Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 576
________________ ( ૮૩ અભિવાદન અદભુત સાહિત્ય-ખજાનાને વેરવિખેર જોઈ જોઈ અશ્રુબિંદુ ચમક્યાં. જ્ઞાનના ઉદ્ધાર અર્થે નિજ જાતને ઘસી નાખી; જ્ઞાનરોને જાળવવા માઈક્રોફિલ્મ લીધી; ખજાનાને ચિરંજીવ બનાવ્યો; અમદાવાદ પુનઃ પધાર્યા. ધર્મનિક કસ્તૂરભાઈએ પુણ્યરત્નની પ્રેરણા પામી અભિનવ જ્ઞાનદીપક પ્રગટાવ્ય; વિદ્વાનોનું જૂથ મળ્યું, સર્વાંગસુંદર જ્ઞાનવિહાર સ્થાપવાનાં સ્વપ્ન સિદ્ધ થયાં. વર્ષોની તપશ્ચર્યા ફળી, ગુજરાતને જ્ઞાનવારસો આપી જવા ભેખ લીધે. આગમપ્રકાશનની ઝંખના વરસોથી હૃદયે રમતી હતી; મહાવીર વિદ્યાલયના યોગે એ મહાસ્વપ્નની સિદ્ધિના શ્રીગણેશ મંડાયા : જ્ઞાનોદ્ધાર, જ્ઞાનપ્રકાશ, જ્ઞાનખજ, જ્ઞાનદાન જીવનમંત્ર બની રહ્યાં. સાઠ સાઠ વર્ષ સુધી સંયમ આરાધી તપ અને ત્યાગભાવનાથી જીવનને ઉજાળ્યું; નવનવાં પ્રસ્થાન કર્યા; અદ્વિતીય ગ્રંથરત્નો આપ્યાં જ્ઞાનદીપને પ્રજવલિત રાખવા. જૈન જગતને, વિદ્વાનોને, યુવક હૃદયને, સાધુસંતોને, નૂતન માર્ગ ચીંધે, સંયમયાત્રા નિર્વિધ્ર બની. સાઠ સાઠ દીપ પ્રગટાવો ! સાઠ સાઠ ધૂપસળીઓ ધરે ! આજે શ્રી પુણ્યરત્નની સંયમયાત્રાના યશસ્વી સાઠ વર્ષ પૂરાં થાય છે જીવનયાત્રા સુમધુર બની રહો! વંદન હો! વંદન હો ! આગમપ્રભાકરજીના જીવનની કેટલીક બાજુઓ શ્રી રતિલાલ મફાભાઈ શાહ, માંડલ જે જે પુરુષો સામાન્ય જીવનમાંથી આગળ વધી મહાન બની શક્યા છે, એમનું જીવન તપાસણું તે દશ વર્ષની આસપાસના બાલ્યકાળમાં જ એમનામાં એક એવો ગુણ દ્રઢીભૂત થયેલો માલૂમ પડે છે કે જે દ્વારા એ આગળ વધી ભવિષ્યમાં ઝળકી ઊઠે છે. બાલ્યકાળના ગાંધીજીમાં સત્યન, વિનોબાજીમાં બ્રહ્મચર્યને, શ્રીમદ્ રાજચંદ્રનાં ચિંતનનો, બુદ્ધમાં ધ્યાન અને મહાવીરમાં નિર્ભયતાને ગુણ પુષ્ટ થયેલ નજરે પડે છે. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ આજે બહુમુખી પ્રતિભા ધરાવતા બહુશ્રુતવિદ્વાન, શાસ્ત્રોના ગહન સંશોધક, વિદ્યાના અવિરત ઉપાસક અને ચારિત્ર્યવાન સંતપુરુષ તરીકે જૈન-જૈનેતર સમાજમાં ખૂબ જાણીતા થયા છે. પણ બાળપણમાં પોતાના ભાવિ જીવનને અનુરૂપ કોઈ પણ ગુણ કે શક્તિ એમનામાં દેખાતાં નહોતાં. એમનામાં કેવળ એક જ ગુણ હતો અને તે ભાતૃઆજ્ઞાના પાલનનો. એ ગુણને આધારે જ એ આજે પ્રતિષ્ઠાના શિખરે પહોંચી શક્યા છે. વિધવા માતા દી લેવા ચાહતાં હતાં, પણ પોતાના એકના એક પુત્ર મણિલાલની એમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610