Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 578
________________ અભિવાદન [ ૮૫ જ્યારે એ જાણે છે કે આ માણસ વ્યવહારની આડીઅવળી વાતો કરી નકામો સમય બગાડવા નથી આવતો, પણ કેવળ તત્વચર્ચા અર્થે કે કંઈક ધાર્મિક સાહિત્યનું સર્જન કરી માર્ગદર્શન માટે આવે છે, ત્યારે પિતાનું અગત્યનું કામ ભાવીને પણ એ કલાક—બે કલાક એવાઓને આપે છે–એ આશાથી કે વાવેલું કંઈ નકામું નહીં જાય. આમ જે કઈ શુભ પ્રયત્ન કરે છે એને સલાહ-સૂચન આપવા કે મદદ કરવા પોતાનું કામ પડતું મૂકીને પણ એ તૈયાર જ રહે છે. છેલ્લાં ૮-૧૦ વર્ષના નિકટના પરિચય પછી મને એમનામાં જે જે ગુણો, શક્તિઓ તથા સ્વભાવનું દર્શન થયું છે એ અંગે કેટલાક પ્રસંગે હું રજૂ કરવા ઇચ્છું છું કે જે દ્વારા બીજાઓને પ્રેરણારૂપ એમના સ્વભાવ અને ગુણો, જે ઝટ નજરે ચડતા નથી, એનું દર્શન કરાવી શકાય. અનુભવી માનસશાસ્ત્રી–એમણે કોઈ કિતાબ વાંચીને નહીં પણ માનવસ્વભાવનું ઊંડું નિરીક્ષણ કરીને જે અનુભવ મેળવ્યો છે એને આધારે વ્યક્તિને સમજીને એ કામ લેતા હોય છે, જેથી હરેકને સંતોષ આપી સહુનો ચાહ મેળવી લે છે. ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ જેવા મળવા આવવાના હોય ને એમની સાથે જે જે કામની વિચારણા કરવાની હોય એ કાર્યોનું લિસ્ટ એ તૈયાર રાખે છે કે જેથી જેમને સની કિંમત છે એમનો ન બગડે સમય કે ન રહી જાય કોઈ વાત ભૂલમાં. આ ગુણને કારણે એ વિશેષ સફળ થઈ શક્યા છે. બીજાઓ સાથે કેમ કામ લેવું એ મુનિથી સારી રીતે જાણે છે અને એ જ એમના વિજયની ચાવી છે. વિચારોમાં ક્રાંતિકાર–શાસ્ત્રોના ગહન અધ્યયનને કારણે એમાં પ્રવેશેલી વિકૃતિઓ તથા ભૂલભરેલી માન્યતાઓ એ સારી રીતે સમજતા હોઈ કોઈ યોગ્ય વ્યક્તિ મળે છે ત્યારે એ પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કરે છે, અને ત્યારે એ એક મહાન ક્રાંતિકાર અને સુધારકના રૂપમાં પ્રગટ થઈ જાય છે. આચારમાં પરંપરાવાદી–પણ સામયિક પરિસ્થિતિ તથા પોતાની મર્યાદાને ધ્યાનમાં લઈ નથી એ પોતાના વિચારો જાહેરમાં મૂકતા કે નથી એને લિપિબદ્ધ કરવા ચાહતા. ખરું કહીએ તો, સંશોધનકાર્યમાં એ એટલા બધા બેલા રહે છે કે એમને બીજી ઝંઝટમાં પડવાનો સમય જ નથી. આથી ભવિષ્યના સામર્થગી યુગપ્રધાને પર એ ચિંતા છોડી દઈ શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાથી જ ચાલવામાં એમણે પિતાના મનનું વલણ કેળવ્યું છે, જે કારણે પરંપરાને વળગી રહેવામાં તથા ચાલ્યા આવતા વ્યવહારોને સાચવી લેવામાં એ આજે ડહાપણ માને છે. સ્પષ્ટ વકતૃત્વ; સ્નેહભીનું હૈયું–આમ છતાં કોઈ પ્રશ્ન પર જાહેરમાં બોલવાની ફરજ આવી પડે છે ત્યારે એમના ક્રાંતિકારી આત્મા સળવળી ઊઠે છે, અને ત્યારે, સામૂહિક વિરોધના ભયે, પિતાને જે સત્ય લાગતું હોય એને પ્રગટ કરવામાં નથી કદી એ ક્ષેભ પામતા કે નથી પોતાના વિચારોને ગોપવી રાખતા. વળી, વિરોધીના ગુણ પ્રત્યે એ આદરશીલ રહેતા હોઈ જેમ એના ગુણ ગાઈ શકે છે, તેમ પ્રસંગ આવે આપ્તજનનો દોષ હોય તો એની ટીકા પણ કરી શકે છે. આ પ્રકૃતિને કારણે નાની અને નમાલી વાતોને પ્રાણપ્રશ્ન બનાવતા મોટા આચાર્યોને પણ બહુમાન સાથે સાચી વાત સંભળાવી દે છે, અને આવી સ્પષ્ટ અને કડવી વાત સાંભળવા છતાં હરકોઈ એમની ટીકા સહી લે છે, એનું કારણ એમના દિલમાં નથી કેઈ પ્રત્યે દ્વેષ-કડવાશની લાગણી કે નથી કેઈને વગેવવાની વૃત્તિ; પણ એવે વખતે પણ એમના દિલમાંથી કેવળ નેહભર્યો સભાવ જ નીતરતો હોય છે, એ છે. આ કારણે કોઈ અલ્પશ્રુત હોય, ઓછું ભણેલો હોય કે કોઈને એમની સાથે ઉગ્ર મતભેદ હોય, તોપણ મુનિશ્રીના સાનિધ્યમાં કેઈને પરાયાપણું લાગતું જ નથી. એમણે સર્જેલા નિર્મળ અને સ્વચ્છ વાતાવરણને જ એ પ્રભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610