________________
જૈન કોસ્મોલોજી
મધ્યલોક
वासुध्वना ७ रत्नो अने छोटिशिला
65 # હવે યુદ્ધશુરા-વાસુદેવોને જે ૭ રત્નો હોય છે તે કહેવાય છે".
(૧)સુદર્શનચક્ર, (૨) નંદક નામનું ખડ્રગ અને (૩) મણિ આ ત્રણે રત્નોનું વર્ણન પૂર્વમાં આપેલ ચક્રવર્તાના ૧૪ રત્નોમાં આવી ગયેલ હોવાથી બાકીનાં ૪ રત્નો કહેવાય છે. જિ (૪) ધનુષ્યરત્નઃ આ શાર્ગ ધનુષ્ય નામનું શસ્ત્ર જાણવું. આ ધનુષ્ય બીજા અન્ય કોઈથી પણ ઉપાડી ન શકાય તેવું મહાભારે હોય છે માત્ર વાસુદેવો જ આને ઉપાડી શકે છે તેમજ અદ્ભુત શક્તિવાળુ જેના ટેકરાવ માત્રથી જ શત્રુસૈન્ય ત્રાસીને પલાયન થઈ જાય એવું હોય છે. ૪ (૫) ગદા: આ ગદા ચક્રના દંડરત્ન જેવી મહાપ્રભાવશાળી હોય છે તેમજ બીજા કોઈથી પણ ઉપાડી ન શકાય તેવી, વળી અભિમાની એવા વેરીયો (શત્રુઓ)ના ભુજાના બળને (મદને) તોડી નાંખનારી ને બળીષ્ટ હોય છે. ૪ (૬) વનમાલા : આ વનમાલા નામની માલા વાસુદેવની છાતી ઉપર સદાએ લટકેલી જ હોય છે. વળી, આ માળા ક્યારેય પણ કરમાતી નથી. આ માળા સર્વ ઋતુઓના પુષ્પોથી સુંદર તથા અત્યંત સુગંધિત હોય છે તેમજ આ માળા દેવાધિષ્ઠિત હોય છે. IT (૭) શંખઃ આ પાંચજન્ય શંખને વાસુદેવ સિવાય (તીર્થંકર વજી) બીજો કોઈ જ વગાડી શકે નહિ. તેનો આવાજ થતાં શત્રુ સૈન્ય ભયભીત બની સર્વત્ર ભાગી જાય છે. આ શંખનો આવાજ ૧૨ યોજન સુધી સંભળાય છે. આ પ્રમાણે સદાય દેવાધિષ્ઠિત સાતે રત્નો વાસુદેવને હોય છે (અને બળદેવને ત્રણ રત્નો હોય છે. તે જેમકે : (૧) ધનુષ્યરત્ન, (૨) હળ, (૩) મૂશળ...)
ठोटिशिला विशे काशवा # જેમ ચક્રવર્તી ખંડવિજય દરમ્યાન ઋષભકૂટ ઉપર સ્વનામ અંકિત કરે છે ત્યારે તેને ખાત્રી થાય છે કે હું ચક્રવર્તી થઈ ગયો છું. તેમજ વાસુદેવોને પણ હું પોતે વાસુદેવ છું તે ખાત્રી આ નીચે કહેવાતી કોટિશિલા ઉપાડવાથી કરે છે. તે મેઘના જેમ અતિશય શ્યામ અને સ્નિગ્ધ વર્ણવાળી તેમજ દેવતાઓના સમૂહથી અધિષ્ઠિત એવી ૧ યોજન લાંબીપહોળી અને ઊંચી એવી શાશ્વતી દક્ષિણાઈ ભરતે સિંધુ દેશના દશાર્ણ પર્વતની બાજુમાં છે. તે કોટિશિલાને વાસુદેવામાં પ્રથમ વાસુદેવ ઊંચા કરેલા ડાબા હાથના અગ્ર ભાગ સુધી ઉપાડે છે. બીજો વાસુદેવ મસ્તક સુધી, ત્રીજો વાસુદેવ કંઠ સુધી, ચોથો વાસુદેવ વક્ષ:સ્થલ સુધી, પાંચમો વાસુદેવ જઠર સુધી, છઠ્ઠો વાસુદેવ કટિતટ સુધી, સાતમો વાસુદેવ ઉપ્રદેશ સુધી, આઠમો વાસુદેવ જાનુ સુધી અને નવમો વાસુદેવ જાનુથી કાંઈક નીચે સુધી ઉપાડે છે. આ ક્રમ અવસર્પિણીના ૯ વાસુદેવો માટે જાણવો અને ઉત્સર્પિણીમાં આનાથી વિપરીત ક્રમ જાણવો. જ આ કોટિશિલાનું બીજું નામ “સિદ્ધશિલા” પણ છે કારણ કે, આ કોટિશિલા ઉપર સોળમા શ્રી શાંતિનાથ તીર્થંકર પ્રભુના ચક્રાયુધ નામે ગણધર અનેક મુનિવરો સાથે સિદ્ધિપદને વર્યા છે. વળી તેમની ૩૨ પાટ પરંપરા સુધી સંખ્યાતા ક્રોડ મુનિયો પણ અહીંથી જ મોક્ષે ગયા છે. ત્યારબાદ શ્રી કુંથુનાથ ભગવાનના મુખ્ય ગણધર અને તેમની ૨૮ પાટ પરંપરા સહિત સંખ્યાતા ક્રોડ મુનિઓ, શ્રી અરનાથ ભગવાનના મુખ્ય ગણધર અને તેમની ૨૪ પાટ પરંપરા સુધી ૧૨ ક્રોડ મુનિઓ, શ્રી મલ્લિનાથ ભગવાનના મુખ્ય ગણધર અને તેમની ૨૦ પાટ પરંપરા સુધી ૬ ક્રોડ મુનિઓ, શ્રી મુનિસુવ્રતસ્વામિના તીર્થમાં ૩ ક્રોડ મુનિઓ અને શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં ૧ ક્રોડ મુનિઓ... આ જ કોટિશિલા ઉપરથી સિદ્ધ થયા છે માટે જ આ કોટિશિલાનું બીજું નામ “સિદ્ધશિલા” પણ કહેવાય છે.
| (કાલલોપ્રકાશ | સર્ગ-૩૧)
ન ૧૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org