Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 605
________________ ૧૧૨ ] જ્ઞાનાંજલિ સદા દૂર રહે છે. અને છતાં આ બાબતમાં એમના વિચારો સુસ્પષ્ટ છે; અને અવસર આવ્યું તેઓ એને નિર્ભયપણે વ્યક્ત પણ કરે છે. તેઓને મન કેઈ કામ નાનું કે નજીવું નથી અથવા કોઈ કામ મોટું નથી; કામ એ કામ જ છે–ભલે પછી દુનિયાની સ્થૂલ નજરે એ નાનું હોય—અને કામની રીતે જ એ કામ કરવું જોઈએ; એમાં ઉતાવળને અવકાશ ન જ હોય : આ ગુણ મહારાજશ્રીની સમગ્ર પ્રવૃત્તિઓને આવરી લે છે. અને તેથી તેઓ દરેક કામને ચીવટપૂર્વક કરવા ટેવાયા છે. શિષ્યો વધારવાના, નામના મેળવવાના કે પદવી લેવાના વ્યામોહથી તેઓ તદ્દન અલિપ્ત છે. આચાર્ય પદવી માટેની પાટણ શ્રી સંઘની આગ્રહભરી વિનતિને તેઓએ વિનમ્રતા તેમ જ દટતાપૂર્વક ઇન્કાર જ કર્યો હતો. વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે તેઓને આગમપ્રભાકરનું બિરુદ આપ્યું તે પણ તેઓને પૂછ્યા વગર જ. મહારાજશ્રી જેમ જ્ઞાનની લાણી કરે છે, તેમ ધર્મની લાણી પણ તેઓ સતત કરતા રહે છે. ગમે તેવાં ગંભીર કામ વચ્ચે પણ તેઓ બાળજીવોને ધર્મની વાત સમજાવવામાં ક્યારેય આનાકાની કે સમયે લોભ કરતા નથી. એમના અંતરમાં એ વાત બરાબર વસી છે કે જે વ્યક્તિ જે મેળવવા આવે તે તેને આપણે આપવી જ જોઈએ, કારણ કે એમનું જીવન અને ધર્મ એકાકાર બની ગયાં છે. એમને ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતા કે દેરાસરમાં પ્રભુદર્શન–ચત્યવંદન કરતા જોવા એ એક લહાવો છે. લેશ પણ ઉતાવળ કર્યા વગર જાણે આત્મા અને પરમાત્મા સાથે નિરાંતે વાત કરતા હોય એવી પ્રસન્નતા અને શાંતિ તેઓ ત્યારે અનુભવે છે. ' તેઓનું અંતર ખૂબ કરુણાભીનું છે; કોઈનું પણ દુઃખ જોઈને એ દ્રવવા લાગે છે. એમની પાસે કંઈક દુઃખી વ્યક્તિઓ સહાય માટે આવે છે; અને એમના બારણેથી ખાલી હાથે કઈ પાછે ગયે જાણ્યું નથી. જે સગવડ હોય તે લાખ રૂપિયા પણ દીન જનોનાં દુઃખ દૂર કરવા માટે થોડા સમયમાં વહેંચી નંખાવે એવો દયાળુ, ઉદાર અને પરગજુ એમને સ્વભાવ છે. | ગમે તેવી મૂંઝવણના સમયે કે સ્વજન-સાથીના વિયોગ વખતે પણ તેઓ સંસારના ભાવોને વિચારીને જે રીતે સ્વસ્થ અને શાંત રહી શકે છે, તે એમણે સાધેલી સ્થિતપ્રજ્ઞતાનું ઘાતક છે. તાજેતરમાં જ (તા. ૧-૧-૬૯ના રોજ) તેઓના ચિરસાથી પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજીના અણધાર્યા કાળધર્મ વખતે તેઓ જે સ્વસ્થતા જાળવી શક્યા, તે એમની જીવનસાધનાને બળે જ. પિલું સાગરમાં તરતું બધું જોયું છે? પાણી ગમે તેટલું વધે છતાં એ તે જળની ઉપર ને ઉપર જ રહે છે. મહારાજશ્રી પાસે પ્રાચીન પ્રતો, કળામય સામગ્રી અને પુરાતત્ત્વની વસ્તુઓને કે ઉત્તમ સંચવું હોય છે ! છતાં એ ક્યારેય મોહ-માયાને જગાવીને એમના અકિંચનભાવને ખંડિત કરી શકતો નથી. તેઓએ પ્રતિષ્ઠા કરી છે, દીક્ષા આપી છે, અવારનવાર જ્ઞાનનાં સાધનો અને કળાની સામગ્રીનાં પ્રદર્શન જ્યાં છે ( વિ. સં. ૨૦૦૯ માં અમદાવાદમાં ઓરિયેન્ટલ કોન્ફરન્સના અધિવેશન વખતે જેલું પ્રદર્શન ખૂબ મોટું અને ખૂબ આકર્ષક તેમ જ યાદગાર બન્યું હતું ), નાના-મોટા ઉત્સવોમાં પણ ભાગ લીધે છે; અરે, વિ. સં. ૨૦૧૯ માં કપડવંજમાં તેઓના ૬૮ મા જન્મદિવસને ઉત્સવ ઊજવવામાં આવ્યું એમાં પણ એમણે હાજરી આપી છે, અને જીવનમાં કંઈ કંઈ નાનાં-મોટાં યશનામી કામો કર્યા છે; પણ એ બધું જ જળકમળની જેમ સાવ અલિપ્ત ભાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610