________________
અભિવાદન
[ ૧૦૯
સાથેાસાથ પ્રતાને અને ગ્રંથસ્થ તેમ જ અન્ય ચિત્રસામગ્રી કે પ્રાચીન કળામય વસ્તુને પારખવાની મહારાજશ્રીની શક્તિ પણ અદ્ભુત છે. ઉપરાંત કઈ પ્રતનું, કઈ દષ્ટિએ શું મૂલ્યાંકન કરી શકાય એની પણ તેએ સ્પષ્ટ સમજ ધરાવે છે.
વિદ્વાનાને સહુકાર——આ બધા ઉપરાંત મહારાજશ્રીની સૌથી ચડિયાતી અને અતિવિરલ કહી શકાય એવી વિશિષ્ટતા છે, વિદ્વાને અને વિદ્યાના ખપીને જરૂરી બધી સહાય આપવાની તત્પરતા. જેમને છાપેલ પુસ્તક!, હસ્તલિખિત પ્રત, એની માઈક્રેાફિલ્મ કે ફેટાસ્ટેટ કોપી વગેરે જોઈ એ તેને તે વસ્તુ તે તેઓ તરત જ સુલભ કરી આપે છે, એટલું જ નહીં, કોઈ તેઓએ કરેલ કે કરાવેલ અને બીજી પ્રતાને આધારે સુધારેલ કોઈ પ્રાચીન ગ્રંથની તૈયાર પ્રેસકોપીની માગણી કરે તે તે પણ તેએ જરાય ખમચાયા વિના પૂર્ણ ઉદારતાથી આપી દે છે; અને એમ કરીને પોતે કોઈના ઉપર અહેસાન કર્યુ. હાય, એવા ભાવ ન તેા જાતે અનુભવે છે કે ન તે બીજાને દેખાવા દે છે. એક વાર શ્રી દલસુખભાઈ માલવણિયાએ બનારસના કોઈ વિદ્વાનને સ્યાદાદરનાકરના બધા ભાગે ની જરૂર હેાવાની અને પૈસા ખર્ચવા છતાં પણ બજારમાંથી એ નહીં મળતા હોવાની સહજ વાત કરી. મહારાજશ્રીએ તરત જ કબાટ ઉધાડીને એ પુસ્તકના બધા ભાગ દલસુખભાઈ ને આપ્યા અને એ વિદ્વાનને મેકલી આપવા સૂચવ્યું; અને વધારામાં ઉમેર્યુ કે એ એનેા ઉપયાગ કરશે એ પણ લાભ જ છે ને ! આપણે તે વળી ગમે ત્યાંથી મેળવી લઈશું. શાધવા ઇચ્છીએ તેા આવા તેા સંખ્યાબંધ પ્રસ`ગેા સાંપડી શકે. આને સાર એ છે કે જ્ઞાતાદ્વારમાં અને જ્ઞાનપ્રસારમાં તેઓશ્રીને એવે જીવંત સ છે કે એ કામ તેએ પેાતે કરે કે ખીજા કરે, એ એમને મન સરખુ છે; અને બીજાને એની જ્ઞાનાપાસનામાં બધી સગવડ મળી રહે એની તે પૂરી ચિંતા રાખે છે. પેાતે ગમે તેવા ગંભીર કામમાં એકાગ્ર થયા હાય, પણ કોઈ જિજ્ઞાસુ આવે તે તે લેશ પણુ કૃષણતા કર્યા વગર પૂરેપૂરા સમય આપે છે. અને એમને કઈ બાબતમાં જરાક પ્રશ્ન પૂછીએ તે! એમની શતમુખે પાંગરેલી વિદ્યાપ્રતિભાનાં તરત જ દર્શન થાય છે; અને એમનું બહુશ્રુતપણું કે શાસ્ત્રપારગામીપણુ જોઈ ને આપણે આશ્રમુગ્ધ થઈ જઈ એ છીએ.
કે
વિનમ્ર વિદ્વત્તા—મહારાજશ્રી અનેક વિષયેાના પારગામી વિદ્વાન હાવા છતાં તે કયારેય પેાતાની પંડિતાઈ કે વાચાતુરીથી બીજાને આંજી નાખવાના પ્રયત્ન નથી કરતા. અંતરમાંથી વહેતી એમની સહજ સરળ વાણી જાણે સામી વ્યક્તિને વશ કરી લે છે. ગયા વર્ષે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ પ્રકાશન યેાજનાના પહેલા ગ્રંથ નંદિ-અનુયાગાર સૂત્રનું અમદાવાદમાં પ્રકાશન થયું તે વખતે એમણે ઉચ્ચારેલા આ ઉદ્ગારા તેએની વિનમ્રતા અને સત્યપ્રિયતાની સાક્ષી પૂરે એવા છે:
“ આ આગમા તૈયાર કરીએ છીએ તે વિદ્વાના તપાસે; તપાસીને સ્ખલના હાય તેમ જ સંપાદનપતિમાં દોષ હોય તેા તેનું ભાન કરાવશે તા અમે રાજી થઈશું. સ્તુતિ કરનાર તે ધણા મળે છે, પરંતુ ત્રુટિઓ દેખાડનારા એવા વિદ્વાને ઘણા એછા મળે છે. હું ઇચ્છું છું કે કોઈ ત્રુટિઓ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેને ભવિષ્ય અમારાં સંપાદનેામાં ઉપયોગ કરીશું.” (જ્ઞાનાંજલિ, પૃષ્ઠ. ૨૯૬)
પેાતાની ખામી બતાવનાર કાઈ નીકળે એવી સામે ચાલીને માગણી કરવી, કેાઈ ખામી બતાવે તેા તેથી રાજી થવું અને ભૂલને સુધારા સૂચવે તે એને આભાર માનવા—આવી ઉન્નત ભૂમિકા તેા કેઈ ઉચ્ચાશયી, સત્યનિષ્ઠ અને યાગમય આત્માને જ સંભવી શકે. મહારાજશ્રીને એ સાવ સહજપણે સિદ્ધ થઈ છે.
વિદ્યાવાન કે કળાવાન ગૃહસ્થ હોય તેપણુ એનું સમુચિત સન્માન થવું જ જોઈએ એ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org