________________
જૈન કોસ્મોલોજી
મધ્યલોક
67
नंदीश्वरद्वीप
# નંહી સમૃદ્ધિ વડે સર-વૈભવવાળો દીપતો જે દ્વીપ તે નંદીશ્વરદ્વીપ તેના પૂર્વાર્ધનો અધિપતિ કૈલાસદેવ અને પશ્ચિમાધનો અધિપતિ હરિવાહનદેવ છે. એ દેવોની વિજયદેવ સરખી રાજધાની બીજા નંદીશ્વરદ્વીપમાં છે. આ દ્વીપની પહોળાઈ ૧,૬૩,૮૪,૦૦,૦OO (એકસો ત્રેસઠ ક્રોડ ચોરાશી લાખ) યોજન છે. એ દ્વીપના અતિ મધ્યભાગે ચાર દિશામાં અંજનવર્ણના શ્યામવર્ણ ૪ સંગરિ નામના ૪ પર્વતો ભૂમિથી ૮૪,૦૦૦ યોજન ઊંચા અને ૧,૦૦૦યોજન ભૂમિમાં ઊંડા છે તથા ૧૦,000 યોજન ભૂમિસ્થાને વિસ્તારવાળા અને શિખર ઉપર ૧,000 યોજન વિસ્તારવાળા છે. (મતાન્તરે ભૂમિસ્થાને ૯,૪00 યોજના વિસ્તારવાળા પણ કહ્યા છે) એ ચાર અંજનગિરિ ઉપર એ કેક મળીને કુલ ચાર જિનભવન છે.
(તિ અંગનનિર્વત્યનિ) I એ દરેક અંજનગિરિની ૪ દિશાએ લાખ-લાખ યોજન દૂર ગયે લાખ યોજનની લાંબી-પહોળી મતાન્તરે લાખ યોજન લાંબી૫૦,000 યોજન પહોળી) અને ૧૦યોજન ઊંડી (મતાન્તરે ૧૦૦યોજન ઊંડી.) ૪-૪ વાવડીઓ મળીને ૧૬ વાવડીઓ છે. તે દરેક વાવડીની પણ ચાર દિશાએ ૫00 યોજન દૂર ગયે ૫OOયોજન પહોળું અને ૧ લાખ યોજન લાંબુ એવું ૧-૧ વન હોવાથી ૬૪ વન છે તથા એ ૧૬ વાવડીમાં દરેકના મધ્યભાગે ઉજ્જવલ વર્ણનો સ્ફટિક રત્નનો ૬૪,000 યોજન ઊંચો, ૧,000 યોજન ભૂમિમાં ઊંડો, મૂળમાં તથા શિખરતળે ૧૦,000 યોજન લાંબો-પહોળો વર્તુલ આકારનો ધાન્યના પાલા સરખો એકેક દધિમુખ પર્વત હોવાથી સર્વ મળી ૧૬ દધિમુખ પર્વતો છે. તે દરેક ઉપર પણ ૧-૧ શાશ્વતજિનચૈત્યહોવાથી ૧૬ ચૈત્ય દધિમુખ પર્વતોમાં ગણાય છે.
(તદ્દ થrgપર્વતજિનચૈત્યાન) જ તથા દરેક અંજનગિરિને ફરતી ચાર વાવડીઓના ૪ આંતરામાં દરેકમાં ૨-૨ રતિકર પર્વત હોવાથી ચારે અંજનગિરિને ફરતા સર્વમળીને ૩૨ રતિકર પર્વત છે. તે પધરાગ મણિના (અથવા સુવર્ણના) છે. એ દરેક ઉપર એકેક શાશ્વત જિનચૈત્ય હોવાથી ૩૨ જિન ચૈિત્ય છે.
(તિરૂરતિિિનિનáત્યાન) એ પ્રમાણે (૪+ ૧૬+૩૨) = ૫૨ જિનચૈત્યો નંદીશ્વરદ્વીપમાં કહેલાં તે સર્વે ચૈત્યો સિંહનિષાદી આકારનાં છે. એટલે ૧ બાજુ નીચા અને બીજી બાજુ અનુક્રમે ઊંચા થતાં થતાં યાવત્ ૭૨ યોજન ઊંચા થયેલાં છે તથા ઈષકારાદિ ઉપરના જિનચૈત્યોથી બમણા પ્રમાણવાળા હોવાથી ૧,૦૦૦યોજનાદીર્ઘ, ૫૦યોજન પહોળાં તેમજ ૭રયોજન ઊંચાં છે.
II નંદીશ્વરીપમાં વિમાન સંક્ષેપJI. ૪િ શ્રી જિનેશ્વરોના કલ્યાણક પ્રસંગે સૌધર્મેન્દ્ર વગેરે ઈન્દ્રો જે પાલકાદિ નામના લાખ યોજનના પ્રમાણના પ્રયાણ વિમાનમાં બેસીને આવે છે, તે વિમાનોને સર્વે ઈન્દ્રો અહીંનંદીશ્વરદ્વીપ ઉપરજ સંક્ષેપ કરીને (ન્હાના બનાવીને) ભરતાદિ ક્ષેત્રોમાં આવે છે.
I નંદીશ્વરદ્વીપમાં ઈન્દ્રકૃત અઠ્ઠાઈ મહોત્સવ # દરેક વર્ષના પર્યુષણપર્વ, ત્રણ ચાતુર્માસિક પર્વ તથા શ્રી સિદ્ધચક્રારાધના પર્વ (નવપદજી શાશ્વતી અઠ્ઠાઈ) વગેરે પ્રસંગોમાં તથા શ્રી જિનેશ્વરોના જન્માદિક કલ્યાણક મહોત્સવ કરીને પાછા વળતી વખતે ઈન્દ્રો આ નંદીશ્વરદ્વીપમાં આવી મહોત્સવ કરે છે, ત્યાં પૂર્વદિશાના અંજનગિરિ ઉપર સૌધર્મેન્દ્ર અને ૪ દધિમુખ પર્વત ઉપર એના જ ૪ લોકપાલ દેવો અઢાઈ મહોત્સવ કરે છે. ઉત્તરદિશિના અંજનગિરિ ઉપર ઈશાનેન્દ્ર અને ૪દધિમુખ પર્વતો ઉપર એના જ લોકપાલ દેવો અઢાઈ મહોત્સવ કરે છે. દક્ષિણ અંજનગિરિ ઉપર અમરેન્દ્ર અને ૪ દધિમુખ પર્વતો ઉપર એના જ ૪ લોકપાલ દેવો અઠ્ઠાઈ મહોત્સવ કરે છે તેમજ પશ્ચિમઅંજનગિરિ ઉપર બલિન્દ્ર અને પશ્ચિમના દધિમુખપર્વતો પર એના જજ લોકપાલ દેવો અઢાઈ મહોત્સવ કરે છે... તેમ જાણવું.
ન ૧૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org