Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 592
________________ અભિવાદન [ ૯૯ મણિલાલની દીક્ષા પછી એ દિવસે જ માણેકબહેને શ્રી મેહનલાલજી મહારાજના સમુદાયમાં પાલીતાણામાં દીક્ષા લીધી. એમનું નામ સાધ્વીજી શ્રી રત્નત્રીજી. રત્નશ્રીજી સયમનું પાલન કરવામાં સદા જાગ્રત રહેલાં. પાછલી અવસ્થામાં એમની આંખાનાં તેજ અંદર ઊતરી ગયાં. છતાં ધર્મની જાગૃતિ ખૂબ. એક વાર તેઓ સખ્ત બીમાર થઈ ગયાં. ડોકટરે કહ્યુ કે સરખી રીતે ઇલાજ કરવા માટે સાધ્વીને ઇસ્પિતાલમાં દાખલ કરવાં ક્લેઈ એ. આ સાંભળીને રત્નત્રીનું અંતર વલાપાત કરી રહ્યું; એમને થયું : કયા ભવને માટે ઇસ્પિતાલમાં જઈ તે છકાયની વિરાધના કરીને સંયમની વિરાધના કરવી ? એ તેા કઈ પણ રીતે ઇસ્પિતાલમાં ન જવુ પડે એ જ ઝંખી રહ્યાં. દાક્તરને પણ એમની આ ઝંખનાની ખબર પડી. બીજે દિવસે દાક્તર આવ્યા; તબિયત કંઈક ડીક લાગી. એમણે કહ્યું : મહારાજ ! આપને ઇસ્પિતાલમાં નડી લઈ જઈ એ. દાક્તરની વાત સાંભળીને સાધ્વીજીના મુખ ઉપર આનંદ અને સંતાયની રેખાએ વિલસી રહી. એમને જીવન કે મરણની ન કોઈ આકાંક્ષા હતી કે ન મરણને કાઈ ભય હતા. ગમે તે રીતે સંયમની વિરાધના થતી અટકે એ એકમાત્ર એમની ઝંખના હતી. ત્રણેક વર્ષ પહેલાં ( વિ. સ. ૨૦૨૨માં ) તે સ્વર્ગવાસી થયાં ! દદાગુરુ, ગુરુ અને વિદ્યાભ્યાસ મુનિ શ્રી પુણ્યવિજછના દાદાગુરુ પ્રવર્તક શ્રી ક્રાંતિવિજયજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રોમરોમમાં વ્યાપેલુ' હતું. તેઓ સમતાના સરાવર અને ગુણના ભંડાર પ્રતાપી પુરુષ હતા. સતવનને શાભતી ઉદારતા એમણે એવી કેળવી જાણી હતી કે એમને મન આ મારા અને આ પરાયા એવા કોઈ ભેદ ન હતા : જૈન-જૈનેતર સૌને તેએ વાસણ્યપૂર્વક આવકારતા અને ધર્મસાધનામાં કે જ્ઞાનેાપાનમાં જોઈતી સહાય આપતા. પ્રમાદ તે એમને સ્પર્શીતા જ નહી. અને કાઈ ના તિરસ્કાર કરવા, કોઈના ઉપર રાજ કરવા કે મા-વચન-કાયાના વલણમાં વિસંવાદ રાખીને છળ, પ્રપંચ કે દંભને આશ્રય આપવા, એ તે એમના સ્વભાવમાં જ ન હતું. એમનુ જીવન જીવતા અનેકાંતવાદ જેવું ગુણગ્રાહી અને સત્યચાહક હતું. જેવા ઉદાર મહારાજશ્રીના દાદાગુરુ હતા, એવા જ ઉદાર તેના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ હતા. વળી, તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહારદક્ષ, કાર્યનિષ્ઠ અને સતત સાહિત્યસેવી વિદ્વાન હતા. અને દાદાગુરુ તથા ગુરુ બન્ને નાનેાપાસના અને જ્ઞાનેન્દ્વાકના પવિત્ર ધ્યેયને વરેલા હતા. જ્ઞાન વગર ન સયમને સાચેા મા લાધે, ન સયમની નિર્મલ આરાધના થઈ શકે, ન સંધનેા અભ્યુદય થઈ શકે કે ન ધર્મની પ્રભાવના થઈ શકે; અને તીર્થંકર ભગવાનના અભાવમાં એમની વાણી જ સધનુ' પરમ આલંબન બની શકે : આ પરમ સત્ય તેના 'તરમાં બરાબર વસી ગયુ` હતુ`. એમના પગલે પગલે શ્રી પુણ્યવિજયજી મહારાજનું જીવનકાર્યાં પણ નાનાર બની ગયું. અને આ રીતે પ્રક શ્રી કાંતિવિજયજી મહારાજ, મુનિવર્યાં શ્રી ચતુરવિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ—દાદાગુરુ, ગુરુ અને શિષ્ય~તી ત્રિપુટીએ છેલ્લાં સાડ-સિત્તેર વર્ષ દરમ્યાન જ્ઞાનેાહારની એક એકથી ચડિયાતી જે પ્રવૃત્તિ કરી બતાવી તે માટે કેવળ જૈન સંધ જ નહીં પણ જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીએ અને વિદ્વાનેને પગુ સદા માટે એમના એશિ ંગણ રહેશે. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની જેમ શાંતિભૂતિ મુનિપ્રવર શ્રી હંસવિજય∞ મહારાજ પણ વડાદરાના જ વતની હતા. તેએની જ્ઞાતિ વીસા શ્રીમાલી. એમના પિતાશ્રીનું નામ જગજીવનદાસ. માતાનુ નામ માણેકબહેન. એમના જન્મ વિ. સં. ૧૯૧૪ના અષાડ વિદે અમાવાસ્યાને દિવસે. એમનુ નામ છેઠાલાલ, સેફ્ળ વર્ષીની ઉંમરે સૂરજબહેન સાથે એમનાં લગ્ન થયાં હતાં, પણ તે વડીલેાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610