Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 574
________________ અભિવાદન [ ૮૧ આપવું અને કને ગૌણુ સમજવાં એ વિશે તે જે એમની પાસે બેસીને કામ કરે છે અગર જેમણે કામ કર્યું છે તેમને જ વધુ ખબર છે. આમ છતાં તેમણે મહાવીર જૈન વિદ્યાલય તરફથી સંપાદિત થતાં આગમત્રામાં સર્વપ્રથમ નદિ-અનુયોગદ્વાર 'માં જે સંપાદકીય વિસ્તૃત નિબંધ—નિબંધ શું ? એક સંપાદનશાસ્ત્ર રચી કાપુ છે એ દ્વારા વિદ્વાને જાણી શકશે કે મહારાજશ્રીની સંપાદન વિષયક સમજ અને ચીવટ કેટલી સૂક્ષ્મ અને ઊંડી છે? મહુશ્રુત પાંડિત્ય—તે આગમ, તત્ત્વજ્ઞાન, દર્શન, કાવ્ય, અલંકાર, છંદ, કૈાશ વગેરે વિવિધ વિષયના જાણકાર છે એ એમના સપાદન-પ્રથા ઉપરથી જાણી શકાય છે. એ સિવાય શિલાલેખે, શિલ્પ-આકૃતિ-સ્થાપત્ય, ચિત્રકળા, ગ્રંથભંડારેા વિશે એમની સમજ ખૂબ ઊંડી છે. તે જે નિય આપે તે વૈજ્ઞાનિક રીતે પણ બરાબર ખરે નીકળે. . એમની પાસેથી તે તે વિષયનું જ્ઞાન મેળવતાં પ્રત્યેક વિષયો તે પારદર્શી બનાવી જિજ્ઞાસુને સ ંતુષ્ટ કરી દે છે. તેમની પાસે અનુભવની વાર્તાને પણ અમૂલ્ય ખજાનેા કંઠસ્થ છે. ગમે તેવા કઠિન વિષયને અનુભવની મતારંજક વાતેા દ્વારા સહજ અને સરળ બનાવી દેતા મેં સાંભળ્યા છે. વિદ્યાની લગન—મહારાજશ્રી પાસે જઈએ ત્યારે તેમના એક ઊભા ઢીંચણુ ઉપર હાથલખાણ રાખીને કંઈ ને કંઈ સંપાદનકા લઈ ને તે બેઠેલા જ હોય એમ માલૂમ પડે. આપણા જવાના કંઈ અવાજ ન થાય તેા કેટલાય સમય સુધી ચુપચાપ એમની વિદ્યાદેવીની ઉપાસનાવિધિ જોવાને લહાવા મળે. જ્યારે તેઓ પેન્સિલને બદલે ઇંડીપેન કે અક્ષર ભૂંસવા માટે રબર લેવા હાથ લાંખા કરતાં નજર ફેરવે ત્યારે જ સામે આવેલા જિજ્ઞાસુ ઉપર તેમની નજર પડે. અને મહારાજશ્રી આગંતુકની યોગ્યતા સમજીને કાં તેા હાથ ઉપરનું કામ નીચે મૂકી દે, અગર જણાવે કે, બે મિનિટમાં હું વાત કરું છું. એમની પાસે જનારને યોગ્યતા મુજબ આદરમાન મળે જ એ મારા અનુભવની વાત છે. આમ એમના વ્યવહારુ વનની ઊજળી બાજુ એમની વિદ્વત્તામાં સેાનામાં સુગંધ જેવી લાગ્યા વિના ન જ રહે. ગુણગ્રાહિતા – તેએ નાના કે સામાન્ય લાગતા માણસની વિશેષતાની પણ ખૂબ માનભેર કદર કરતા હેાય એવું અનુભવાયુ છે. તેમના સંપાદનમાં લહિયાથી માંડીને મોટા વિદ્વાન, જેમને જેમને! સહકાર મળ્યા હાય, તેમને તેએ નિ:સકેાચ ભાવે આભાર માને છે. પેાતે જે વિષયમાં જાણતા ન હોય તે વિષય માટે તેએ જિજ્ઞાસુ આગળ સ્પષ્ટ એકરાર કરતાં એ વિષયના જાણકારનુ નામ અને સરનામું આપી એવા વિદ્વાનનું મૂલ્ય આંકી પરિચય કરાવે છે. ઔદા —ગમે તેવા વિદ્વાનને જોઈતી હાથપ્રતા, છપાયેલા ગ્રંથૈા કે બીજી સામગ્રી તે ઉદાર હાથે પૂરી પાડે છે. એમાં એમને વેઠવુયે પડે છે છતાં તેએ પેાતાના આ પ્રકારના ઔદાર્યુંમાં લેશ પણ કચાશ નથી રાખતા. અરે ! તેમના વિચારા વિશે વિરાધ દર્શાવનારા કેટલાક સાધુને પણ તેમણે બને તેટલી સવેળા સામગ્રી પૂરી પાડવાનાં અનેક ઉદાહરણા છે. તેમના આવા ઔદાર્યાંથી સ ંશોધક જગત્ સુપરિચિત છે. પરદેશી વિદ્વાને પણ તેમના આ ઔદાર્યને આસ્વાદ માણી રહ્યા છે અને તેમના પ્રત્યેનુ ઋણ ખૂબ આદર સાથે તેએ જાહેર કરે છે. તા. અ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610