________________
જૈન કોસ્મોલોજી
ઉર્ધ્વલોક
टेवोनी तथाविध लवप्रत्यथित संपत्ति
85
જ સઘળાય દેવો પૂર્વભવમાં સંચિત કરેલા શુભ કર્મોદયના પ્રભાવથી હંમેશાં મસ્તક ઉપર કેશ, હાડકાં, માંસ, નખ, સંવાટી, રુધિર, ચરબી, મૂતર, વિષ્ઠાદિ વસ્તુઓથી રહિત શરીરની આકૃતિમાં અતિશય સુંદર શરીરવાળા હોય છે. આવી કલુષિત વસ્તુથી સર્વથા રહિત હોવાથી, તેઓ નિર્મલ દેહવાળા ઉદ્ઘલ શરીર પુદ્ગલોને ધારણ કરનારા, કપૂર-કસ્તુરી આદિ વિશિષ્ટ સુગંધી દ્રવ્યોથી સુગંધી શ્વાસોશ્વાસવાળા, રજ-પ્રસ્વેદ (પસીનો) આદિ ઉપલેપથી રહિત, સુવર્ણવણી કાયાવાળા હોય છે. વળી, તેમનું શરીર અત્યંત સ્વચ્છ, તેજોમય-દશે દિશાઓને અત્યંત પ્રકાશિત કરનારું કેવળ સર્વોત્તમ વર્ણ-ગંધરેસસ્પર્શથી ઉત્પન્ન થયેલા શુભ વૈક્રિય પુદ્ગલોના સમૂહથી બનેલું, સૌભાગ્યાદિ ગુણોપેત હોય છે. જ દેવ-દેવીઓ દેવશય્યામાં ઉત્પન્ન થતા હોવાથી તેઓને મનુષ્યાદિની જેમ યોનિમાં ઉત્પન્ન થવાનું કે ગર્ભદુઃખને સહન કરવાનું ઈત્યાદિક કાંઈ પણ હોતું નથી, પરંતુ ઉત્પન્ન થવાના સ્થાને દેવદૂષ્યવસ્ત્રથી આચ્છાદિત વિવૃત્તયોનિ રૂપ એક દેવશયા હોય છે. દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવો પૂર્વના મહાન પુણ્યોદયથી એક ક્ષણ માત્રમાં “ઉપરાત સભા”ને વિષે દેવદૂષ્ય વસ્ત્રની નીચે શયા ઉપર પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમાં ભાગે ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થતાંની સાથે જ આહારાદિક પાંચે પર્યાપ્તિઓ એક જ અંતમુહૂર્તમાં સમાપ્ત કરવાપૂર્વક પૂર્ણ પર્યાપ્તિવાળા થાય છે ને ઉત્પન્ન થતાંની સાથે જ ભવસ્વાભાવિક અવધિ અથવા વિર્ભાગજ્ઞાનને પ્રાપ્ત કરીને, યથાયોગ્ય ભોગ યોગ્ય તરૂણાવસ્થાવાળા થઈ જાય છે. એથી દેવોને અન્ય ગતિના જીવની જેમ ગર્ભધારણ, કુક્ષિ જન્મ, બાલ-વૃદ્ધાદિભિન્ન-ભિન્નાવસ્થાઓ હોતી નથી. આ દેવો દેવશયામાં ઉત્પન્ન થાય છે ત્યારે સ્વાભાવિક સુંદર રૂપવાળા.. વસ્ત્રાભૂષણથી રહિત હોય છે, પરંતુ પછી હાજર રહેલા તેમને સત્કારનારા સામાનિકાદિ દેવ-દેવીઓ જય જય શબ્દપૂર્વક નમસ્કાર કરીને, જિનપૂજનથી થતાં અનેક લાભોને સ્વામીના મનોગત અભિપ્રાયથી જણાવીને ઉપપાત સભાના પૂર્વદ્વારથી સર્વ અભિયોગિકાદિદેવો, સ્વાભાવિકવિકુર્વેલા અનેક જાતના સમુદ્રોના જલ-ઔષધિથી ભરેલા, ઉત્તમ રત્નોના મહાકલશો વડેદ્રહમાં લઈ જઈ સ્નાન કરાવે પછી “અભિષેક સભામાં સ્નાન કરાવે. ત્યાર બાદ ઉત્સાહી દેવો “અલંકાર સભા”માં વિધિપૂર્વક લઈ જઈ સિંહાસને બેસાડી શરીર પર શીઘ ઉત્તમ સુવર્ણના દેવદૂષ્ય વસ્ત્રો, રત્નાવલી આદિ હાર, વીંટી, કુંડલ-અંગ-કેયુરાદિ સુશોભિત આભૂષણોને સર્વાગે પહેરાવે છે. પછી “વ્યવસાય સભામાં વિધિપૂર્વક પૂર્વદ્વારથી લઈ જઈ ત્યાં પુસ્તકાદિ દર્શાવે છે. ઉત્પન્ન થયેલો દેવ તે પુસ્તકથી પોતાના યથાયોગ્ય અવસર સાચવવાના પ્રસંગો, પરંપરાગતના રીતિ રિવાજોથી માહિતગાર બની, નંદન નામની વાવડીમાં પૂજાની ભક્તિ નિમિત્તે પુનઃ સ્નાનાદિ કરીને જિનપૂજાદિના ઉત્તમ સર્વ કાર્યો ક્રમશઃ વિધિપૂર્વક કરી... (આ નિયમો સમ્યગૃષ્ટિ દેવા માટે સમજવા અને મિથ્યાષ્ટિ દેવો તેના આરાધ્યદેવાદિકની વિધિ સાચવે છે.) પછી વિધિપૂર્વક “સુધર્મસભા”માં આરૂઢ થઈસ્વકાર્યમાં તથા દેવ-દેવીના વિષયાદિ સુખમાં તલ્લીન બને છે.
વળી, આ દેવો સર્વાગે-મસ્તકે-કંઠે-હસ્તે-કર્ણાદિ અવયવોને વિશે આભૂષણોને ધારણ કરનાર... સદાકાળ અવસ્થિત યૌવનવાળા નિરોગી અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે તેમજ આ દેવો ભવસ્વભાવે જ લીલાયુક્ત સુંદર અનિમેષ નયનવાળા હોય છે એટલે જેના નેત્રમાં કદાપિ પલકારાપણું કે બંધ કરવાપણું હોતું જ નથી. અપરિમિત સામર્થ્યથી મનથી જ સર્વ કાર્યને સાધનારા તેમજ અમ્યાન પુષ્પમાળાને ધારણ કરનારા, વળી પૃથ્વી ઉપર આવે ત્યારે પૃથ્વીને સ્પર્શ ન કરતા ૪ આંગળ અદ્ધર (ઉંચા) રહેનાર, મહાન સંપત્તિ, સૌભાગ્ય, શાતા-સુખને ધારણ કરનારા વળી અર્ધમાગધી ભાષા બોલનારા હોય છે... તેમજ સ્વસ્વકલ્પ, અવસ્થા અનુસાર વિમાન આદિના સ્વામી બનનારા વળી વિદુર્વણા આદિ અનેક લબ્ધિઓના ધારણ કરનારા... આ દેવો હોય છે.
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org