________________
જૈન કોસ્મોલોજી ---------
મધ્યલોક
૩૪ દીર્ઘ વૈતાઢચ પર્વતો.
35.
# ભરતક્ષેત્રને બે ભાગમાં વિભાજન કરનારા વૈતાઢ્ય પર્વતની વાત આપણે આગળ જાણી. હવે આ વૈતાઢ્ય પર્વતો જંબૂદ્વીપમાં કેટલા છે? ક્યાં ક્યાં છે ? તેની વિગતવાર માહિતી જાણીએ... જંબૂદ્વીપની બરાબર મધ્યમાં રહેલા મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયો (ક્ષેત્રો) આવેલ છે. દરેક વિજયની મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબા એવા દીર્ઘ વૈતાઢ્ય પર્વતો આવેલા છે. આ પર્વતોના અધિપતિ દેવો વૈતાદ્ય નામે જ છે તથા ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની બરાબર મધ્યમાં પૂર્વ-પશ્ચિમ લાંબા ૧-૧ વૈતાઢ્ય પર્વત આવેલ છે. તેથી જંબૂદ્વીપમાં કુલ ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે. દરેક દીર્ઘ વૈતાઢ્ય પર્વતો પૂર્વ-પશ્ચિમ લાંબા હજારો યોજન તથા ઉત્તર-દક્ષિણ ૫0 યોજન વિસ્તારવાળા છે અને ૨૫ યોજન ઊંચા છે. ૬ યોજન જમીનમાં છે. તેઓનો આકાર લંબચોરસ છે અને રુખ્યમય આ પર્વતો હોય છે. દીર્ઘ વૈતાઢ્ય પર્વતોની ઉત્તર અને દક્ષિણ તલેટીથી ૧૦ યોજન ઊપર જતાં ૧૦ યોજન વિસ્તારવાળો સપાટ પ્રદેશ આવે છે. તેને મેખલા કહેવામાં આવે છે. ત્યાંથી વળી ૧૦ યોજન ઊપર જતાં ૧૦ યોજન વિસ્તારવાળી બીજી મેખલા આવે છે. તેથી ઉત્તર દક્ષિણ વિસ્તાર તલેટીએ પ0 યોજન થાય, પહેલી મેલખાએ ૩૦ યોજન થાય અને બીજી મેખલાએ ૧૦ યોજન થાય છે. પહેલી મેખલાએ વિદ્યાધરોનાં નગરો છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં લવણસમુદ્રની મેખલા જગતીની ગોળાઈને કારણે થોડી નાની થાય છે. જયારે લઘુ હિમવંત અને શિખરી પર્વત તરફની મેખલા મોટી હોય છે. તેથી સમુદ્ર તરફની મેખલામાં વિદ્યાધરોનાં ૫૦-૫૦ નગરોની શ્રેણી છે. જ્યારે લઘુ હિમવંત અને શિખરી તરફની મેખલામાં ૬૦-૬૦ નગરોની શ્રેણી છે. મહાવિદેહ ક્ષેત્રમાં બંને બાજુની મેખલાની લંબાઈ સરખી હોવાથી તેમની ઉપર ૫૫-૫૫ નગરોની શ્રેણી હોય છે, તેથી દરેક વૈતાઢ્ય પર્વત ઉપર ૧૧૦-૧૧૦ નગરો છે. તેથી કુલ ૩૪ X ૧૧૦=૩,૭૪૦ વિદ્યાધરોના નગરો છે એટલે કે ૩૪ વૈતાઢ્ય પર્વતોની ૬૮ શ્રેણીમાં કુલ મળીને ૩,૭૪૦ નગરો છે. # બીજી મેખલામાં આભિયોગિક એવા તિયગુર્જુભક વ્યંતર દેવો રહે છે. મેથી દક્ષિણ તરફના જે ૧૭ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે, તેની મેખલામાં સૌધર્મેન્દ્રના સોમ, યમ, વરુણ, કુબેર નામના ૪ લોકપાલના આભિયોગિક દેવો જાણવા અને મેરુથી ઉત્તર તરફના ૧૭ દીર્ધ વૈતાદ્ય પર્વતોની મેખલામાં ઈશાનેન્દ્રના ૪ લોકપાલના આભિયોગિક દેવો જાણવા. (આભિયોગિક = નોકર-ચાકર તરીકે કાર્ય કરનારા)૬, આભિયોગિક દેવોના ભવનો બહારથી ગોળ અને અંદરથી ચોરસ રત્નમય હોય છે. દીર્ઘ વૈતાઢ્ય પર્વતોની નીચે ઉત્તર-દક્ષિણ બંને તરફ પૂર્વ-પશ્ચિમ લાંબું એક વન અને એક વેદિકા છે તેમજ દરેક મેખલાઓ (શ્રેણીઓ) ૧-૧ વન અને વેદિકા વડે વિટાએલ છે તથા શિખરના મધ્યમાં ૫૦૦ ધનુષ્ય પહોળી લંબચોરસ વેદિકા છે અને તેની બંને બાજુ વનખંડ છે. તેઓની લંબાઈ પર્વત જેટલી છે. (મતાંતરે શિખર ઉપર વેદિકા અને વન પર્વતના છેવાડે વિંટળાયેલ છે. આથી વેદિકા લંબચોરસ આકારે છે.)
આ વૈતાઢ્ય પર્વતોની નીચે ૨-૨ ગુફાઓ આવેલી છે. તે પર્વતના વિસ્તાર જેટલી એટલે ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન લાંબી છે તથા અંદરના ભાગે ૧૨ યોજન પહોળી છે. ગુફાના ઉત્તર-દક્ષિણ બંને તરફનાં દ્વાર ૪ યોજન પહોળાં અને ૮ યોજન ઊંચાં છે. દરેક દ્વારને ૨-૨ કમાડ છે. તે પણ ૨ યોજન પહોળાં અને ૮ યોજન ઊંચાં છે. પશ્ચિમ બાજુ આવેલ ગુફાનું નામ તમિસ્ત્રી ગુફા છે અને તેના અધિષ્ઠાયક દેવનું નામ “કૃતમાલ' છે. તેમજ પૂર્વ બાજુ આવેલ ગુફાનું નામ ખંડપ્રપાતા છે અને તેના અધિષ્ઠાયક દેવનું નામ “નૃતમાલ’ છે. બંને ગુફાઓ ગંગા-સિંધુ કે રક્તા-રક્તવતી નદીની વચ્ચે છે. પશ્ચિમ બાજુની ગુફાના દક્ષિણ દ્વારથી ૨૧ યોજન જતા ઉન્ન્ના નદી આવે છે. તેનો વિસ્તાર ૩ યોજનાનો છે. તે પછી ર યોજન આગળ જતા નિમગ્ના નદી આવે છે. તેનો વિસ્તાર પણ ૩ યોજનનો છે. એ પછી ૨૧ યોજન જતાં ઉત્તર દિશાનું દ્વાર આવે છે. વિશેષ ઉન્મગ્ગા નદીમાં કોઈ પણ વસ્તુ નાંખવામાં આવે તો તે ડૂબે નહીં પરંતુ તરતું રહે છે યાવતું પત્થર પણ તરે છે, જયારે નિમગ્ના નદીમાં કાંઈ પણ વસ્તુ નાંખવામાં આવે તો તે ડૂબી જાય છે. યાવત્ છે કે લાકડું નાંખો તો પણ ડૂબી જાય છે°. આ રીતે પૂર્વ તરફની ગુફામાં પણ બે નદીઓ સમજવી...
૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org