Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 573
________________ ૮૦ ] જ્ઞાનાંજલિ માં એમની ઉત્તરોત્તર અધિક પ્રગતિ થતી રહે અને એ સ્વપર હિતકારી બને એ અભિલાષ દર્શાવતો હું વિરમું છું. બહુમુખી પ્રતિભા પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, અમદાવાદ જૈન સાધુસમાજમાં કેટલાક વિદ્વાન મુનિએ પોતાની કાર્યપદ્ધતિથી અલગ તરી આવે છે તેમાં આગમપ્રભાકર મુનિરાજ શ્રી, પુણ્યવિજ્યજી મહારાજશ્રીનું નામ આપી શકાય. તેમની વિદ્વત્તા, પ્રતિભા, દાર્ય, નમ્રતા અને સાધુચરિત સહદયતા વગેરે ગુણો તેમના આગવા વ્યક્તિત્વનો ખ્યાલ કરાવે છે. તેમણે સંપાદિત કરેલા અનેક ગ્રંથે અને વિશિષ્ટ નિબંધોથી તેમની વિદ્વત્તા અને પ્રતિભાનો પરિચય મળે છે. વિદ્વાનો કે વિદ્યાર્થીઓને ઉપયોગી એવી સાહિત્યિક સામગ્રી પૂરી પાડવાના તેમના ઔદાર્ય વિશે વિદ્વાનોએ પિતાની કૃતિઓમાં તેમની શતમુખે કૃતજ્ઞતા પ્રદર્શિત કરી છે. ગમે તેવા નાના માનવી પાસેથી તેમણે કોઈ કાર્ય પર સહાય લીધી હોય તો આપણે સાધુસમાજમાં અલગ તરી આવે એવી તેમની આભાર પ્રદર્શન કરવાની નમ્રતા જોઈને તે ઘણી વખત એવો માનવી શરમ પણ અનુભવે. તેમની સાથે વાત કરતાં તેમની રજૂઆતમાં કંઈ પણ છુપાવવાની કૃત્રિમ વાણીને કે વાતને સહેજે પણ આભાસ ન થાય એવી એમની પારદર્શી જુ સહૃદયતા છે. નિભીક આલેખક મહારાજશ્રીએ વિશાળકાય “બૂત કલ્પસૂત્ર'નાં અનેક પરિશિષ્ટો અને પ્રસ્તાવનાથી અલંકૃત કરેલા સંપાદન પછી નિર્યુક્તિઓના કર્તા ભદ્રબાહુવામી પહેલા કે બીજા એ વિષયને એક લેખ તૈયાર કર્યો. તેમણે નિર્યુક્તિઓના આંતરબાહ્ય પરીક્ષણ પછી નિર્ણય કર્યો કે મળી આવતી કેટલીક નિર્યુક્તિઓ અવશ્ય ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામીની નહીં પરંતુ વરાહમિહિરના ભાઈ બીજા ભદ્રબાહુ સ્વામી રચિત લાગે છે. આ એમનો નિર્ણય જૈન સાધુસમાજમાં “નિર્યુક્તિઓ બધી પહેલા ભદ્રબાહુવામી રચિત છે' એવી માન્યતા સામે ખળભળાટ મચાવે એવો હતો. તેમણે કેટલાંયે પ્રમાણે આપીને પોતાના નિર્ણય વિષયક લેખ લખ્યો છે. મને યાદ છે કે એક જેને માસિક પત્રમાં પ્રગટ કરવાને તે લેખ આપવામાં આવ્યું. પણ માસિક પત્રના તંત્રીને આવા નિર્ણય સામે ડર લાગતાં તે લેખ મહારાજશ્રીને પરત કર્યો. છેવટે મહાવીર જૈન વિદ્યાલયના સિલ્વર જ્યુબિલી ગ્રંથમાં એ પ્રસિદ્ધ થયે, પરંતુ તેમની અકાટ દલીલ સામે કઈ હજી સુધી જવાબ આપી શક્યું નથી. મહારાજશ્રીએ “બૃહકલ્પસૂત્ર'ના પ્રાસ્તાવિક વક્તવ્યમાં આગમોદ્ધારક આ. શ્રી. સાગરાનંદસૂરિજી સામે જે ભારે ધુજારે કર્યો છે તે પણ એમની નિર્ભીકતાનું જ ઉદાહરણ છે. જેનોના સાધુસમેલન વખતે આગમો અને તેની પંચાંગીની વાત છેડાઈ. બધા સાધુએ જુદી જુદી રીતે પંચાંગીની વાત કરતા હતા ત્યારે મહારાજશ્રીએ પંચાંગીના નિર્ણય વિશે નાને પણ મુદ્દાસરને લેખ લખી જૈન સાધુસમાજની માન્યતા સામે ઠપકાભરી ચીમકી આપી હતી. સંપાદનની ચીવટ–મહારાજશ્રીની સંપાદન વિષયક ચીવટ તે આપણને દંગ બનાવી મૂકે એવી છે. પાઠભેદ લેવાની એમની પદ્ધતિ, અન્ય ગ્રંથોના સમાંતર સંદર્ભો, શબ્દોની સૂચી, તેના પ્રકાર, પાઠભેદમાં સમાન કુલની પ્રતિઓનો વિભાગ કરી પહેલા કઈ લેવી ને પછી કઈ લેવી, કોને મહત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610