________________
અભિવાદન
[૧૫ મુનિ શ્રી પુણ્યવિજ્યજી પ્રાચ્યવિદ્યાના મહાન પંડિત અને પ્રાકૃત ભાષાના ઊંડા અભ્યાસી તથા સંશોધક મુનિ શ્રી પુણ્યવિજયજીનું સંસારી નામ મણિલાલ હતું. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૯૫રના કારતક સુદિ પના રોજ થયેલ. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી, અને માતાનું નામ માણેકબહેન (દીક્ષિત થયા પછી શ્રી રતનશ્રીજી) અને વતન કપડવંજ.
કપડવંજમાં ચિંતામણિ પાર્શ્વનાથની ખડકીમાં મણિલાલનું ઘર હતું. તેઓ જ્યારે બે-ત્રણ મહિનાના હતા, ત્યારે એક વખત તેમના મહેલ્લામાં કુદરતી કોપથી આગ લાગી. આખેય મહોલ્લો બળીને ખાખ થઈ ગયો. મણિલાલનું ઘર પણ ભડકે બળવા લાગ્યું. બાળક મણિલાલ આ સમયે ઘરમાં ઘોડિયામાં સૂતા હતા. તેમનાં માતા નદીએ પડાં ધોવા ગયેલ. ઘરમાં બીજુ કઈ હતું નહિ, કેમ કે પિતા ધંધાર્થે મુંબઈ રહેતા. અંદરથી બાળકની ચીસ સાંભળીને કઈ સાહસિક વહોરા સજજને બળતા ઘરમાં પેસી બાળકને બચાવી લીધે. બળતા નીંભાડામાંથી ઈશ્વરકૃપાએ સલામત નીકળેલાં બિલાડીનાં બચ્ચાંની જેમ જ જાણે મણિલાલ જીવતા રહેવા પામ્યા.
આ આગના પ્રસંગ પછી પિતાજી કપડવંજ આવીને કુટુંબને મુંબઈ તેડી ગયા. આથી મણિલાલને નાનપણથી જ મુંબઈ રહેવાને પ્રસંગ બન્યો. તેઓ લગભગ આઠેક વર્ષ મુંબઈ રહ્યા અને ત્યાં તેમણે ગુજરાતી છ ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. એટલામાં તેમના પિતાજી અવસાન પામ્યા. વિધવા થયેલાં માતાને જૈન દીક્ષા લેવાનો વિચાર થયો, પણ દસ વર્ષના અનાથ બાળકને ટળવળતી સ્થિતિમાં છોડી કેમ દેવાય? તેથી તેમણે મણિલાલને પ્રથમ દીક્ષિત બનાવવા વિચાર્યું, બાળકને લઈ પાલિતાણું તીર્થસ્થાનમાં ચોમાસું કરી, ત્યાંની નવાણું યાત્રા વિધિપૂર્વક પતાવી તેઓ છાણી (વડોદરા) ગામમાં તે સમયે બિરાજમાન શ્રી કાંતિવિજયજીના મુનિમંડળના ચરણે પહોંચ્યાં. ત્યાં તેર વર્ષની ઉંમરના મણિલાલને તેમણે વિ. સં. ૧૯૬૫ના મહા વદિ પાંચમને દિવસે દીક્ષા અપાવી અને ગુરુશ્રી ચતુરવિજયજીએ બાળકનું ધર્મનાભ પુણ્યવિજ્યજી રાખ્યું. બીજે જ દિવસે તેમનાં માતાએ પણ દીક્ષા લીધી.
પ્રગુરુ શ્રી કાંતિવિજયજની મમતા અને કાળજીએ શ્રી પુણ્યવિજયજીના વિદ્યા જીવનનું ઊંચું ઘડતર કર્યું. તેમના અભ્યાસ માટે જે બે-ચાર અધ્યાપકોને ઉપયોગ થયેલે તેમાં પંડિત શ્રી સુખલાલજીનું નામ મોખરે છે. વળી ગુરુશ્રી ચતુરવિજયજી શાસ્ત્રના સંપાદન તથા સંશોધનના ભારે રસિક હોવાથી તેને શોખ શ્રી પુણ્યવિજયજીને પણ લાગે, તે એટલે સુધી કે શારીરિક કષ્ટો વેઠીને પણ સનિષ્ઠાપૂર્વક સંશોધન કાર્ય કરવાનું આજ સુધી તેમણે ચાલુ રાખ્યું છે. આઠ માસ ગામ-પ્રતિગામ ફરતાં ફરતાં તેમ ચોમાસાના સ્થિરવાસમાં પણ તેમની જ્ઞાનસાધના ચાલુ જ રહી છે.
મગુરુ વૃદ્ધાવસ્થામાં હોવાથી મુનિજીને પાટણમાં લાગલગાટ અઢાર વરસ રહેવાનું થયું; તે દરમિયાન પાટણના એકેએક ભંડારનું અવલોકન તેમણે કર્યું અને જુદા જુદા તમામ ભંડારોને તેમના ગુરુ અને પ્રગુરુની પ્રેરણાથી એક વ્યવસ્થિત જ્ઞાનમંદિરના રૂપમાં ફેરવી નાખવાનો વિચાર મૂર્ત બન્યો. એને પરિણામે પાટણમાં હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. ભંડારોનાં પુસ્તકનું વગીકરણ કરીને જે સરસ ગોઠવણી થઈ છે, એની પાછળ મુનિશ્રીનો ભારે શ્રમ રહેલો છે. ભંડારોનાં તમામ પુસ્તકોનું એક મોટું લખેલું સૂચિપત્ર પણ તેમણે તૈયાર કરેલું છે. એ જ્ઞાનમંદિરના પ્રવેશદ્વાર પાસે જે શિલાલેખ છે તેમાં મુનિ શ્રી પુણ્યવિજયજીનું નામ પણ અંકિત થયેલું છે. ભંડારોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org