________________
જૈન કોસ્મોલોજી
ઉર્ધ્વલોક
-
-
-
કયા કારણે દેવો મનુષ્યલોકમાં આવે છે ?
8િ3
જ કહેવાય છે કે તદ્ભવમાં તીર્થંકર પરમાત્મા રૂપે થનારી વ્યક્તિ જ્યારે દેવલોકાદિક ગતિમાંથી ભરતાદિક કર્મભૂમિને વિષે ચ્યવને પ્રકર્ષ પુણ્યશાલીમાતાની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે ત્યારે મહાનુભાવ પરમાત્માનો જીવજગતના કલ્યાણાર્થે મનુષ્યલોકમાં ઉત્પન્ન થયો છે એવું અવધિજ્ઞાનથી જાણીને તેઓશ્રીનાચ્યવન કલ્યાણકનો મહોત્સવ ઉજવવાદેવા મનુષ્યલોકમાં આવે છે. પુણ્યાત્માના ગર્ભના પ્રભાવથી માતાને ગર્ભવેદના, ઉદરવૃદ્ધિ, જન્માદિક કાળે અશુચિપણું આદિ કાંઈ પણ હોતું નથી. I અનુક્રમે ગર્ભનો યથાયોગ્ય સમય થતાં તે પરમાત્માનો (ત્રણ જ્ઞાનપૂર્વક) જન્મ થાય છે, જે સમગ્ર વિશ્વને કલ્યાણરૂપ હોવાથી નારકીને પણ ક્ષણવાર સુખના કારણરૂપ બને છે. જન્મ થવાથી સર્વત્ર આનંદ અને મંગલ વર્તાય છે. એ પ્રસંગે ઈન્દ્રાદિક દેવો સુઘોષાઘંટ દ્વારા સર્વદેવોને ખબર આપે, સહુએકઠા થઈ, વિમાન દ્વારા આ લોકમાં જન્મગૃહે આવી વિદ્યાબળથી પ્રભુના પ્રતિબિંબને માતા પાસે રાખી, પ્રભુના મૂળ શરીરને પોતે જ ગ્રહણ કરી પોતાના જ પંચરૂપ કરવા પૂર્વક મેરુપર્વત ઊપર જઈ અભિષેકાદિ મહામહોત્સવ કરે છે. આ રીતે અનેક દેવ-દેવીઓ અનેક રીતે.. ઘણા જ ઠાઠમાઠથી પ્રભુના જન્મ કલ્યાણકનો મહોત્સવ કરવા મનુષ્યલોકમાં આવે છે.
અનુક્રમે વૃદ્ધિ પામેલા પ્રભુનાં ભોગાવલી કર્મક્ષય થતાં, શાશ્વત નિયમ મુજબ લોકાન્તિકદેવોની આચાર પાલન પૂરતી જય-જય શબ્દ પૂર્વક તીર્થ પ્રવર્તન કરવાની સૂચના થવાથી જગતને એક વરસ સુધી અઢળક ધનાદિનું દાન આપી, જગતનું દારિદ્રય દૂર કરી જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે પણ દેવો દીક્ષા કલ્યાણકનો મહોત્સવ ઉજવવા અહીં પૃથ્વીલોકમાં અવતરે છે.
એ પ્રમાણે દીક્ષા ગ્રહણ કર્યા બાદ કેવળ જગજંતુનાં કલ્યાણાર્થે, શુદ્ધ મુક્તિ માર્ગનો આદર્શ બતાવવા, ઉચ્ચતમ અહિંસા, ઉગ્રતપ-સંયમનું સેવન કરતા, આવતા અનેક ઉપદ્રવોને સમભાવે વેદતા, ચાર ઘાતિ કર્મનો ક્ષય કરી વીતરાગપણું પ્રાપ્ત કરીને, તેરમે ગુણસ્થાનકે જ્યારે કેવળજ્ઞાની બને છે ત્યારે તે કેવળજ્ઞાન કલ્યાણકના મહિમાને ઉજવવા દેવો અહીં આવે છે. જ કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મા પોતાની ૩૫ ગુણયુક્ત બનેલી પ્રભાવિક વાણીથી વિશ્વના પ્રાણીને સાચો મુક્તિ-સુખનો માર્ગ બતાવી, કેઈકના કલ્યાણ કરી-કરાવી, તે જ દ્વારા પોતાના બાકી રહેલા ૪ (ચાર) ભવોપગ્રાહી કર્મ (અઘાતીકમ)નો ક્ષય કરી નિરાબાધપણે જ્યારે મોક્ષે જાય છે તે સમયે એ મહાનુભાવો (દવો) પરમાત્માના મોક્ષ (નિર્વાણ) કલ્યાણકને ઉજવવા અહીં આવે છે. જ એમ દેવો અવન (ગર્ભ) – જન્મ -દીક્ષા - કેવળ અને નિર્વાણ કલ્યાણકોને ઉજવવા આ મનુષ્ય લોકમાં અવતરે છે. એ સિવાય પણ કોઈ મહર્ષિના મહાન તપના પ્રભાવથી આકર્ષાઈને તેનો મહિમા વધારવા અથવા વંદન-નમસ્કારાદિ કરવા... વળી, જન્માંતરના સ્નેહાદિકના કારણે એટલે કે મનુષ્યાદિકની ઉપરના રાગથી અથવાષબુદ્ધિ (સંગમાદિ આવ્યા હતા તેમ...) વગેરે કારણે તેઓનું આ લોકમાં આવવાનું થાય છે. એ પ્રમાણે જ પૂર્વભવમાં સ્નેહથી બંધાયેલા દેવો મિત્રને સુખ આપવાને અમિત્ર દુશ્મન)ને દુ:ખ આપવા માટેનરકમાં પણ જાય છે.' I વળી પરમાત્માના કેવળજ્ઞાન પછી જઘન્યથી પણ ૧ ક્રોડ દેવતાઓ સદા સાથે જ હોય છે.
જ પરમાત્માનું સમવસરણ બનાવવા માટે પણ દેવો જ આ પૃથ્વી પર આવે છે. Sજ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કરવા પણ સૂર્યાભદેવ વગેરે આ પૃથ્વી પર અવતરે છે. I ચક્રવર્તી-વાસુદેવાદિ શલાકાપુરુષોની સેવા-સહાયાદિ માટે પણ આ દેવો પૃથ્વી પર રહેતા હોય છે... ઇત્યાદિ કારણોથી એમ કહેવાય કે દેવો મનુષ્યલોકમાં આવતા હોય છે.
ન ૧૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org