________________
---------મકર્ષક
જૈન કોસ્મોલોજી---------- निगोहना गोणानुं स्व३५
92) [ गोला य असंखिज्जा, अस्संखनिगोअओ हवइ गोलो । एक्केकम्मि निगोए, अणंतजीवा मुणेयव्वा ॥
(નિઃ પશિl - ૨૨) IS સમગ્ર લોકાકાશમાં ગોળાઓ ભરેલા હોવાથી નિગોદના સર્વ ગોળા અસંખ્યાત છે. એક-એક નિગોદના ગોળામાં નિગોદીયા જીવનાં સાધારણ શરીરો અસંખ્યાત હોય છે. (સમાવગાહી અસંખ્ય નિગોદોનું નામ જ ગોળો છે.) વળી, એક-એક નિગોદમાં જ્ઞાની મહર્ષિઓએ અનંત અનંત જીવો કહેલા છે. આ એક-એક નિગોદાશ્રયી જીવો ત્રણે કાળના સિદ્ધના જીવોથી અનંતગુણ આજે છે અને અનંતકાળ ગયે છતે પણ અનંતગુણ જ રહેવાના છે, માટે જ કહેવાયું છે... “નાડુ હોટું પુછી, નિપISH Tifમ સત્તાં તરૂ રૂલ્સ ય નિયમ્સ, તમાTI આ સિદ્ધિ-ગો II” (Tથા સહસ્ત્રી-ર૩૬) એથી જ કહ્યું છે કે “ટે ન રાશી નમોઃ સ્ત્રી, વઢે ને સિદ્ધ અનંત ” પુદ્ગલોથી જેમ લોક વ્યાપ્ત છે, તેમ જીવોથી પણ આ લોક સર્વત્ર વ્યાપ્ત છે અર્થાત્ નિગોદાદિ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો અંજનચૂર્ણથી ભરેલી દાબડીની જેમ ઠાંસી ઠાંસીને લોકમાં સર્વત્ર રહેલા છે. તે સૂક્ષ્મ જીવોનો મનુષ્યાદિના હલન-ચલનથી, શસ્ત્રાદિકથી, અગ્નિથી પણ નાશ થતો નથી. આ જીવો કોઈપણ કાર્યમાં અનુપયોગી અને શસ્ત્રાદિકના ઘાતથી અવિનાશી, ચર્મચક્ષુથી અદૃશ્ય હોવાથી “સૂક્ષ્મ” કહેવાય છે. તેથી વિપરીત લક્ષણવાળા જીવો “બાદર” કહેવાય છે. If આ નિગોદના જીવો ૨ પ્રકારના છે: (૧) સાંવ્યવહારિક, (૨) અસાંવ્યવહારિકર, જે જીવો અનાદિ સૂક્ષ્મ નિગોદથી એકવાર પણ નીકળીને શેષ સૂક્ષ્મ-બાદર પૃથ્યાદિ જીવોમાં ઉત્પન્ન થતાં દષ્ટિપથમાં આવે છે ત્યાં તે પૃથ્યાદિ વિવિધ નામના વ્યવહાર (અનાદિકાળથી “સૂક્ષ્મ નિગોદ” તરીકેનું સૂક્ષ્મપણું ટાળી અન્ય નામથી વ્યવહાર થવો તે)ના યોગથી “સાંવ્યવહારિક” ગણાય છે. વળી, સાંવ્યવહારિક તરીકેની છાપને પામેલા જીવો દુર્ભાગ્યતાના યોગે પુનઃ નિગોદમાં જાય તો પણ એકવાર વ્યવહારમાં આવી ગયેલા હોવાથી ત્યાં પણ તેનો વ્યવહાર સાંવ્યવહારિક તરીકે જ ગણાય છે. હવે અસાંવ્યવહારિક તે કહેવાય કે જે જીવો અનાદિકાલથી ગુફામાં જન્મ્યા અને ગુફામાં મૃત્યુ પામ્યાની પેઠે સૂક્ષ્મ નિગોદમાં ને સૂક્ષ્મ નિગોદમાં જ રહેલા છે, કદાપિ બહાર નીકળીને બાદરપણું કે ત્રપણું પામ્યા નથી (મતાંતરે-કદાપિ સૂમ નિગોદ વર્જીને અન્ય પૃથ્યાદિ સૂક્ષ્મ કે બાદરના વ્યવહારમાં નથી આવ્યા તે...) I૪ જેટલા જીવો સાંવ્યવહારિક રાશીમાંથી મોક્ષે જાય તેટલા જ જીવો અસાંવ્યવહારિક રાશીમાંથી નીકળીને સાંવ્યવહારિક રાશીમાં આવે છે.જેથી વ્યવહાર રાશી હંમેશાં સરખી રહે. જ્યારે અસાંવ્યવહાર રાશી હંમેશાં ઘટતી રહે. (પરંતુ કદાપિ અનંત મટીને અસંખ્ય તો ન જ થાય) આ નિગોદમાં ભવ્ય તથા અભવ્ય જીવો સદાકાળ અનંતાનંત જ હોય છે અને એવા પણ અનંત ભવ્ય જીવો (જાતિભવ્યજીવો) છે કે જે ક્યારે પણ મોક્ષાનુકૂલ સામગ્રી પામવાના નથી અને તેથી મુક્તિમાં પણ જવાના નથી... “નિગોદ” એટલે અનંતા જીવોનું સાધારણ એક શરીર. જે સ્તિબુકાકારે પાણીના પરપોટા) સરખું છે. આ નિગોદમાં વર્તતા જીવો સમકાળે ઉત્પન્ન થનારા હોય છે. અનંત જીવોની શરીર રચના, શ્વાસોશ્વાસઆહારાદિ યોગ્ય પુદગલોનું ગ્રહણ-વિસર્જન વગેરે એકી સાથે જ સમકાળે હોય છે ને એથી જ સાધારણ (સરખી સ્થિતિવાળા) તરીકે ઓળખાય છે. આપણો પણ આ અનાદિ નિગોદમાં અનંત કાળ ગયો છે એમ જાણવું. * નિગોદના જીવોની ભવગણતરી: ૧ મિનિટમાં ૧,૩૪૬ ભવ કરે, ૪૮ મિંટમાં-૫,૧૩૬ ભવ કરે, ૧ દિવસમાં-૧૯,૬૬,૦૮૦ ભવ કરે. ૧ મંહનામાં-૫,૮૯,૮૨,૪૦૦ ભવ કરે. ૧ વર્ષમાં-૭૦,૭૭,૮૮,૭૦૦ ભવ કરે. ૧ મિઠાઠ = ૬૦ સેકન્ડ. ૪૮ મિનિટ = ૨,૮૮૦ સેકડ, ૧ સેકન્ડ = ૧ ભવ કરે તો ૪૮ મિનિટમાં ૨,૮૮૦ ભવ થાય. ૧ સેકન્ડમાં ૧૦ ભવ કરે, તો ૪૮ મિનિટમાં ૨૮,૮૮૦ ભવ થાય. ૧ સેકન્ડમાં ૨૦ ભવ કરે તો ૪૮ મિનિટમાં પ૭,૬૦૦ ભવ થાય. ૧ સેકન્ડમાં ૨૨ ભવ કરે તો ૪૮ મિનિટમાં ૬૩,૩૬૦ ભવ થાય છતાં ૨,૧૭૬ ભવ બાકી રહે તો તે માટે ત્રેવીસમો ભવ પ્રાયઃ ૭૭% જેટલો પૂર્ણ કરે છે.
ન ૨૦૯) For Private & Personal Use Only
www.jainelibrary.org
**
Jain Education International