________________
જૈન કોસ્મોલોજી
ऋजने वगति
* વિવક્ષિત ભવનું આયુષ્ય પૂર્ણ કરી અન્ય ભવે (અથવા મુક્તિએ) પહોંચવા અથવા એક શરીર છોડી ભવાંતરમાં બીજું શરીર ગ્રહણ કરવા માટે જીવ જે બે પ્રકારે પ્રસ્થાન કરે છે... તેમાં (૧) ઋજુ (સરળ), (૨) વક્ર (કુટીલ) જાણવી. આ ગતિઓ ૧ ભવથી ૨જા ભવના વચ્ચેની હોવાથી તેને ‘અંતરાલ’” ગતિ પણ કહેવાય છે. (૧) ઋજુ ગતિ ઃ આ ગતિ એક સમયની જ હોય છે. વળી, આનું બીજું નામ “અવિગ્રહા’” પણ છે'. આ ગતિ વડે પરભવમાં જતો જીવ મૃત્યુ પામતાની સાથે જ સીધી જ ગતિએ ઉત્પત્તિ સ્થાને સીધો એક જ સમયમાં ઉત્પન્ન થઈ જાય છે અને તેમાં એકથી વધુ સમય કદી થતો નથી. તેનું કારણ એ છે કે સંસારી જીવોના મૃત્યુ સ્થાનનો જે શ્રેણીપ્રદેશ હોય તેની સમશ્રેણીએ જ (છ દિશામાંથી કોઈપણ એક દિશાની) ઉત્પત્તિ પ્રદેશ હોય છે તથા સૂક્ષ્મ શરીરધારી જીવ વાંકોચૂંકો ન જતાં સીધો જ જન્મ સ્થાને પહોંચતો હોવાથી વધુ સમયનો અવકાશ જ નથી રહેતો. (૨) વક્રગતિઃ આ ગતિ એકથી વધુ સમયવાળી છે અને તેથી તે વિપ્રજ્ઞા – ૨ સમયવાળી, દિવિપ્ર = ૩ સમયવાળી, વ = ૪ સમયવાળી અને વસ્તુવિદ્ર = ૫ સમયવાળી એમ ૪ પ્રકારની છે. આ જ ગતિનું ‘વિગ્રહગતિ” એવું નામાંતર છે.
T
ૐ વક્રગતિ એવું નામ કેમ આપ્યું ? તેનું સમાધાન એ છે કે જીવ એક દેહને છોડીને જ્યારે બીજા દેહને ગ્રહણ કરવા માટે પરભવ તરફ પ્રસ્થાન કરે છે ત્યારે સ્વોપાર્જિત કર્મવશથી તેને કુટિલ-વ-ગતિએ પણ ક્યારેક જવું પડે છે અર્થાત્ તે દ્વારા તે ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. આમ, સંસારી જીવોનું પરલોકગમન ઋજુ અને વક્ર બે ગતિ દ્વારા થાય છે. ઋજુની વાત તો ઉપર કહી છે, પણ વક્રગમન શા માટે કરવું પડે છે ? તેના સમાધાનમાં જણાવવાનું છે કે, વક્રગતિએ જનારા જીવનું મૃત્યુ સ્થાન અને ઉત્પત્તિ સ્થાન (ઋજુની જેમ) જ્યારે સમશ્રેણીએ હોતા નથી, પણ આડું-અવળું વિશ્રેણીએ હોય છે ત્યારે તે સીધો જઈ જ શકતો નથી તેમજ તે શ્રેણી ભંગ કરીને તિર્થ્રો પણ જઈ શકતો નથી, આ એક અટલ નિયમ છે. તેથી પ્રથમ સીધો જઈને પછી વળાંકો લઈને ઉત્પત્તિની શ્રેણીએ પહોંચી ઉત્પત્તિ પ્રદેશે પહોંચવું પડે છે. આ વળાંકો લેવા એનું નામ જ વક્રગતિ...
* ઋજુગતિ કોને કહેવાય ? : કર્મથી મુક્ત થઈને મોક્ષે જતાં સર્વ જીવોને તથા સંસારી જીવોને આ જુગતિ હોય છે. મુક્તાત્માનું મુક્તિગમન હંમેશાં ઊર્ધ્વ સમશ્રેણીએ જ થાય છે, એવો અટલ નિયમ છે. આ ઉપરથી એ પણ રહસ્ય સ્પષ્ટ થાય છે કે જીવની મૂળ ગતિ ઋજુ (સરળ) જ છે, પણ કર્મવશવર્તી થઈને તેને વક્રનો અનુભવ કરવો પડે છે. • વક્રગતિ કોને હોય ? : માત્ર સંસારમાં જન્મ લેનારાઓને જ આ વક્રગતિ હોય છે. મુક્તિગામીઓને હોતી નથી. તેમાં પણ ચાર પ્રકારની વિસ્રહગતિમાંથી એકવિદ્મા અને દ્વિવિમા તો સ્થાવર અને ત્રસ બંનેને હોય છે, જે જીવો સ્થાવરો છે, તેમને (ઋજુ સહિતની પાંચેય ગતિ હોય છે. કારણ કે તેમને ત્રસનાડીની બહાર પણ ઉત્પન્ન થવાનું હોય છે.. એનો સ્પષ્ટ ખ્યાલ બાજુની આકૃતિઓ જોતાં આવી જશે. વિશેષ - વક્રગતિ કરનારો જીવ આગળ-પાછળના સમયોને છોડીને બાકીના સમર્યોમાં દા.ત. ૧, ૨, ૩ અણાહારી હોય છે. કારણ કે, તે જીવ ભવના ચરમ સમય સુધી તેમજ અન્ય સ્થાને ઉત્પન્ન થવાના પ્રથમ સમયમાં આરગ્રહણ કરતો હોવાથી એ બે સમયોનાં વચ્ચેનાં સમયમાં તે અણાહારી તરીકે હોય છે.
II ઋજુ-વક્રગતિમાં પરભવાયુષ્યનાં ઉદય સમયમાં આહારક અને અનાહારક સમયનું નિર્ણય યંત્ર... | આહારીપણું અણાહારીપણું વ્યવહારનય નિશ્ચયનય વ્યવહારનો નિશ્ચયનયે પ્રથમ સમયમાં | પ્રથમ સમયે પહેલે સમયે | અણાહારીપણું | અણાહારીપણું નથી
કેટલા પરભવાયુ ઉદ્ય સમયની વ્યવહારનો નિશ્ચયનય
પ્રથમસમયમાં
નથી
૧ સમય
૨ સમય
૩ સમય
૪ સમય
ક્રમ ગતિમાન
૧ | ઋજુગતિ | ૧ સમયની
૨. એકવ
૩ | વિક્ર
૪ |ત્રિવક્ર
૫ |ચતુર્વક્ર
ૐ સમયની તિીષ સમયમાં ૩ની વિનીયસમાં ૪ સમયની |દ્વિતીય સમયમાં
૫ સમયની |દ્વિતીય સમયમાં
Jain Education International
પ્રથમ સમયમાં પહેલ-બીજુંસમયે બીજે સમયે પ્રથમ સમયમાં પહેલું-ત્રીસમયે ત્રીજે સમયે પ્રથમ સમયમાં | પહેલે-ચોથેસમયે ચોથે સમયે પ્રથમ સમયમાં પહેલે-પાંચમે સમયે
પાંચમે સમયે
For Private & Personal Use Only
ઇ
પ્રકીર્ણક
દ્વિતીય સમયે
ભીજે જે
95
ત્રીજોય પાંચમે
૨૧૫
www.jainelibrary.org