ ત્રણ ક્ષેત્રના મનુષ્યો જ અસિ-મસિ અને કૃષિ આદિ કરવા દ્વારા સ્વ જીવન નિર્વાહ કરે છે તેમજ અહીંના મનુષ્યો અને તિર્યંચો સ્વ-સ્વ કર્માનુસારે નરક તિર્યંચાદિ ચારે ગતિઓમાં ઉત્પન્ન થાય છે તથા અહીંના મનુષ્યો સ્વપુરુષાર્થાનુસારે સર્વ કર્મનો ક્ષય કરી યાવત્ મોક્ષમાં પણ જાય છે. અને આ કર્મભૂમિઓમાં જ ૬૩ શલાકાપુરુષોની ઉત્પત્તિ થાય છે. ઉક્ત કર્મભૂમિ સિવાયની શેષને (એટલે હૈમવંત, હરિવર્ષ, રમ્યક્, હિરણ્યવંત, દેવકુરુ અને ઉત્તરકુરુ) અકર્મભૂમિ અથવા ભોગભૂમિ પણ કહેવાય
૨૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org