________________
જૈન કોસ્મોલોજી
———
કેવલી સમુદ્ઘાત
રુ શાસ્ત્રોમાં સમુદ્ધાતના ૭ પ્રકાર બતાવવામાં આવ્યા છે ઃ (૧) વેદના સમુદ્દાત (૨) કષાય સમુદ્દાત (૩) મરણ સમુદ્દાત (૪) વૈક્રિય સમુદ્દાત (૫) આહારક સમુદ્દાત (૬) તૈજસ સમુદ્દાત અને (૭) કેવલી સમુદ્ાત'.
આમાં ૧ થી ૬ છાદ્મસ્થિક સમુદ્દાત જાણવા અર્થાત્ છદ્મસ્થો દ્વારા કરાતા સમુદ્દાત, અને ૭મો કેવલજ્ઞાની ભગવંત દ્વારા કરાતો કેવલી સમુદ્દાત જાણવો. તેમજ પ્રથમના ૧ થી ૬ સમુદ્દાત અંતર્મુહૂર્ત પ્રમાણવાળા હોય છે. જ્યારે કેવલી સમુદ્દાત માત્ર ૮ સમયના પ્રમાણવાળો હોય છે... જેની વિશેષ હકીકતો નીચે પ્રમાણે જાણવી
પ્રકીર્ણક
102
r કેવલી ભગવંતોનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ શેષ રહે ત્યારે જો આયુષ્યકર્મ કરતાં વેદનીય આદિ ત્રણ અઘાતિ એટલે વેદનીય-નામ-ગોત્ર કર્મોની સ્થિતિ સત્તા અધિક હોય તો તેને આયુષ્ય કર્મની સ્થિતિ સત્તા સમાન કરવા માટે કેવલી ભગવંતો કેવલી સમુદ્દાત કરે છે.
૬
૪ (મતાંતર ઃ આવશ્યક ચૂર્ણિના અભિપ્રાયે આયુષ્યકર્મ અંતર્મુહૂર્તથી માંડીને ૬ મહિના પર્યંત શેષ રહે ત્યારે જે મહાત્માઓએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તે મહાત્માઓ નિયમા સમુદ્દાત કરે છે. શેષ મહાત્માઓ વિકલ્પે કરે છે.)
* સમુદ્ધાતની પ્રક્રિયા આઠ સમયની હોય છે. તેમાં પ્રથમ સમયે ઔદારિક કાયયોગમાં રહેલો જીવ જાડાઈથી પોતાના શરીર પ્રમાણ અને લંબાઈમાં ઊપર-નીચે લોકાંત પર્યંત ૧૪ રાજલોક પ્રમાણ ક્ષેત્રમાં આત્મપ્રદેશોને ફેલાવીને દંડ કરે છે. કેમ કે આત્મ પ્રદેશોનું ગમન અનુશ્રેણીથી જ થાય છે.
૪ બીજા સમયે ઔદારિકમિશ્ર કાયયોગમાં રહેલો જીવ દંડના પ્રત્યેક અંશમાંથી આત્મ પ્રદેશોને બહાર કાઢીને પૂર્વ-પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ દિશામાં લોકાંત પર્યંત ફેલાવીને કપાટ બનાવે છે. ભરત ઐરાવતનો કેવલી પૂર્વ-પશ્ચિમ દિશામાં ફેલાવે છે, મહાવિદેહનો કેવલી ઉત્તર-દક્ષિણ દિશામાં કપાટ કરે છે એવું સંભવે છે. દસ ત્રીજા સમયે કાર્પણ કાયયોગમાં રહેલો જીવ કપાટના પ્રત્યેક સ્થાનમાંથી આત્મ પ્રદેશોને ઉત્તર-દક્ષિણ અથવા પૂર્વપશ્ચિમ દિશામાં ફેલાવીને મંથાન કરે છે. પરંતુ કપાટના માત્ર મધ્ય ભાગમાંથી જ આત્મ પ્રદેશોને ઉત્તર-દક્ષિણ કે પૂર્વપશ્ચિમ દિશામાં ફેલાવીને મંથાન કરતો નથી. કેમ કે, કપાટના મધ્ય ભાગમાંથી જ જો આત્મ પ્રદેશોને ફ્લાવે તો મંથાન સમયે લોકનો એક અસંખ્યાતમો ભાગ માત્ર પૂરિત થાય છે. કર્મપ્રકૃતિ ચૂર્ણિ, આવશ્યકપૂર્ણિ આદિ દરેક ગ્રંથોમાં મંથાન સમયે લોકના બહુ અસંખ્યાતના ભાગો પૂરિત થઈ જાય છે એવું કહ્યું છે. તે ત્યારે જ ઘટશે જો કપાટના માત્ર મધ્યમ નહીં, પણ બધા ભાગોના આત્મ પ્રદેશોને ફેલાવીને મંથાન બનાવીશું.
ૐ ચોથા સમયે કાર્યણ કાયયોગમાં રહેલો જીવ લોકના આંતરાઓ અને નિષ્કૃટો પૂરીને ૧૪ રાજલોક વ્યાપી બને છે. આંતરા મંથાન સમયે લોકનો એક અસંખ્યાતમો ભાગ જે પૂરવાનો શેષ રહે છે તે. નિષ્કૃટ અલોકથી અંતરિત લોકનો ભાગ.
૪ પાંચમા સમયે નિષ્કૃટ ને આંતરાઓને સંહરીને મંથાનસ્થ બને છે. છઠ્ઠા સમયે મંથાનને સંહરીને કપાટસ્થ બને છે. સાતમા સમયે કપાટને સંહરીને દંડસ્થ બને છે અને આઠમા સમયે દંડને સંહરીને શરીરસ્થ બને છે.
Jain Education International
For Private & Personal Use Only
૨૩૩
www.jainelibrary.org