________________
પર)
જ્ઞાનાંજવિ
ઋતુમાં પુસ્તક-ભડારને બંધબારણે રાખેલા હાઈ ઉધેઈ આદિ લાગવાને સંભવ હાય તે પણ ધૂળકચરા આદિ દૂર થતાં દૂર થાય. આ મહાન કાર્ય સદાને માટે એક જ વ્યક્તિને કરવુ' અગવડભયુ'' જ થાય. માટે કુશળ જૈનાચાર્યેŕએ દરક વ્યક્તિને જ્ઞાનભક્તિનું રહસ્ય અને તે દ્વારા થતા ફાયદાઓ સમજાવી તે તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો. તે દિવસને માટે લેકે પણ પેાતાના ગૃહવ્યાપારને છેડી દઈ યથાશકય આહારાદિકને નિયમ કરી પ્રૌષધવત સ્વીકારી પુસ્તકરક્ષાના મહાન પુણ્ય કાર્યંમાં ભાગીદાર થાય છે. વર્ષાને લીધે તેમાં પેસી ગયેલા ભેજને દૂર કરવા માટે સહુથી સરસ, અનુકૂળ અને વહેલામાં વહેલા સમય કાર્તિક માસ જ છે. તેમાં શરદઋતુની પ્રૌઢાવસ્થા, સૂનાં પ્રખર કિરા તેમ જ વર્ષાઋતુની ભેજવાળી હવાના અભાવ હાય છે.
k
જે ઉદ્દેશથી ઉક્ત તિથિનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું હતું તે અત્યારે લગભગ ભુલાઈ ગયા છે. એટલે કે પુસ્તક-ભંડારાની તપાસ કરવી, ત્યાંને કચરો સાફ કરવા આદિ લુપ્ત જ થયું છે. માત્ર તેના સ્થાનમાં આજકાલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેાની વસ્તિવાળાં ઘણાંખરાં ગામામાં સાપ ગયા અને લીસાટા રહ્યા” એ કહેવત પ્રમાણે કેટલાંક પુસ્તકાની આડંબરથી સ્થાપના કરી તેની પૂજા, સત્કાર આદિ કરવાનો રિવાજ ચાલુ છે.
મુંબઈની કચ્છી જૈન દશા ઓસવાળની ધર્મશાળામાં હજી પણ પુસ્તકની પ્રતિલેખના, તપાસ, સ્થાપના આદિ વિશેષ વિધિસર કરવામાં આવે છે, જેથી અન્ય ગામેા કરતાં ઉક્ત તિથિને ઉદ્દેશ કેટલેક અશે ત્યાં જળવાતા જોવાય છે. અસ્તુ. અત્યારે ચહાય તેમ થતું હો, તથાપિ એટલું તેા કહી શકાય કે સાહિત્યરક્ષા માટે જૈનાચાર્યાએ જે યુક્તિ ચેાજી છે તે ઘણી જ કુનેહભરી છે.
કિંગ'બર જૈને જ્યેષ્ડ શુકલ પંચમીતે જ્ઞાનપંચમી કહે છે એમ મારા સાંભળવામાં છે. જે તે વાત સાચી જ હોય તો એટલું કહી શકીએ કે પુસ્તક-રક્ષાની દૃષ્ટિએ કાર્તિક શુકલ પંચમી વધારે યોગ્ય છે.
ઉપસ હાર–મુદ્રણયુગમાં લિખિત સાહિત્યને ઉકેલનારાઓને તેમજ તે પ્રત્યે આદરથી જોનારા એને દુષ્કાળ ન પડે તે માટે આપણા ગૂજરાત વિદ્યાપીડ અને ગૂજરાત પુરાતત્ત્વ મંદિરના નિપુણ સંચાલકે યેાગ્ય વ્યક્તિએને આ દિશામાં પણ પ્રેરે એમ ઇચ્છી હું મારા લેખને સમાપ્ત કરું છું.
[‘પુરાતત્ત્વ’ ત્રૈમાસિક, આષાઢ, સ. ૧૯૭૯ ]
* પ્રસ્તુત લેખની સામગ્રી તેમ જ તેને અંગે કેટલીક સમજ હું મારા વૃદ્ધે ગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તેમ જ ગુરુજી શ્રી ચતુરવિજયજી મહારાજ દ્વારા મેળવી શકયો છું, તે બદલ તેમનેા ઉપકાર માનું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org