________________
જૈન કોસ્મોલોજી
————
ઘાતકીખંડ
rs સમગ્ર લોકના ૩ વિભાગ છે. તેમાં તિર્હાલોકમાં અસંખ્યદ્વીપ-સમુદ્રો આવેલા છે. તેમાંના અઢીદ્વીપની અંદર જ મનુષ્યની વસ્તી છે. બીજે ક્યાંય મનુષ્ય નથી. આ અઢીદ્વીપમાં (૧) જંબૂદ્વીપ (૨) ધાતકીખંડ દ્વીપ અને (૩) અર્ધપુષ્કરવરાર્ધ દ્વીપ, ગણાય છે.
T લવણસમુદ્રની ચારે તરફ ઘેરાયેલો વલયાકારે આ ધાતકીખંડ છે. તેની પહોળાઈ ૪ લાખ યોજનની છે. વળી આ દ્વીપના ૨ વિભાગ છે ઃ (૧) પૂર્વાર્ધ ધાતકીખંડ અને (૨) પશ્ચિમાર્ક ધાતકીખંડ.
૪ બે વિભાગ હોવાથી અહીં ભરતાદિ ક્ષેત્ર તથા પર્વત-નદી આદિ એક જ નામના બે-બે ક્ષેત્ર-પર્વત-નદી વગેરે છે... જેમકે ૧૨ વર્ષધર પર્વતો, ૧૪ મહાક્ષેત્રો, ૨ મેરુપર્વત, ૩૨ વક્ષસ્કાર પર્વત, ૬૮ દીર્ઘવૈતાઢ્ય પર્વતાદિ જ બે ભરત ક્ષેત્ર, બે ઐરાવત ક્ષેત્ર અને બે મહાવિદેહ ક્ષેત્ર એમ કુલ ૬ કર્મભૂમિના ક્ષેત્રો છે.
rTM વિજય આદિ ૪ દરવાજા તેમજ ધાતકીખંડને ફરતી જગતી તથા આ જગતીમાં ગવાક્ષકટક - પદ્મવરવેદિકા અને વનખંડ આદિ પણ જંબુદ્રીપની જેમ જ છે.
દસ આ ધાતકીખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચન્દ્ર સ્વ સ્વ-પરિવાર સહિત ચલાવસ્થામાં રહે છે.
દસ બંને બાજુ ઉત્તર-દક્ષિણ દિશામાં આવેલા ઈક્ષુકાર (ઈષુકા૨) પર્વતથી તેનાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક એવા બે વિભાગ પડેલા છે.
•
મધ્યલોક
. આ ધાતકીખંડમાં આરાના પોલાણ જેવા સંસ્થાનવાળા ક્ષેત્રો ચાર લાખ યોજન લાંબા, અંદર સાંકડા અને તે પછી ક્રમસર પહોળા છે.
rTM આ દ્વીપમાં પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક એમ ૨ વિભાગમાં જંબુદ્વીપમાં મેરુ કરતાં પ્રમાણમાં નાના અર્થાત્ ૮૫,૦૦૦ યોજન ઊંચાઈવાળા ૧-૧ મેરુપર્વત આવેલા છે. પર્વતો-નદીઓ-દ્રહો વગેરેના નામ-પ્રમાણ-સંખ્યા આદિ સર્વ જંબુદ્રીપથી બમણું હોય છે. અહીં તીર્થંકર, ચક્રી,વાસુદેવ આદિની સંખ્યા પણ જંબૂદ્વીપ કરતાં બમણી સમજવી.
52
૪ આ દ્વીપની લવણસમુદ્ર તરફ અત્યંતર પરિધિ લવણસમુદ્રની બાહ્ય પરિધિ સમાન ૧૫,૮૧,૧૩૯ યોજનમાં કાંઈક ન્યૂન છે. મધ્યમ પરિધિ ૨૮,૪૬,૦૫૦ યોજનથી અધિક તેમજ બાહ્ય પરિધિ કાલોદધિ સમુદ્ર પાસે ૪૧,૧૦,૯૬૧ યોજનથી કાંઈક ન્યૂન છે.
૪ દ્વીપમાં આવેલા બંને ઈયુકાર પર્વતો પ∞ યોજન ઊંચા, ૧,૦૦૦ યોજન પહોળા ને ૪ લાખ યોજન લાંબા છે.
Jain Education International
૪ તમામ વર્ષધર પર્વતો જંબુદ્રીપના વર્ષધર પર્વતો કરતાં ૨ ગણા પહોળા છે અને લંબાઈમાં ૪ લાખ યોજનના છે તેમજ ક્ષેત્રો પણ લંબાઈમાં ૪ લાખ યોજનના છે.
rTM આ દ્વીપમાં સ્થાને સ્થાને ધાતકીવૃક્ષનાં (ધાવડીના) ઘણાં વન છે તથા આ દ્વીપના અધિપતિ દેવો સુદર્શન અને પ્રિયદર્શન જંબૂવૃક્ષ સરખા ધાતકી અને મહાધાતકી નામના બે મહાવૃક્ષો ઊપર રહે છે. તેથી (જેમ જંબૂવૃક્ષનાં ઘણાં વન અને અનાદંત દેવનાં નિવાસભૂત શાશ્વત જંબૂવૃક્ષ ઊપરથી પહેલા દ્વીપનું જંબૂદ્વીપ એમ નામ થયેલું છે. તેમ અહીં પણ એ જ પૂર્વોક્ત કારણથી) ધાતકીખંડ એવું નામ થયેલું છે અથવા એ નામ ત્રણે કાળમાં એક સરખી રીતે વર્તતુ શાશ્વત નામ છે... એમ જાણવું.
તા.ક. : ધાતકીખંડના જેવું જ પુષ્કરવરઢીયાધંનું બધું સમજવું... માત્ર માપમાં ફરક છે.
For Private & Personal Use Only
૧૧૭ www.jainelibrary.org