________________
૯૮]
જ્ઞાનાંજલિ થાઓને ભંડાર–પિતાના સંશોધનકાર્યમાં એ એટલા બેલા રહે છે કે બીજાઓને આકર્ષવાનું કે મોટા ઉત્સવો-મહત્સવ ઊભા કરી જૂથ જમાવવાનું એમની પાસે એવું કોઈ સાધન જ નથી. તેમ જ પોતાનું કાર્ય બીજાઓ સમજી શકે એવી હરેકની ભૂમિકા પણ હોતી નથી. આમ છતાં પ્રેમભીનું હૈયું, વાણીની મીઠાશ અને નાની-મોટી ધર્મકથાઓ દ્વારા રસજમાવટ કરવાની જે કુશળતા એમને પ્રાપ્ત થઈ છે, એથી એ નાના કે મોટા, અભણ કે ભણેલાઓને પોતાના તરફ આકર્ષ શકે છે. એમની પાસે ધર્મકથાઓનો એવો ભંડાર ભર્યો છે કે જે કદી ખૂટતો જ નથી. માંડલમાં ૫-૬ દિવસોના એમના રોકાણ દરમ્યાન રાત્રે બાર-બાર વાગ્યા સુધી એવી રસભરી વાર્તાઓ દ્વારા જ અમને એ જકડી રાખતા. રસ જમાવટ કરવાની એમને સહજ લબ્ધિ પ્રાપ્ત થઈ છે, એમ કહું તો તે ખોટું નહિ ગણાય. એક ઉત્તમ કથાકાર તરીકે અમે ત્યારે જ એમને પ્રથમ ઓળખ્યા હતા. પેટ પકડીને હસાવવામાં પણ એ પૂરા પાવરધા છે. નાનાં બાળકે, બહેનો કે ઓછું ભણેલાઓનો ચાહ મેળવવામાં એમના કથાભંડારે પણ એમને ખૂબ સહાય કરી છે.
હું માનું છું કે એમના જીવનની બીજી બાજુઓ જેવા-સમજવા માટે આટલું પૂરતું ગણાશે. બાકી એમની વિદ્વત્તા, કોઈ પણ વિષયનું વિશ્લેષણ કરવાની એમની અભુત શક્તિઓ, સંશોધનક્ષેત્રે આજ સુધી કરેલું કામ, સંપાદિત કરેલા ગ્રંથો, સાહિત્યક્ષેત્રે કરેલી સેવા, આજ સુધી આવેલી અડચણો તથા મળેલી મદદ વગેરે પ્રસંગોને સમાવતી એમની જીવન-ઘટનાઓ વિષે તે એમના નિકટમાં રહેલા મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ કે શ્રી અમૃતલાલ ભોજક જેવા જ એમના વિષે પ્રમાણભૂત પ્રકાશ પાથરી શકે. છેલ્લે, એમના આદરણીય મુનિ શ્રી ન્યાયવિશારદ, ન્યાયતીર્થ ન્યાયવિજ્યજી મહારાજે જે એક શ્લોક દ્વારા એમના જીવનના ગુણરાશીને ગૂંથી લીધે છે, એ બ્લેક આપીને જ હું મારો લેખ પૂર્ણ કરું છું : "
यो नम्नो विनयावदातचरितो माध्यस्थ्यविभ्राजितः श्रामण्यप्रभयोन्नतो विशदया सौम्यस्वभावोज्ज्वल: ॥ नित्यं प्राकतनशास्त्रशोधनपरो विद्यासुधागाहवान,
पुण्यौजाः स मुनीन्द्रपुण्यविजयो जीयात् सदाऽत्मधुता ।। જેઓશ્રી સ્વભાવે અતિ નમ્ર છે; વિનયયુક્ત જેમનું ઉત્તમ ચારિત્ર્ય છે અને મધ્યસ્થવૃત્તિથી જેઓ આદરણીય બન્યા છે; વળી, શ્રામની નિર્મલ પ્રભાથી જેઓ પ્રશંસનીય છે; શાંત-સૌમ્ય સ્વભાવથી ઉજજવલ છે અને પ્રાચીન શાસ્ત્રના સંશોધનકાર્યમાં સદા મગ્ન રહી વિદ્યારૂપી અમૃતમાં અવગાહન કરતા રહે છે એવા પુણ્ય-સર્વશીલ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ ઉત્તમ આત્મપ્રભાથી સદા જયવંત રહે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org