________________
જૈન કોસ્મોલોજી
H
છ:કાય જીવોની સમજ(મનુષ્ય-દેવ-નારકી)
સ મનુષ્યના ૩૦૩ ભેદ ઃ તે જેમકે - ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતર્દ્વાપ, એમ મળી ૧૦૧ ક્ષેત્રનાં ગર્ભજ મનુષ્યનાં પર્યાપ્તા + અપર્યાપ્તા મળી ૨૦૨ તથા ૧૦૧ ક્ષેત્રનાં સંમુચ્છિમ અપર્યાપ્તા .... મળી ૩૦૩ ભેદ થાય છે. (સંમુચ્છિમ મનુષ્યો અપર્યાપ્તા જ હોય છે પણ પર્યાપ્તા હોતા નથી. માટે તેનાં માત્ર અપર્યાપ્તા ભેદો જ કહ્યા છે...)
=
પ્રકીર્ણક
90
૪ કર્મભૂમિ : જયાં અસિ, મસિ અને કૃષિથી જીવન વ્યવહાર ચાલે... અને મોક્ષની સાધના થઈ શકે તે કર્મભૂમિ કહેવાય છે. આમાં ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ ક્ષેત્રો આવે છે તે જાણવા.૧ ૪ અકર્મભૂમિ : જ્યાં જીવો કલ્પવૃક્ષના સહારે અને પૂર્વના પુણ્યના ઉદયથી મનોવાંછિત સુખ ભોગવે છે પણ ત્યાં અસિ-મસિ-કૃષિ કર્મ નથી, તે અકર્મભૂમિ જાણવી. આ અકર્મભૂમિમાં ૫ હિમવંત + ૫ હિરણ્યવંત + ૫ હરિવર્ષ + ૫ રમ્યવર્ષ + ૫ દેવકુરુ ને ૫ ઉત્તરકુરુ ક્ષેત્રો જાણવાં. (પ૬ અંતર્હીપ પણ અકર્મભૂમિમાં જ જાણવા.)૨
Jain Education International
દસ દેવોના ૧૯૮ ભેદ : તે જેમ કે – દેવોના મુખ્ય ૪ પ્રકાર : (૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિષ (૪) વૈમાનિક. હવે આ (૧) ભવનપતિના અસુરકુમારાદિક-૧૦ તેમજ પરમાધામી-૧૫ મળી ૨૫ ભેદ થાય છે. (૨) વ્યંતરના-૮, વાણવ્યંતરના-૮ અને તિર્યંચ જુંભકના-૧૦ મળી ૨૬ ભેદ થાય છે. (૩) જ્યોતિષમાં : સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાના ૫ ચર અને ૫ અચર મળી ૧૦ ભેદ થાય છે અને (૪) વૈમાનિકમાં-૧૨ દેવલોક + ૯ ત્રૈવેયક + ૫ અનુત્તર + ૩ કિલ્બિષિક + ૯ લોકાન્તિકના મળી કુલ ૩૮ ભેદ થાય છે. એટલે ૨૫ + ૨૬ + ૧૦ + ૩૮ = ૯૯ ભેદના પર્યાપ્તા + અપર્યાપ્તા કરતા કુલ ૧૯૮ ભેદ દેવોના થાય છે. * નારકીના ૧૪ ભેદ : તે જેમકે ૭ નારકીના પર્યાપ્તા + અપર્યાપ્તા ગણીએ તો ૧૪ ભેદ થાય છે. આવી રીતે તિર્યંચના-૪૮, મનુષ્યના-૩૦૩, દેવના-૧૯૮ અને નારકીના-૧૪ ભેદ મળી કુલ-૫૬૩ ભેદ જીવના થાય છે.
* પ્રજ્ઞાપના સૂત્રમાં પ્રશ્ન છે કે, “મનુષ્યો કેટલા પ્રકારના કહ્યા છે ? તેના ઉત્તરમાં જણાવ્યું છે કે, “મનુષ્યો બે પ્રકારના કહ્યા છે.’... તે જેમકે : (૧) સંમુĐિમમનુષ્યો અને (૨) ગર્ભજ મનુષ્યો... ત્યાં ફરી વિશેષ પ્રશ્ન કર્યાં છે કે “હે ભગવંત ! સંમુધ્ધિમમનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે ?” તેના ઉત્તરમાં જણાવ્યું છે કે, “હે ગૌતમ! ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં, અઢીદ્વીય ને સમુદ્રોમાં, ૧૫ કર્મભૂમિમાં ૩૦ અકર્મભૂમિમાં તથા ૫૬ અંતર્લીંધોમાં ગર્ભજ મનુષ્યના જ (૧) વિષ્ઠામાં (૨) મૂત્રમાં (૩) કફમાં (બળખામાં) (૪) નાસિકાના મેલમાં (૫) વમળમાં (૬) પિત્તમાં (૭) પરુમાં (૮) લોહીમાં (૯) વીર્યમાં (૧૦) વીર્યતા સુકાઈ ગયેલાં પુદ્ગલો ભીનાં થાય તેમાં (૧૧) જીવ હિત કલેવરમાં (૧૨) સ્ત્રી-પુરુષનાં સંયોગમાં (૧૩) નગરની ખાળમાં અને (૧૪) સર્વ અયિતાં સ્થાનોમાં સચ્છમ મનુષ્યો અંગૂલતાં અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહનાવાળા ઉત્પન્ન થાય છે, તે અસંતી, મિથ્યાર્દાષ્ઠ, અજ્ઞાની તથા સ પર્યાપ્તઓ વડે અપર્યાપ્ત હોય છે અને અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવીને કાળ કરે છે.
સંધ્ધિમ મનુષ્યો અત્યંત સૂક્ષ્મહોવાથી આપણે જોઈ શકતા નથી, પણ જ્ઞાની ભગવંતોએ પોતાની જ્ઞાનદ્ધિથી તેમને જોયા છે અને તેથી જ તેમનું યથાર્થ વર્ણન કરેલું છે,
For Private & Personal Use Only
૨૦૫ www.jainelibrary.org