Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 580
________________ અભિવાદન [ ૮૭ એ કારણે જ એ વ્યાપક પ્રતિષ્ઠા પામ્યા છે. મહાન યજક–આવી શક્તિઓ ઉપરાંત એમનામાં યોજનાશક્તિ છે, વ્યવથાશક્તિ છે. સાથે ખંત, ચીવટ, ચોકસાઈ, ધગશ અને લીધેલું કામ પાર પાડવાની પૂરી જવાબદારી પણ છે. આ કારણે માંગી લાવેલા ગ્રંથ કે પોથીઓ એ કદી પોસ્ટ દ્વારા રવાના નથી કરતા, પણ પોતાના વિશ્વાસુ માણસે દ્વારા જ મોકલવાની અને માલિકના હાથની પહોંચ મેળવી લેવાની ખાસ ચીવટ રાખે છે. આવા આવા ગુણથી આકર્ષાવાને કારણે શેઠ શ્રી કરતૂરભાઈ લાલભાઈની કેવળ પ્રશસ્તિ ગાઈને જ એ નથી બેસી રહ્યા; પણ એમની પાસેથી લાખો રૂપિયાની ગંજાવર રકમ કઢાવી “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના પણ એ કરાવી શક્યા છે. આ સંસ્થામાં સંશોધન-અધ્યયન ઉપરાંત હસ્તપ્રતોની જાળવણી તથા કળા-કારીગરીના અપ્રાપ્ય નમૂનાઓના સંગ્રહ માટે પણ ખાસ વિભાગ રાખવામાં આવ્યા છે. આ સંસ્કૃતિ વિદ્યામંદિરનો ઉદ્ધાટનવિધિ ભારતના પંતપ્રધાન જવાહરલાલ નેતન્ના હસ્તે થયો ત્યારે એ બધા વિભાગે વિષે મુનિશ્રીએ એમને ઝીણવટભર્યો ખ્યાલ આપ્યો હતો. આજે તે એ વિદ્યામંદિર વિદ્યા પ્રેમી પ્રવાસીઓ માટે એક યાત્રાધામ બની રહ્યું છે, જે ખરેખર મુનિશ્રીની સાધના અને તપશ્ચર્યાનું જીવતું જાગતું સંસ્મરણ છે. કળાકારીગરીનું ઊંડું જ્ઞાન–સંશોધનકાર્ય અંગે પ્રાચીન પોથીઓ, એની બનાવટ, રચના, એમાં દેરાયેલાં ચિત્રો, સોનેરી રૂપેરી અક્ષરો તથા એમાં વપરાતાં અનેક પ્રકારનાં આનુષંગિક સાધનોના અભ્યાસથી એમને પ્રાચીન કળા-કારીગરીને પણ ઊંડે અભ્યાસ થયો છે. ને એથી એવા નમૂનાઓ પણ એકઠા કરવાનો એમણે શોખ કેળવ્યો છે, જે કારણે પ્રાચીન શિલ્પાકૃતિઓ, કળાના અવશેષો, ધાતુની પ્રતિમાઓ તથા હસ્તલિખિત પ્રતો અને જૂનાં ચિત્રો—એમ વિવિધ વસ્તુઓના વેચનારા એમની પાસે આવતા જ રહે છે. ઊંડા અભ્યાસને કારણે એ એવી ચીજોની કિંમત આંકી શકતા હોઈ વેચનારા ભાગ્યે જ એમને ઠગી શકે છે. આમ છતાં કયારેક અપ્રાપ્ય વરતુઓ મેં માગ્યા દામ અપાવીને પણ એ રાખી લે છે. લિપિઓના ઊંડા અભ્યાસી–આજ સુધીમાં હજારો-લાખો હસ્તપ્રતોનું એમણે નિરીક્ષણ કર્યું હોઈ લિપિ તથા અક્ષરના મરોડ પરથી જ એ પ્રત કયા સૈકામાં લખાયેલી છે એ તેઓ કહી શકે છે. લિપિ વિષે એમણે મને અનેક અક્ષર પ્લેટમાં દોરી સમજાવેલું કે સૈકે રોકે કેટલાક અક્ષરે મૂળમાંથી બદલાતા રહેવાથી અને એક સૈકામાં વપરાતા એ અક્ષરે બીજા સિકાઓમાં બીજા અક્ષરોનું રૂપ ધારણ કરતા હોઈ લિપિજ્ઞાનના તલસ્પર્શી અભ્યાસ વિના શાસ્ત્ર વાંચનાર ઘણી વાર ઓડનું ચોડ જ વેતરી નાખે છે.” એમણે એક દાખલે આપી સમજાવેલું કે “અમુક સૈકામાં આ વાક્ય અમુક રીતે વંચાતું. બીજા સૈકામાં એ જ અક્ષરે બીજી રીતે વંચાતા હોઈ એ જ વાક્ય બીજી રીતે વંચાય છે ને તેથી મૂળ અર્થ ક્યાંયનો ક્યાંય ચાલ્યો જઈ નો જ અર્થ એમાંથી નીકળી આવે છે.” (એ વાક્ય હું આજે યાદ રાખી શક્યો નથી.) આમ પ્રાચીન લિપિઓના એ એક બહુ મેટા અભ્યાસી છે. સૌજન્ય અને નમ્રતાની મૂર્તિ–આમ એમનામાં અનેક ગુણ, શક્તિઓ અને અગાધ જ્ઞાન હોવા છતાં એમનો પ્રધાન ગુણ કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે તેઓ વિનય અને નમ્રતાની મૂર્તિ છે. હૈયાની મૃદુતા પણ એટલી જ. ડંખ-દ્વેષ એ સમજે જ નહીં, જેથી હરકોઈનું–વિરોધીઓનું પણ– તેઓ સરખું જ સન્માન કરતા હોઈ સહેજે જ દિલ જીતી લે છે. મહાવિદ્વાન અને મહાપ્રતિષ્ઠિત એવા આ મુનિની આવી સ્મતા અને મૃદુતા એમનું માનસ કેટલું ઊર્ધ્વગામી તથા ભદ્ર છે એ પ્રદર્શિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610