________________
જૈન કોસ્મોલોજી -------
મંથલોક
भूवृक्ष
38
જ જંબૂદ્વીપમાં ઉત્તરકુરુક્ષેત્રના પૂર્વાર્ધમાં મધ્યભાગે જંબૂવૃક્ષના આકારનું પૃથ્વીકાયમય શાશ્વત, સ્થિર, અકૃત્રિમ મહાજંબૂવૃક્ષ છે. આજેબૂદ્વીપનો અધિપતિ અનાદત દેવ નાં ઉપરજ રહે છે, તેથી આ દ્વીપનું નામ જેબૂદ્વીપ છે. આ જંબૂવૃક્ષનાં ૧૨ નામો છેઃ (૧) સુદર્શના, (૨) અમોઘા, (૩) સુપ્રબુદ્ધા, (૪) યશોધરા, (૫) ભદ્રા, (૬) વિશાલા, (૭) સુજાતા, (૮) સુમના, (૯) વિદેહજંબુ, (૧૦) સૌમનસા, (૧૧) નિયતા, (૧૨) નિત્યમંડિતા. જયાં જંબૂવૃક્ષ છે ત્યાં જાંબુનદ સુવર્ણનું વાતાવર્ણનું જંબૂપીઠ છે, તે જંબૂપીઠ નીચે બે ગાઉ ઊંચું (જાડુ) છે તથા ૫૦૦યોજન વિસ્તારવાળું લાંબુ-પહોળું છે, તેની ફરતે પદ્મવર વેદિકા છે. તે વેદિકાને ર ગાઉ ઊંચાં અને ૧ ગાઉ પહોળાં મનોહર ચાર દ્વારો છે. વળી, તે તોરણો-અષ્ટમંગલો વગેરેથી યુક્ત છે તથા ૩-૩ પગથિયાં પણ છે. જંબુપીઠના મધ્યભાગમાં ૮ યોજનવિસ્તારવાળી અને ૪ યોજન ઊંચી મણિપિઠીકા છે. તેની ઉપર આ પૃથ્વીકાયમય શાશ્વત જંબૂવૃક્ષ રહેલું છે. આ જંબૂવૃક્ષના મૂલીયા વજરત્નમય છે. કંદ (જમીનમાં રહેલું થડ) અરિષ્ટરત્નમય છે.સ્કંધ (બહાર રહેલું થડ) વૈડર્યરત્નમય નીલવર્ણનું છે. આ થડથી ચાર દિશામાં ચાર મુખ્ય શાખાઓ નીકળે છે, તે સુવર્ણમય પીલા વર્ણની છે તથા મધ્યભાગે મોટામાં મોટી વિડમાશાખા ઊર્ધ્વદિશામાં ઊભી ગયેલી છે તે સુખમય છે. આ ઉપરાંત પ્રશાખાઓ કાંઈક શ્વેત વર્ણની સુવર્ણમય છે. પાંદડાઓ નીલવર્ણના વૈર્યરત્નમય છે. વૃક્ષો (પાંદડાના ડીંટ) તપાવેલા સુવર્ણમય છે. નવા અંકુરાઓ રાતા સુવર્ણમય છે. વળી, આ વૃક્ષ વિવિધ રત્નમય પુષ્પો અને ફળવાળું છે. (આ ઉપરોક્ત બધું જ પૃથ્વીકાયનું શાશ્વત છે.) આ જંબૂવૃક્ષની ઊંચાઈ અને વિસ્તાર ૮-૮ યોજનનો છે કેમ કે થડ, મહાશાખા, વિડમાશાખાની જાડાઈ ૨ ગાઉની છે અને મુખ્ય શાખાઓની લંબાઈ ૧૫-૧૫ ગાઉની છે તથા થડની લંબાઈ ૨ યોજન અને વિડમાશાખાની લંબાઈ ૬ યોજનની છે. (થડની જાડાઈ ૨ ગાઉ + મહાશાખાની લંબાઈ ૧૫ ગાઉ + ૧૫ ગાઉ = ૩૨ ગાઉ = ૮ યોજન વિસ્તાર. થડની ઊંચાઈ ૨ યોજન, વિડમાશાખાની ઊંચાઈ ૬ યોજન = ૮ યોજન ઊંચાઈ...) પૂર્વની મહાશાખા ઉપર અનાદત દેવનું રત્નમય ભવન છે અને બાકીની ૩ મહાશાખાઓ ઉપર તેના જ દેવપ્રાસાદો છે. વિડમાશાખા ઊપર તો શાશ્વત જિનમંદિર છે. આ પાંચે ૧ ગાઉ લાંબા, ૧ ગાઉ પહોળા અને ૧,૪૪૦ ધનુષ્ય ઊંચા હોય છે. જ આ જંબૂવૃક્ષ અનુક્રમે ૧૨ વેદિકા વડે વિંટળાયેલ છે. દ્રહોમાં (પાદિમાં) કમળોનો જે પરિવાર છે તેવો જ પરિ જંબુવૃક્ષનો જાણવો. ફેર એટલો જ છે કે ત્યાં મહત્તરા દેવીના કમળો છે.ત્યારે અહીં અગ્ર મહિષીઓનાં વૃક્ષો જાણવાં. ત્યાં કમળોના ૬ વયલો કહેવાયા. જ્યારે અહીં મતાંતરે પહેલા ૩ વલયો પણ કહ્યા છે અર્થાતુ પહેલા વલયમાં ૧૦૮ જંબૂવૃક્ષો અને તેઓને ફરતે ૬ પાવર વેદિકા આવેલી છે. આ વૃક્ષો ઉપર અનાદત દેવનાં આભૂષણો રાખવામાં આવેલાં છે. આ ૧૦૮ જંબૂવૃક્ષોમાં જિનમંદિર કે પ્રાસાદાદિક કાંઈ પણ નથી. (જો કે કેટલાક અહીંયાં ૧૦૮ જિનમંદિર છે તેવું માને છે.) પછી બીજા વલયમાં કુલ ૩૪,૦૧૧ વૃક્ષો છે અને ત્રીજા વલયમાં ૧૬,૦૦૦ વૃક્ષો છે. જે અનાદતદેવના આત્મરક્ષકોના છે. આવા પરિવારવાળા જંબૂવૃક્ષની આસપાસ ૧૦૦-૧૦૦ યોજન પ્રમાણવાળાં ૩ વન આવેલાં છે. તેમાં પ્રથમ વનમાં જંબૂપીઠથી ૫૦ યોજન દૂર ચાર દિશામાં ચાર ભવનો અને ચાર વિદિશામાં ચાર પ્રાસાદો અનાદત દેવના આવેલા છે. ચાર પ્રાસાદોની ચારે બાજુ ૪-૪ વાવડીઓ આવેલી છે, તે વાવડીઓ તોરણ, ચારદ્વાર, ૧ વન અને ૧ વેદિકા વડે વિંટળાયેલ છે. ભવન અને પ્રાસાદનું સ્વરૂપ જંબૂવૃક્ષના ભવન-પ્રાસાદ જેવું જાણવું અને વાપિકાઓ ૧ ગાઉ લાંબી. 3 ગાઉ પહોળી અને ૨૫૦ધનુષ્ય ઊંડી છે. તે જ ભવન અને ૪ પ્રાસાદના આંતરામાં ૮ ભૂમિકટો આવેલા છે, તેને “તરૂકટ” પણ કહેવાય છે. તેની ઊપર શાશ્વત જિનચૈત્યો આવેલ હોવાથી તે “જિનકુટ” પણ કહેવાય છે. તે કુટો જંબૂનદ સુવર્ણના રાતા છે. આ કુટો મૂળમાં ૧૨ યોજન વિસ્તારવાળા, ઊપર ૪ યોજન વિસ્તારવાળા, ૮ યોજન ઊંચા અને જમીનમાં ર યોજન ઊંડા છે. ઊર્ધ્વ પૃચ્છાકારે છે. જિનમંદિરનું સ્વરૂપ વિડમા શાખાના જિનમંદિરની જેમ જાણવું. હાલમાં જેબૂદ્વીપનો અધિષ્ઠાયક “અનાદત દેવ” છે જે પૂર્વભવમાં જંબૂસ્વામીજીના સંસારી કાકાશ્રી હતા. એવી જ રીતે દેવકુરુક્ષેત્રના પશ્ચિમાધના મધ્યભાગે “શાલ્મલીવૃક્ષ” આવેલ છે, તેનું પણ સર્વ સ્વરૂપ જંબૂવૃક્ષ જેવું જાણવું. ફેર એટલો જ કે તેનો અધિપતિદેવ “ગરુડદેવ” છે. વળી, તેના પહેલા વનમાં જંબૂકૂટ જેવા જ ૮ શાલ્મલીકૂટો આવેલ છે તે શ્વેત પ્યમય છે."
- ૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org