________________
જૈન કોસ્મોલોજી
➖➖➖
જાણવા જેવું... માણવા જેવું...
જ્જ આ જીવ દ્રવ્યપુણ્યના કારણે એક વાર નહીં, કિન્તુ અનેકવાર નવગૈવેયકોમાં ભૂતકાળ દરમિયાન ઉત્પન્ન થયો. આ જીવે જ્યાં દશેય પ્રકારના કલ્પવૃક્ષોનું અસ્તિત્વ હોય એવા યુગલિક ક્ષેત્રમાં અથવા યુગલિક કાળમાં જન્મ ધારણ કર્યો. વજઋષભનારાચસંઘયણ, સમચતુરસ્ત્રસંસ્થાન, ત્રણ ગાઉં ઊંચું શરીર, ત્રણ પલ્યોપમનું આયુષ્ય અને દશ પ્રકારના કલ્પવૃક્ષો જન્ય દરેક પ્રકારની ભોગોપભોગની સામગ્રી મળવા છતાં તત્ત્વજ્ઞાનની ખામીના કારણે આ જીવને સંવર અને સકામનિર્જરાનો લાભ ન મળ્યો. આ જીવે અનેક વખત નરકગતિની ભયંકરમાં ભયંકર ક્ષેત્રજ વેદના, અન્યોન્યકૃત વેદના તેમજ પરમાધામિકૃત વેદનાઓનો અનુભવ કર્યો, એમ છતાં ત્યારે પણ જીવનમાં તત્ત્વજ્ઞાનનો બોધ ન હોવાના કારણે આ જીવ કર્મથી હળવો ન થયો તેમજ આજ સુધીના અનન્તાનન્ત કાળ દરમિયાન આ જીવને બધું મળ્યું, પણ આત્મબોધ થાય તેવું તત્ત્વજ્ઞાનનું સાધન ન મળ્યું. આ જીવે અનંતકાળ દરમ્યાન બીજી બધી બાબતો જાણી પણ એક માત્ર આત્મતત્ત્વને ન જાણ્યું. આ જીવે અનંતકાળ દરમિયાન અચેતન એવા પુદ્ગલોને ભેગા કરવામાં ને આયુષ્ય પૂર્ણ થયે એ પુદ્ગલોને મૂકીને રવાના થવામાં ડહાપણ માન્યું, પણ પોતાના આત્મા માટે ધ્યાન ન આપ્યું. આ કારણે જ દુ:ખ સ્વરૂપ, દુઃખફલક અને દુઃખની પરંપરાવાળો સંસાર આ જીવ માટે કાયમને કાયમ જ રહ્યો...
માટે જ કહેવાયું છે કે “જાગ્યા ત્યારથી સવાર.” આ સચિત્ર તત્ત્વજ્ઞાનનું નવલું નજરાણું હવે આપશ્રીના હાથમાં જ છે. . . સમજણ મળી ગઈ છે તો હવે પ્રમાદ શેનો ?... ચાલો સમયનો સાચો સદુપયોગ કરી લઈએ...
૧૭૪
Jain Education International
એ જ અભ્યર્થના...
For Private & Personal Use Only
જાણવા
I
www.jainelibrary.org