________________
જૈન કોસ્મોલોજી
------
૨૫૦
PLEASE ONE MINUTE...... પરમપૂજ્ય વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજે કહ્યું છે કે (૧) રાગ, (૨) દ્વેષ અને (૩) મોહ ... આ ત્રણ કારણોથી અસત્ય બોલાય છે, પણ સર્વજ્ઞ પરમાત્મામાં તો આ ત્રણમાંથી એકેય કારણનું અસ્તિત્વ નથી. એટલે પરમાત્માનું એકેક વચન સો ટચના સોના જેવું શુદ્ધ, સત્ય અને યથાર્થ છે, તર્કની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ છે, પૂર્વાપર અબાધિત અને પ્રમાણ-નયથી પરિપૂર્ણ છે.
એટલે જ તાર્કિક પુરુષોનો ઉદ્ગાર છે કે ... ‘“તમેવ સભ્રં નિસ્યં ખં નિર્દિ પવય ...’' અર્થાત્ તે જ નિઃશંકપણે સાચું છે, જે શ્રી સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલ છે અને એટલે જ અન્ય તમામધર્મો કરતાં સર્વજ્ઞ કથિત ધર્મની મહત્ત્વતા અને શિરમોરતા છે.
તે સર્વજ્ઞ ભગવંતનાં વચનોનો રસાસ્વાદ માણવાનો અને તેના પર ઓવારી જવાનો એક સુંદર ઉપાય એટલે જ ‘જાણવા જેવી ભૂમિકા” - આ ભૂમિકામાં સર્વજ્ઞ પરમાત્માએ બતાવેલા અનેક અદ્ભુત પદાર્થોનો સુંદર સંગ્રહ છે.... તે ઉપરાંત ....
- અનેક ધર્મો સાથે તુલના
* અનેક ધર્મોના વિવિધ મંતવ્યોનું સુંદર નિરૂપણ કેટલાક ધર્મોની તર્કબદ્ધ સમીક્ષા
* પૃથ્વી ગોળ નથી તેની સિદ્ધિ માટેના સચોટતર્કો .... * અનેક ગ્રંથોના સાક્ષી પાઠો સહિત પદાર્થ નિર્દેશ * વિવિધ પદાર્થોની સુંદર છણાવટ... ઇત્યાદિ
આવી અનેકાનેક વિશેષતાઓથી સભર પ્રસ્તુત ભૂમિકાનું સૌંદર્ય ... જિજ્ઞાસુઓને આહ્વાદિત કરી મૂકશે . અને સર્વજ્ઞ પરમાત્માના આવાં અતીન્દ્રિય પદાર્થ વિષયક જ્ઞાન પર ફીદા કરી મૂકશે .... કરવો છે તેવો અનુભવ ! તો તો આજે અને અત્યારથીજ વાંચો .... ‘જાણવા જેવી ભૂમિકા’”ના એકેક વિષયો એનિર્મલ પદાર્થોના જ્ઞાનથી, મન પણ નિર્મલ થઈને જ રહેશે . તો ચાલો ! હવે જઈએ એ ભૂમિકાની સફરે
....
Jain Education International
For Private & Personal Use Only
જાણવા જેવું
www.jainelibrary.org