________________
જૈન કોસ્મોલોજી
ઉર્ધ્વલોક
80
८ ग्रैवेयः अने ५ अनुत्तरवासी वो
(૯ રૈવેયક..) * કલ્પાતીત દેવોના શાસ્ત્રોમાં ૨ પ્રકાર બતાવ્યા છે. (૧) ૯ રૈવેયક, (૨) પ અનુત્તર. ક્રિ રૈવેયક વિમાનોના જે ૯ પ્રકાર બતાવ્યા છે. તેમના નામો આ પ્રમાણે જાણવાં... (૧) સુદર્શન, (૨) સુપ્રતિબદ્ધ, (૩) મનોરમ, (૪) સર્વતોભદ્ર, (૫) વિશાલ, (૬) સુમન, (૭) સૌમનસ, (૮) પ્રીતિકર, (૯) નંદિકર..
આ ૯ રૈવેયક વિમાનો અનુક્રમે એક-બીજાની ઉપર આવેલા છે અને વળી તે પુરુષાકૃતિ રુપી લોકના ગ્રીવાસ્થાને રહેલા હોવાથી રૈવેયક કહેવાય છે. જ નવ રૈવેયકમાં કુલ વિમાનો -૩૧૮ છે. તે આ પ્રમાણે - ૬૯ ગોળ, ૮૪ ત્રિકોણ, ૭૨ ચોરસ અને ૯૩ પુષ્પાવકિર્ણ રૂપે છે. એમાં આદ્યત્રિકમાં ગોળ-૩૫, ત્રિકોણ-૪૦ અને ચોરસ-૩૬ મળી કુલ ૧૧૧ વિમાનો પંક્તિગત છે. મધ્યમત્રિકમાં ગોળ-૨૩, ત્રિકોણ-૨૮, ચોરસ-ર૪ અને પુષ્પાવકિર્ણ-૩૨ મળી ૧૦૭ વિમાનો થાય છે. ઉપરિત્રિકમાં ગોળ-૧૧, ત્રિકોણ૧૬, ચોરસ-૧૨ ને પુષ્પાવકિર્ણ-૬૧ મળી ૧OO વિમાનો થાય છે. 3 અહીંનાં વિમાનોની પૃથ્વીની જાડાઈ ૨૨૦૦યોજન છે અને પ્રાસાદ ૧,000 યોજન ઊંચાં છે અને ઉપર સુંદર ધ્વજાઓ
# પ્રથમ રૈવેયકનું જઘન્ય આયુષ્ય-૨૨ સાગરોપમ અને ઉત્કૃષ્ટ-૧૩ સાગરોપમ એમ ૧-૧ સાગરોપમ વધારતા છેલ્લે નવમાં રૈવેયકનું જઘન્ય આયુષ્ય ૩૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૧ સાગરોપમ હોય છે. (વચ્ચેનાં સ્વયં જાણી લેવા...) વેયકના સર્વ દેવો અહમિન્દ્રપણાને વરેલા છે, એટલે કે બધા જ સમાન છે, કોઈ સ્વામી-સેવક ભાવ નથી.
(૫-અનુત્તર...) * નવમાં રૈવેયકથી અસંખ્ય યોજન ઊંચે જઈએ ત્યાં અનુત્તર નામનું પ્રતર આવે છે. ત્યાં સર્વોત્કૃષ્ટ એવા પ-અનુત્તર વિમાનો છે. તેના મધ્યમાં ૧ ઈન્દ્રક વિમાન છે અને ચારે બાજુ ૧-૧ એમ ૪ વિમાનો આવેલા છે.
જ ઈન્દ્રક વિમાનની પૂર્વ દિશામાં વિજય, દક્ષિણમાં વૈજયન્ત, પશ્ચિમમાં-જયંત અને ઉત્તરમાં અપરાજિત નામે વિમાનો આવેલાં છે અને મધ્યમાં સર્વ અર્થને સિદ્ધ કરનારું સવાર્થસિદ્ધ નામનું વિમાન આવેલું છે. * રૈવેયકની જેમ અહીંના પણ સર્વ દેવો અહમિન્દ્રતને વરેલા હોય છે. ઐશ્વર્ય, રુપ, કાંતિ, સુખ, શોભાથી પરસ્પર તુલ્ય હોય છે. જ શય્યામાં જે આકાશ પ્રદેશમાં પ્રથમ ક્ષણે જે રીતે ઉત્પન્ન થાય છે, તે જ રીતે જિંદગી સુધી ચત્તા સુતા રહે છે... # વિજયાદિ ૪માં ૩૧-૩૨ સાગરોપમના આયુષ્યવાળા દેવો પણ હોય છે. જયારે સર્વાર્થસિદ્ધમાં તો ૩૩ સાગરોપમનું જ આયુષ્ય હોય છે.
છä તપથી ખપી શકે તેટલા માત્ર કર્મ બાકી રહેવાથી અતિ પાતળા કર્મવાળા મહાભાગ્યશાલી દેવો જ અહીં ઉત્પન્ન થાય
૪િ આદ્ય (પહેલા) સંઘયણવાળા, સ્વયં ઉજ્જવલ સંયમની આરાધનાવાળા, અલ્પ ભવી એવા ભવ્યો જ (ભવ્ય જીવો જ) અહીં ઉત્પન્ન થાય છે. વળી, કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી, શુભાશયવાળી, સમ્યગ્દષ્ટિ, શુક્લલેશ્યાવાળી સ્ત્રીઓ (સાધ્વીજી) પણ અનુત્તરમાં ઉત્પન્ન થાય છે. ISજ સવાર્થસિદ્ધ વિમાનમાં તો ૧ ભવમાં જ (આવતા ભવે જ) સિદ્ધ થનારા જીવો ઉત્પન્ન થાય છે. જ્યારે વિજયાદિ ૪ વિમાનોમાં સંખ્યાતા ભવો કરનારા જીવો પણ ઉત્પન્ન થાય છે. ૪ સર્વાર્થસિદ્ધ વિમાનમાં સંખ્યાતા દેવો જ હોય છે. જ્યારે વિજયાદિ ૪ વિમાનોમાં અસંખ્યાતા દેવો હોય છે. જ આ રૈવેયક કે અનુત્તરમાં કોઈપણ દેવો વચ્ચે સેવ્ય-સેવક ભાવ હોતો નથી. વળી, આ વિમાનમાં વસનારા દેવો વિષયસેવનથી રહિત હોય છે. કેમ કે તેઓ અલ્પ સંક્લેશવાલા હોવાથી સ્વસ્થ અને શાંત હોય છે.
૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org