Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 604
________________ અભિવાદન [ ૧૧૧ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે એ, હકીકત જ એમને સાચા જ્ઞાનોદ્ધારક પુરવાર કરે છે. મહારાજશ્રી પી.એચ.ડી.ના મહાનિબંધના પરીક્ષક તરીકેનું, ગુજરાત સાહિત્ય સભાના અમદાવાદમાં સને ૧૯૫૯માં મળેલ વીસમા અધિવેશનના ઇતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકેનું અને ઓલ-ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સના સને ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલ એકવીસમાં અધિવેશના પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકેનું બહુમાન મેળવી શક્યા, તે તેઓની જીવનવ્યાપી વિદ્યાત્તિ, પારગામી વિદ્વત્તા અને જ્ઞાનોદ્ધારની પ્રવૃત્તિને કારણે જ. જીવનસાધના અને વ્યક્તિત્વ જ્ઞાનની ઉપાસના કરતાં કરતાં શુક જ્ઞાની કે પોથી પંડિત ન બની જવાય, અથવા તો જો gifજોની જેમ જીવન અને ધર્મ જુદાં પડીને હૃદયને રીટું ન બનાવી મૂકે, એની મહારાજશ્રી સતત જાગૃતિ રાખે છે; અને કર્મબંધ ઓછો થાય, ભવના ફેરા ઓછી થાય અને કલેશ-કથા પણ ઓછા થાય એવો પ્રયત્ન તેઓ સતત કરતા રહે છે. પારકાની નિંદા-કૂથલીમાં તેઓ ક્યારેય પડતા નથી; અને સામાના નાના સરખા ગુણને પણ મોટો કરી જાણવાનો એમનો સહજ સ્વભાવ છે. એમનું જીવન શીલ અને પ્રજ્ઞાના તેજથી સભર છે. જ્ઞાનની જેમ ચારિત્રને પણ તેઓ પૂર્ણ યોગથી આવકારે છે. સમભાવ એમના અણુઅણુમાં છલકાય છે. અને તેથી પોતે અમુક ફિરકા અને અમુક ગછના હોવા છતાં પોતાના સમુદાયની જેમ બીજાના સમુદાયનો, પોતાના ગચ્છની જેમ બીજાના ગ૭ને, પોતાના ફિરકાની જેમ બીજાના પોતાના ધર્મની જેમ બીજાના ધર્મને આદર કરી શકે છે, અને, મધમાખીની જેમ, જ્યાંથી સાર મળી શકે ત્યાંથી સાર ગ્રહણ કરી શકે છે. વિ. સં. ૨૦૦૮માં સાદડીમાં મળેલ રથાનકવાસી સાધુસંમેલનમાં મહારાજશ્રી પ્રત્યે જે આદર અને પ્રેમ બતાવવામાં આવેલે, તે તેઓની આવી વિશાળ દૃષ્ટિને કારણે. મહારાજશ્રીના અને સ્થાનકવાસી શ્રમણસમુદાયના સામસામેથી આવતાં સામૈયાં બે નદીઓનાં નીરની જેમ એકરૂપ બની ગયાં એ દશ્ય યાદ રહી જાય એવું હતું. તેઓનો આ સમભાવ, આવું ગુણાનુરાગી વલણ તેમ જ આવી સત્યગ્રાહક મનોવૃત્તિ જોતાં સહેજે આચાર્યો હરિભદ્રનું સ્મરણ થઈ આવે છે. તેઓ શાસ્ત્રોની અને શાસ્ત્રોને જાણવાનો દાવો કરતી વ્યક્તિની, એમ બન્નેની મર્યાદા જાણે છે, અને તેથી જ વખત આવે સમતાપૂર્વક કડવું સત્ય પણ ઉચ્ચારી શકે છે. તેમના કથનમાં સચ્ચાઈનો એવો રણકો હોય છે કે સામી વ્યક્તિ એનો પ્રતીકાર કરવા ભાગ્યે જ પ્રેરાય છે. વિ. સં. ૧૯૯૦ની સાલમાં અમદાવાદમાં મળેલ મુનિસમેલન વખતે ચાર મુનિઓની કમિટીમાં અને અંતે સમેલનને સફળ બનાવવામાં તેઓ જે કંઈ નિર્ણાયક કામગીરી બજાવી શક્યા તે એમના આ ગુણને લીધે. આપણું શ્રમણુસંધના જુદા જુદા સમુદાય વચ્ચે જે વાડાબંધી જેવું થઈ ગયું છે, તેનાથી મહારાજશ્રી અલિપન છે; અને કઈ પણ સમુદાય, ગચ્છ કે ફિરકાના સાધુઓ પાસે જતાં એમને કયારેક ક્ષોભ કે સંકોચ થતો નથી; તેમ એમની પાસે આવવામાં પણ કોઈ પણ સમુદાય, છ કે ફિરકાના સભ્યોને સંકોચ થતો નથી. એમના અંતરનાં દ્વાર સૌને આવકારવા માટે સદા ખુલ્લાં જ હોય છે. અને તેથી જ તેઓ ત્યાગ-વૈરાગ્યમય સંયમજીવનને સાચો આનંદ માણી શકે છે. મહારાજશ્રી જુનવાણીપણાની મર્યાદા અને નવા વિચારની ઉપયોગિતા બરાબર સમજે છે; છતાં રખે ને જ્ઞાનહાર અને જ્ઞાનસાધનાના પોતાના જીવનકાર્યને ક્ષતિ પહોંચે, એટલા માટે જુનવાણીપણાની સાથે સંકળાઈ ગયેલા મોટા મોટા આડંબરભર્યા મહોત્સવથી કે સુધારા માટેની જેહાદમય ચળવળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 602 603 604 605 606 607 608 609 610