Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૧૩
ઇતિહાસને બંધ મારા કેટલાક પત્રોમાં કોશિશ કરી છે. પરંતુ કેટલીક વાર, ઇતિહાસના લાંબા ગાળાઓ પર નજર ફેરવતાં, આ ધ્યેયની કંઈ ભારે પ્રગતિ થઈ હોય, અથવા તે માણસ વધારે સભ્ય થયા હોય કે તેણે વધારે પ્રગતિ કરી હોય, એમ માનવું મુશ્કેલ થઈ પડે છે. આજે તે દુનિયામાં પરસ્પર સહકારને ઠીક ઠીક અભાવ માલૂમ પડે છે. અને એક દેશ અથવા પ્રજા સ્વાર્થને ખાતર બીજી પ્રજા ઉપર આક્રમણ કરી રહી છે ને તેને પીડી રહી છે તેમ જ એક માણસ તેના જેવા જ બીજા માણસને ચૂસી રહ્યો છે. જે લાખો વરસની પ્રગતિ પછી આપણે આટલા બધા પછાત અને અપૂર્ણ છીએ, તે સમજી અને ડાહ્યા માણસની પિઠે વર્તવાનું શીખતાં આપણને કેટલું બધું સમય લાગશે? પ્રાચીન ઇતિહાસના કેટલાક યુગ વિષે વાંચતાં તે બધા આપણું વર્તમાન યુગ કરતાં વધારે સારા તેમજ વધારે સભ્ય અને સંસ્કારી પણ લાગે છે, અને એ જોઈને આપણી દુનિયા પ્રગતિ કરી રહી છે કે પાછળ પડતી જાય છે એવી વિમાસણમાં આપણે પડી જઈએ છીએ. બેશક, ભૂતકાળમાં આપણા દેશમાં ઉજજવળ યુગ આવી ગયા છે. એ યુગો આપણા વર્તમાન યુગ કરતાં દરેક રીતે અતિશય ચડિયાતા હતા.
એ ખરું છે કે હિંદ, ચીન, મિસર, ગ્રીસ વગેરે દેશમાં અને બીજે પણ ભૂતકાળમાં ઉજ્જવળ યુગો આવી ગયા છે તથા તેમાંના ઘણુંખરા દેશ પટકાઈને પાછળ પણ પડ્યા છે. પણ એથીયે આપણે હિંમત ન હારવી જોઈએ. આ દુનિયા એટલી વિશાળ છે કે કોઈ એક દેશની થેડા સમય માટેની ચડતી પડતીથી તેમાં એકંદરે ભારે ફરક પડતું નથી.
આજકાલ ઘણું લકે અર્વાચીન સંસ્કૃતિની મહત્તા અને વિજ્ઞાનની ચમત્કૃતિઓ વિષે મોટી મોટી બડાશે હાંકે છે. બેશક, વિજ્ઞાને ભારે ચમત્કાર કર્યા છે અને મોટા મોટા વિજ્ઞાનીઓ આપણું અત્યંત આદરને પાત્ર છે. પણ એ બડાશ હાંકનારાઓ તે કવચિત જ મહાન હોય છે. અને ઘણી બાબતમાં માણસ ઇતર પ્રાણીઓથી વિશેષ આગળ વધ્યો નથી એ હમેશાં યાદ રહે એ જરૂરનું છે. એવો ઘણો સંભવ છે કે કેટલીક બાબતોમાં કેટલાંક પ્રાણુઓ આજેયે માણસ કરતાં ચડિયાતાં હશે. સંભવ છે કે આ વાત બેવકૂફીભરેલી લાગે. પૂરી સમજ વગરના લોકો એને હસી કાઢે પણ ખરા. પણ હમણું તે મેટરલિંકનાં “માખીનું જીવન”, “ઊધઈનું જીવન” અને