________________
-.-.-.-.-.-પ્રકીર્ષક
જેન કોસ્મોલોજી------------------
અજીવનાં ૫ સંસ્થાન અને જીવનાં ૬ સંસ્થાન... 0િ I કોઈ પણ વસ્તુના આકારને સંઠાણ અથવા સંસ્થાન કહેવામાં આવે છે.' ૪ અહીં અજીવ એટલે જડ વસ્તુ. પુદ્ગલરુપ જડના પાંચ પ્રકારના આકાર છે. તે જેમ કે .... જ (૧) પરિમંડલ અજીવ સંસ્થાન = એટલે વલયાકાર જેવું સંસ્થાન જેમાં વચ્ચે પોલાણ અને ફરતું ગોળ ચક્કર (બંગડી જેવું..) જે સંસ્થાન... તે પરિમંડલ કહેવાય. I (૨) વૃત્ત અજીવ સંસ્થાન = એટલે થાળી જેવું ગોળ... વલયાકાર સંસ્થાન તે વૃત્ત કહેવાય. ૪િ (૩) ત્રિકોણ અજીવ સંસ્થાન = એટલે ત્રિકોણાકાર... સંસ્થાન. (જેમાં ત્રણ જ ખૂણા મળે તે...) જ (૪) ચતુરગ્ન અજીવ સંસ્થાન = એટલે ચોરસ... સંસ્થાન. (જેમાં ચાર જ ખૂણાં મળે તે...) # (૫) આયત અજીવ સંસ્થાન= એટલે આકારમાં લંબચોરસવાળું હોય તે સંસ્થાન આયત સંસ્થાન કહેવાય. ફ્રિ જીવ સંસ્થાન ૬ પ્રકારનાં છે... શરીરની આકૃતિને જીવનાં સંસ્થાન તરીકે ઓળખાય છે... શરીરધારી દરેક જીવને દમાંથી ગમે તે ૧ સંસ્થાન તો નક્કી હોય જ છે. જ સામુદ્રિક શાસ્ત્રોમાં શરીરની પ્રમાણોપેત આકૃતિ-વિશેષની જે ચર્ચા કરવામાં આવી છે, તે અનુસાર નામકર્મનાં આધારે થતી શરીરની આકૃતિની રચનાને “સંસ્થાન” કહેવાય છે. તે જીવ સંબંધી ૬ પ્રકારે ... જ (૧) સમચતુરગ્ન સંસ્થાન = પલાંઠી વાળીને બેઠેલા મનુષ્યનાં ૨ ઘુંટન અને ૨ ખભાનું અંતર ક્રોસમાં તથા ર આસન અને લલાટ સુધીનું અંતર જેમાં સમાન હોય છે, તે સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. ફ્રિ (૨) ન્યગ્રોધ સંસ્થાન = નાભિથી ઊપરનો ભાગ પ્રમાણોપેત હોય પણ નીચેનો ભાગ બેડોળ હોય તે ન્યગ્રોધ સંસ્થાન કહેવાય. # (૩) સાદિ સંસ્થાન =નાભિથી નીચેનો ભાગ પ્રમાણોપેત હોય પણ ઊપરનો ભાગ બેડોળ હોય તે સાદી સંસ્થાન કહેવાય. જ (૪) વામન સંસ્થાન= જેના પીઠ, પેટ અને છાતી વર્જીને મસ્તક, ડોક, હાથ અને પગ સારાં લક્ષણવાળા હોય તેને વામન સંસ્થાન કહેવાય. ૪િ (૫) કુન્જ સંસ્થાન = વામનથી વિપરીત એટલે જેને પીઠ, પેટ, છાતી સારાં લક્ષણવાળા હોય અને મસ્તક, ડોક, હાથ અને પગ ખરાબ લક્ષણવાળાં હોય તેને કુમ્ભ સંસ્થાન કહેવાય.
(૬) હુડક સંસ્થાન = શરીરના બધા જ અંગોપાંગ વિચિત્ર લાગે તેમજ કોઈપણ અંગ પ્રમાણોપેત ન હોય તે હુડક સંસ્થાનવાળો જાણવો. * એ છએ સંસ્થાનો ગર્ભજ મનુષ્યો તથા તિર્યંચમાં જુદા જુદા જીવની અપેક્ષાએ) હોઈ શકે છે. દેવો હંમેશાં ભવધારણીયની અપેક્ષાએ સમચતુરગ્ન સંસ્થાનવાળા (ચારે બાજુ સમાન વિસ્તારવાળા-સુલક્ષણા) હોય છે, પરંતુ ઉત્તર વૈક્રિયની અપેક્ષાએ ૬ એ સંસ્થાન હોય છે. શેષ રહેલાં નારકો, એકેન્દ્રિય (આમાં પૃથ્વીઅપ-તેઉવાયુના મસુરીન્દ્ર, પરપોટો, સુઈ, પતાકાદિ આકારો) બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમુશ્ચિમ પંચેન્દ્રિય મનુષ્યો તથા તિર્યંચો આ સર્વે હુંડક સંસ્થાનવાળા જાણવા. (કાર્મગ્રંથિક ૬એ સંસ્થાન કહે છે.)
-- ૨૨૩)
૨૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org