________________
જૈન કોસ્મોલોજી---------
———————પ્રકીર્ષક
અષ્ટાપદજી મહાતીર્થ વિષે જાણવા જેવું...
107
ઘણીવાર આપણે શાસ્ત્રોમાં અષ્ટાપદજીનું નામ સાંભળીએ છીએ. સિદ્ધગિરિ-રાણકપુર-કપડવંજ-અમદાવાદાદિ અનેક સ્થળે રહેલ અષ્ટાપદજીનાં દર્શન કરતાં એ તીર્થ કયાં હશે? શું વિચ્છેદ થઈ ગયું હશે? આવી જિજ્ઞાસા સહજ થાય છે. કોઈ આ તીર્થ હિમાલયમાં કહે છે તો કોઈ હરિદ્વાર તીર્થ પાસે કહે છે, તો કોઈ ઉત્તર ધ્રુવની પેલે પાર કહે છે. ખરેખર તો જૈન ધર્મનાં પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવજી ભગવાનનું નિર્વાણ શ્રી અષ્ટાપદજી મહાતીર્થ ઉપર થયું હતું. પ્રભુ ઋષભદેવ ભગવાન માઘ માસનાં કૃષ્ણ પક્ષની તેરસે અષ્ટાપદગિરિ ઉપરથી મોક્ષે ગયા હતા. ઋષભદેવ ભગવાનનાં નશ્વર દેહનો જયાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો, તે પાવનભૂમિ ઉપર ચક્રવર્તી ભરત મહારાજાએ ત્રણ ગાઉ ઊંચાઈવાળો સિંહનિષદ્યા નામનો પ્રાસાદ રત્નમય પાષાણથી બનાવડાવ્યો હતો. તેની ચારે તરફ પ્રભુનાં સમવસરણની જેમ સ્ફટિકરત્નનાં ૪ દ્વાર પણ બનાવડાવ્યાં હતાં. આ ચૈત્યમાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ ઉપરાંત પોતાના ૯૯ ભાઈઓની દિવ્ય રત્નમય મૂર્તિઓ પણ પધરાવી હતી. આ ઉપરાંત પ્રભુની સેવા કરતી પોતાની પણ એક પ્રતિમા અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપિત કરી હતી. આ અષ્ટાપદજી તીર્થ ભરત ચક્રવર્તી દ્વારા ત્રીજા આરામાં નિર્માણ કરાવેલ અને જ્યાં ૨૪ તીર્થંકર પ્રભુજીની સ્વ-સ્વ અંગ
મિનાસાએ શોભતી રત્નોની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવેલ અને જ્યાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રભુના પ્રથમ પુત્રે અષ્ટ એટલે આઠ અને પદ એટલે પગથિયાં (આઠ પગથિયાં છે જેને તે) આવા આ અષ્ટાપદ નામે તીર્થનું નિર્માણ કરાવ્યું હતું. એક પગથિયું ૪ ગાઉનું (૧ યોજન), એટલે ૮ પગથિયાં – ૮૪૪ = ૩૨ ગાઉ ઊંચાઈવાળા, એક ગાઉ એટલે સામાન્યથી ૨૩ માઈલ ગણીએ તો ૩૨ x ૨ = ૭૨ માઈલ ને એક માઈલનું શિખર ૭૨ + ૧ = ૭૩ માઈલ ઊંચું આ તીર્થ છે. જયાં પ્રથમ તીર્થકર આદિનાથ દાદાનું નિર્વાણ થયું છે. જયાં રાજા રાવણે વીણા વગાડી તીર્થકર નામકર્મ બાંધ્યું તેમજ પ્રભુવીરના પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ સ્વલબ્ધિથી યાત્રા કરી મોક્ષ ગમનનાં સંદેહને દૂર કરી ૧૫OO તાપસીને પ્રતિબોધ કર્યો ઈત્યાદિ... આવા પવિત્ર તીર્થ અંગે કેવળજ્ઞાની પ્રભુના કાળમાં જેઓશ્રી સ્વયં મોજૂદ હતા તે પૂ. સંઘદાસગણી મહારાજા વસુદેવહિંડી નામના ગ્રંથમાં જણાવે છે કે... દેવયં પુ છાત ગાયયui સિન્સિસ ? તો તેમાં સમન્વેપ મયં નાવ રૂમ ૩ufa મે ક્રેત નિગvi અંતિ, સુયં | આ શાસ્ત્ર વાક્ય પ્રમાણે આ અવસર્પિણીનાં બાકીનાં ૩૯ હજાર વર્ષ પછી પણ ઉત્સર્પિણી કાળ સુધી આ અષ્ટાપદજી તીર્થ તીર્થરુપે બિરાજતું હશે... એટલે આ તીર્થનો વિચ્છેદ નથી થયો... એ વાત તો શંકા વગરની
છે...
આ તીર્થ ભરત ચક્રવર્તીની નગરી વિનીતા (અયોધ્યા) નગરીથી ૧૨ યોજન દૂર છે એટલે ૧ યોજન=૪ ગાઉ તેના માઈલ કરવા ૨ થી ગુણીએ ૪૮ ૪૨ = ૧૦૮ માઈલ થયા. જો ૨ માઈલ ગણીએ તો ૯૬ માઈલ થાય છે. પ્રભુ ઋષભદેવનું નિર્વાણ સાંભળી પગરખાં પહેર્યા વિના ભરત ચક્રી અષ્ટાપદજી ગયેલ હતા. એટલે અષ્ટાપદજી અયોધ્યાથી ખૂબ જ નજીક છે. ભરત ચક્રીની ૫OOધનુષ્યની કાયા હતી એટલે તેમના માટે આ સરળ હતું...
હવે મુદ્દાની વાત..... વિશ્વરચનાપ્રબંધ પાના નં. ૧૧૦પૂ. ત્રિપુટી મ. સા. આગમશાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવે છે કે અષ્ટાપદજી દક્ષિણ ભરતાર્થે મધ્ય કેન્દ્રમાં વૈતાઢ્યથી દક્ષિણમાં ૧૧૪ યોજન ૧૧ કલા અને લવણ સમુદ્રથી ઉત્તરમાં ૧૧૪ યોજન ૧૧ કલા (અહીં ૧ યોજન=૩૬OO માઈલ તથા ૧ કલા=૧૮૯ માઈલ ૪ ફર્લાગ) ઉપર છે. તે સ્થાને શાશ્વતો સાથીયો છે. ઋષભદેવ પ્રભુના વખતમાં ઇન્દ્ર મહારાજે કુબેરદેવ દ્વારા યોજન પહોળી ૧૨ યોજન લાંબી અયોધ્યાનું નિર્માણ કરાવ્યું એટલે અયોધ્યા દક્ષિણ ભરતક્ષેત્રના બરાબર મધ્યભાગે જયાંથી ઉત્તરમાં વૈતાદ્ય પર્વત ૧૧૪ યોજન ૧૧ કલા=૪, ૧૨,૫૮૩ માઈલ અને દક્ષિણમાં લવણ સમુદ્ર પણ ૧૧૪ યોજન ૧૧ કલા=૪,૧૨,૫૮૩ માઈલ દૂર છે. વળી, કવિરાજ શ્રી દીપવિજયજી મ. પણ શ્રી અષ્ટાપદજીની પૂજાની પ્રથમ ઢાળમાં ૧૧મી ગાથામાં કહે છે, “આશરે એક લાખ ઊપર રે, ગાઉ પંચાશી હજાર રે મનવસીયા, સિદ્ધિગિરિથી છે વેગલો રે, અષ્ટાપદ જયકાર રે ગુણરસિયાll૧૧” અર્થાત્ ગાથા મુજબ શ્રી સિદ્ધગિરિ મહાતીર્થથી શ્રી અષ્ટાપજી મહાતીર્થ ૧ લાખ ૮૫ હજાર ગાઉ દૂર છે. અહીં ૧ યોજન બરાબર ૧,૬OO ગાઉ અથવા ૩, ૬OO માઈલનું અંતર ગણવામાં આવે છે.
૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org