________________
જૈન કોસ્મોલોજી
-------.._પ્રકીર્ણક
શું તમને ખબર છે ભૂકંપ શા કારણે આવે છે ?
If તો ચાલો મિત્રો ! આજે એક નજર શાસ્ત્રોની દષ્ટિએ આ તરફ પણ જોઈ લઈએ.. ઠાણાંગ સૂત્ર (સ્થાનાંગ સૂત્ર) - તૃતીય અધ્યાય - ચોથો ઉદ્દેશો અને સૂત્ર નંબર-૧૯૮..માં પૃથ્વી ઊપર ભૂકંપ થવાનાં મુખ્ય ૨ પ્રકાર બતાવવામાં આવ્યા છે. (૧) દેશથી ભૂકંપ (ઓછા ઝાટકા રૂપે...) (૨) સર્વથી ભૂકંપ (સર્વનાશ-તબાહિ રૂપે). વળી, આ દેશ ભૂકંપ અને સર્વ ભૂકંપ પણ ૩-૩ પ્રકારોથી બતાવવામાં આવ્યા છે. એટલે આ ૩ કારણો ઉપસ્થિત થાય તો દેશ ભૂકંપ થાય... અને ૩ કારણો ઉપસ્થિત થાય તો સર્વ ભૂકંપ થાય'...
દેશ-ભૂકંપ થવાનાં ૩ કારણોમાં પ્રથમ કારણ... આ રત્નપ્રભા પૃથ્વીની નીચે મહાન પુદ્ગલો (મોટા પત્થરાદિ) વિગ્નસા પરિણામથી (સ્વાભાવિક રીતે) ઉપરથી પડે ત્યારે તે મોટા પુદ્ગલો પડતાં થકાં પૃથ્વીનો દેશ (કાંઈક ભાગ) ચલાયમાન થાય છે. ૪િ દેશ ભૂકંપ થવાનાં ૩ કારણોમાં દ્વિતીય કારણ.. મહોરગ નામનો વ્યંતર જાતિનો દેવ વિશેષ મોટી ઋદ્ધિવાળો – મહા ઐશ્વર્યવાળો એવો દેવ અહંકારથી આ રત્નપ્રભા પૃથ્વીના ભાગથી નીચે ઊપર જવા રૂપ કે નીચે આવવા રૂપ (જેમકે ચમરેન્દ્ર અભિમાનથી ૧ લાખ યોજનાનું રૂપ વિકુવી ઊંચે સૌધર્મદેવલોક પ્રત્યે ગમન કર્યું તેવી રીતે જાણવું..) કરતો થકો આ પૃથ્વીનો દેશ (કાંઈક ભાગ) ચલાયમાન થાય છે. જ દેશ ભૂકંપ થવાનાં ૩ કારણોમાં તૃતીય કારણ. નાગકુમાર અને સુવર્ણકુમારનો સુપર્ણકુમાર - જે ભવનપતિની જાતિવાળા દેવ વિશેષ...) જ્યારે પરસ્પર સંગ્રામ હોતે છતે પૃથ્વીનો દેશ (કાંઈક ભાગ) ચલાયમાન થાય છે. જ સર્વભૂકંપનાં ૩ કારણોમાં પ્રથમ કારણ... આ રત્નપ્રભા પૃથ્વીની નીચે સર્વપ્રથમ ઘનવાયુ (ધનવાત) યુભિત થાય છે અને તે ઘનવાયુ શુભિત થતાં તેનાં ઉપર રહેલ ઘનોદધિને શુભિત કરે છે અને તે ઘનોદધિ સુભિત (કંપાયમાન) થતાં સર્વ પૃથ્વી કંપિત થાય... તેથી સંપૂર્ણ પૃથ્વી ઉપર ભૂકંપનો અનુભવ થાય. ૐિ સર્વભૂકંપનાં ૩ કારણોમાં દ્વિતીય કારણ... કોઈ ઋદ્ધિમાન - મહા ઐશ્વર્યશાળી એવો દેવ તેવા પ્રકારે કોઈ સાધુ (શ્રમણ) વગેરેને પોતાની ઋદ્ધિ (પરિવારાદિ રૂપ...) ઘુતિ (શરીરાદિની કાંતિ), યશ (પરાક્રમથી કરાયેલ ખ્યાતિ રૂપ), બળ (શરીરનું), વીર્ય (જીવથી ઉત્પન્ન થયેલ જીવની શક્તિ વિશેષ..) અને પુરુષાર્થ (પરાક્રમ = અભિમાન સહિત વ્યવસાય અને નિષ્પન્ન ફળવાળું જે અભિમાન રૂપ...) આદિ દેખાડવા માટે સંપૂર્ણ પૃથ્વીને કંપાયમાન કરે... ત્યારે સર્વ પૃથ્વી ઉપર ભૂકંપનો અનુભવ થાય છે.
જ સર્વ ભૂકંપનાં ૩ કારણોમાં તૃતીય કારણ... જયોતિષ નિકાયનાં ઉપર રહેલા જે કલ્પપપન્ન દેવો (એટલે ૧ થી લઈ ૧૨ દેવલોક સુધીના) અને તેમની સાથે ભવનપતિ કે વ્યંતર જાતિવાળા દેવોનું (અસુરોનું) જયારે પરસ્પર ભયંકર યુદ્ધાદિ વર્તતો હોય ત્યારે આ પૃથ્વી સર્વ રીતે કંપાયમાન થતાં ભૂકંપનો અનુભવ
કરે છે.
૨૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org