________________
જૈન કોસ્મોલોજી
-------
પ્રકીર્ણક
97!
૬ પ્રકારની પર્યાપ્ત...
II સંસારી જીવોને જન્મની સાથે જીવનયાત્રામાં (આયુષ્ય કર્મના અંત સુધી) ઉપયોગી સાધનરૂપે પર્યાપ્તિની જરૂર પડે છે. જીવ આ સંસારમાં જન્મ ધારણ કરે કે તરત જ, પુદ્ગલ પરમાણુની સહાયથી પોતપોતાની યોગ્યતા અનુસાર આહાર આદિ પર્યાપ્તિ રૂપ શક્તિ વિશેષનું સર્જન કરે છે.
તે આહાર વિના શરીર બંધાય નહિ. (૨) શરીર ધારણ કર્યા વિના જીવ સંસારી રૂપે જીવી શકે નહીં. (૩) શરીરની જેમ ઈન્દ્રિયો વિના જીવ દર્શન (જોવું) આદિની ક્રિયા (પ્રવૃત્તિ) કરી શકે નહીં. (૪) તેમ શ્વાસોચ્છશ્વાસ વિના શરીરધારી ચૈતન્ય અવસ્થા જાહેર કરી શકે નહીં. તેથી પણ વધુ વિકસિત ચૈતન્યવાળો જીવ બોલવા વિચારવા માટે અનુક્રમે (પ-૬) ભાષા અને મન પર્યાપ્તિની પણ રચના કરે છે. આ રીતે એ છએ પર્યાપ્તિ સંસારી જીવને આયુષ્યાદિ ભોગવવા માટે ઉપયોગી થાય છે.
દા.ત. એક જ ઘઉંના લોટમાંથી રોટલી, પુરી, ભાખરી આદિ બને છે. છતાંય એમાં મોણ-મીઠું-પાણી-ઘી ઈત્યાદિ પદાર્થો આકૃતિ તેમજ રસ ગંધાદિનાં માટે સપ્રમાણ જરૂર પડે છે, તો જ એ ઈચ્છિત આકારને પામે છે, તેમ ઉપરોક્ત વાત સમજવી.
તો ચાલો મિત્રો ! એ છ પર્યાપ્તિનો પરિચય નીચે મુજબ જોઈ લઈએ'... (૧) આહાર પર્યાપ્તિ : ઉત્પત્તિ સ્થાને રહેલા આહાર યોગ્ય પુદ્ગલોને જીવ જે શક્તિ વડે ગ્રહણ કરી તેને ખલ (મળ-મૂત્રાદિ) તથા રસરૂપે પરિમાવે તે આહાર પર્યાપ્તિ.* (૨) શરીર પર્યાપ્તિઃ જીવ જે શક્તિ વડે રસ યોગ્ય પુદ્ગલોને સાત ધાતુરૂપે (રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ (હાડકાં), મજજા અને વીર્યરૂપે) પરિણમાવે તે શરીરપર્યાપ્તિ. (ઔદારિક સિવાયના વૈક્રિય અને આહારકશરીરમાં તે તે પ્રકારની શરીરની સામગ્રી સમજવી.) (૩) ઇન્દ્રિય પર્યાપ્તિઃ જીવ જે શક્તિવડે શરીરરૂપે પરિણાવેલા પુદ્ગલોમાંથી ઇન્દ્રિય યોગ્ય પગલો ગ્રહણ કરીને ઇન્દ્રિયરૂપે પરિણાવે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિઃ જીવ જે શક્તિ વડે શ્વાસોચ્છવાસ યોગ્ય વર્ગણા (પુદ્ગલોનો વિશિષ્ટ સમૂહ)ને ગ્રહણ કરી શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવી, અવલંબી અને વિસર્જન કરે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. (આજની વિજ્ઞાનની ભાષામાં શ્વાસ લે તે Oxygen અને વિસર્જન કરે તે Nitrogen) (૫) ભાષાપર્યામિ શ્વાસોચ્છવાસ પ્રમાણે માત્ર ભાષા યોગ્ય વર્ગણાને ગ્રહણ કરી, ભાષા રુપે પરિણાવી પછી વિસર્જન કરે તે ભાષા પર્યાપ્તિ. (૬) મનપર્યામિ: શ્વાસોચ્છવાસ પ્રમાણે માત્ર મન યોગ્ય વર્ગણાને ગ્રહણ કરી, વિચારો રુપે પરિણાવી પછી વિસર્જન કરે તે મનપર્યાપ્તિ. જ ઉપરની છ પર્યાપ્તિનો ટૂંકમાં વિચાર કર્યા પછી એના વિકાસનો ક્રમ - જમીનમાં બી વાવ્યા પછી જેમ તે હવા, પાણી, પ્રકાશ, માટી આદિના સમય-સમયના સંયોગથી ક્રમશઃ વિકાસ પામે છે ને સમય જતાં અંકુર, છોડ, કળી, ફૂલ, ફળ વગેરે રૂપે થાય છે તેમ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવો પોતપોતાના પ્રાણ અનુસારે નીચેના કોષ્ટક પ્રમાણે વિકાસ પામે છે.
I પર્યાપ્તિના કાળનું કોષ્ટક || ક્રમ પર્યાતિનું નામ | પ્રાણ બને એકેન્દ્રિય | વિકસેન્દ્રિય અને | ઔદારિકશરીર | વૈક્રિય તથા દેવો
(સ્થાવર) | અસંજ્ઞી પંચે. સંજ્ઞી પંચે. આહારકશરીર નારક
આહાર
આયુષ્ય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
શરીર
કાચબળ
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
ઇન્દ્રિય
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
૧ સમય
પાંચ ઇન્દ્રિય શ્વાસોચ્છવાસ
૧ સમય
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
૪ | શ્વાસોચ્છવાસ
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
૧ સમય
૧ સમય
ભાષાં
વચનબળ
૧ સમય
બંને પર્યાપ્તિને એક | સમયમાં પૂરી કરે.
મનોબળ
૧ સમય
૭ | કુલપર્યાપ્તિ
પ૬
* બહારના ત્રણ પ્રકાર: (૧) ઓજહાર (૨) લોમાહાર (૩) કવલાહાર (૧) ઓજાહાર ઉત્પત્તિ પ્રદેશે આવેલા આત્માનો પ્રથમ સમયનો માતા-પિતાના અંશો આહાર તે. (૨) લોમાહાર: શરીરનાં છીદ્રો દ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે. (૩) કવલાહાર: મુખ દ્વારા - કોળિયા વાઢે જે આહાર કરવામાં આવે છે.
ન ૨૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org