________________
૧૧૬ ]
જ્ઞાનાંજલિ વ્યવસ્થા અને તેમાંનાં પુસ્તકોના વ કરણની સાથે સાથે જ સંપાદન-સંશોધનનું કાર્ય અને ઉચ્ચ અભ્યાસના વિદ્યાર્થીઓ તથા વિદ્વાનોને સંશોધનમાં મદદ કરવાનું કાર્ય પણ ચાલુ હતું. - તેમને હાથે અનેક શાસ્ત્રીઓ અને સંશોધકો ઘડાયા છે. ડો. ભેગીલાલ સાંડેસરા, શ્રી જગદીશચંદ્ર જેને, મૂર્તિ શાસ્ત્રના અભ્યાસી અને વિકટોરિયા મ્યુઝિયમના કપુરેટર શ્રી. શાંતિલાલ છગનલાલ ઉપાધ્યાય ઇત્યાદિ તેમના શિડ્યો છે. ડે. બેંડર, ડે. આસડોર્ફ, શ્રી. મધુસૂદન મોદી, પ્રે. કાન્તિલાલ વ્યાસ, શ્રી જિતેન્દ્ર જેટલી ઇત્યાદિ વિદ્વાનો પણ પિતાના સંપાદન-સંશોધનકાર્યમાં તેમની પાસેથી કીમતી માર્ગદર્શન પામતા રહ્યા છે.
તેમની સાહિત્યપ્રવૃત્તિમાં લીંબડી(સૌરાષ્ટ્ર ના જ્ઞાનભંડારનું સંશોધન તથા તેના મોટા સૂચિપત્રનું પ્રકાશન નોંધપાત્ર છે. જૈન આગમોના સંપાદન તથા સંશોધનનું ભગીરથકાર્ય તેમણે આરંભ્ય છે. અને તે કાર્ય અદ્યતન ઢબે કરવાનો તેમને મનસૂબે છે. તેમની સમગ્ર સંશોધન પ્રવૃત્તિનું પ્રેરક બળ મુખ્યત્વે આ કાર્યમાં રહેલું છે એમ કહી શકાય. એ પ્રવૃત્તિ માટે પ્રાચીનમાં પ્રાચીન પ્રતાની શોધ સાસ તેમણે ભર ઉનાળામાં જેસલમીરને વિકટ પ્રવાસ ખેડ્યો છે અને ત્યાં અસહ્ય યાતનાઓ અને પરિશ્રમ વેઠીને પણ દેઢ વર્ષ લગી રહ્યા છે. જેસલમીરના ગ્રંથભંડારો ઉથલાવવામાં અને સૂકા રણ જેવા, કશી જાતની સગવડ-સુવિધા વિનાના પ્રદેશમાં રહી અવિરત શ્રમ કરવામાં કેટલી સન્નિષ્ઠા, અને તિતિક્ષાવૃત્તિ જોઈએ તે અનુભવીઓ સારી પેઠે જાણે છે. મુનિએ એ બધું વેઠીને જેસલમીરના મૃતપ્રાય ભંડારોને સંજીવની છાંટી છે એમ કહીએ તો કશું ખોટું નથી. ભંડારોની સુવ્યવસ્થા કરવી ઉપરાંત ૨૧૪ જેટલી અત્યંત દુર્લભ પ્રતોની તેમણે ફેટો-ફિલ્મ લેવરાવી લીધી છે. એ માઈક્રોફિલ્મમાં જૈન સાહિત્ય ઉપરાંત બ્રાહ્મણ સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય વગેરેના પણ અનેક અમૂલ્ય ગ્રંથ છે. જેને આગમ અને બીજાં મળીને કુલ ૪૯ પુસ્તકોના પાઠને ત્યાંની પ્રતિઓ સાથે મેળવીને તેનાં પાઠાંતરે તેમણે ઉતરાવી લીધાં છે. લગભગ ૧૬ જેટલાં જૈન આગમો અને અન્ય જૈન પુસ્તકની પૂરી નકલે તેમણે કરાવી છે. જેસલમીર ઉપરાંત જોધપુર, બિકાનેર અને નાગારના જ્ઞાન ભંડાર તથા રાજસ્થાનના મુખ્ય મુખ્ય રાજકીય જ્ઞાનસંગ્રહે પણ તેમણે જાતે તપાસી લીધા છે. જેસલમીરના જ્ઞાનભંડારોને તેમણે તૈયાર કરેલ વૃત્તાંત તથા ત્યાંનાં પુસ્તકનું સૂચિપત્ર ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવાનાં છે. ડો. આલ્લડોફે પણ જર્મન ભાષામાં મુનિશ્રીના જેસલમીરના વસવાટ વિશે એક લેખ પ્રસિદ્ધ કર્યો છે.
મુનિશ્રી લિપિશાસ્ત્ર( Palaeography )માં નાગરી લિપિના અસાધારણ નિષ્ણાત છે. લિપિ ઉપરથી તેઓ હસ્તપ્રત કઈ શતાબ્દીમાં લખાઈ છે તેનો ચોકકસ નિર્ણય કરી શકે છે. વળી, પિોતે જે લિપિને એક વાર પરિચય કરે છે તે અનશુદ્ધપણે લખી પણ શકે છે. મુનિશ્રીની આ વિરલ શક્તિ ખાસ નોંધપાત્ર છે.
પ્રાચીન સાહિત્યના સંપાદન અને સંશોધનમાં સતત રચ્યાપચ્યા રહેતા મુનિ શ્રી જિનવિજયજી, પંડિત સુખલાલજી અને પં. બેચરદાસજી વગેરે વિદ્વાનોને સંપાદન-સંશોધન કાર્યમાં તેમણે ઘણી સહાય કરેલી છે ને હજુ પણ કરતા રહે છે. તેમની સાથે કામ કરવામાં ઘણુંખરું અમદાવાદના વતની
શ્રી રમણીકવિજ્યજી હોય છે. મુનિ શ્રી પુણ્યવિજયજીએ સંસ્કૃત-પ્રાકૃતનાં તમામ સંપાદને તેમના ગુરુ શ્રી ચતુરવિજયજી સાથે કરેલાં છે.
–ગ્રંથ અને ગ્રંથકાર, પુસ્તક ૧૦, સને ૧૯૫રમાંથી ઉદ્ધત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org