Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 590
________________ અભિવાદન પૂજ્ય આગમપ્રભાકરશ્રીની જીવનરેખા શ્રી રતિલાલ દીપચંદ્ર દેસાઈ, અમદાવાદ સમક્રિતનું મૂળ ાણીએ જી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમિત વસે જી, માયામાં મિથ્યાત્વ ૩, પ્રાણી ! મ કરીશ માચા લગાર. શ્રી ઉદયરત્ન અંતરમાં સત્યની ચાહના જાગે તે જીવન-વિકાસનું પહેલું પગથિયું સાંપડે. સાચુ' વિચારવું, સાચું ખેલવું અને સાચું આચરવું એ જ ધા મા; અને એ માર્ગે ચાલવું એ જ માનવજીવનને મહિમા. સત્યને માર્ગે ચાલવા માટે જે છળપ્રપચ, દંભ અને અહંકારથી અળગા રહે અને સરળતા, નિખાલસતા અને નમ્રતાને અપનાવે, એ સાચી ધાર્મિકતાના અમૃતનું પાન કરીને જીવનને અમૃતમય બનાવે! પેાતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાના મુખ્ય ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ અને નિર્મળ જ્ઞાનસાધના. એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના જીવનમાં કાઈક ભૂમિકા એવી પણ આવી પહેાંચે છે કે જ્યારે સત્યસાધના અને જ્ઞાનસાધના એકરૂપ બની જઈ ને સાધકને અવેર, દ્વેષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણાથી સમૃદ્ધ બનાવી દે છે. ་ પૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સૌમ્ય સત્યસાધના આવી જ વનસ્પી હાઈ ઊધ્વગામી જીવનના એક ઉત્તમ આદર્શો બની રહે એવી છે. અને તેથી જ એમને વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસન્નતાથી સભર અને · ચિત્ત પ્રસન્ગે રે પૂજન ફલૂ કહ્યું રે ' એ યેગીરાજ આન ંદઘનની ઉક્તિની યથાર્થતા સમજાવે એવે છે. એમ કહેવું જોઈ એ કે તેએ નિર્ભેળ અને સત્યગામી જ્ઞાનસાધના દ્વારા સદા પ્રસન્નતાપૂર્વક પાત્વદેવનું અને આત્મદેવનું અભ્યંતર પૂજન કરીને પેાતાના જીવનને સચ્ચિદાનંદમય બનાવતા રહે છે. [ ૯૭ તીર્થં‘કરાએ ધર્માંતીની સ્થાપના કરીને જૈન સંસ્કૃતિને વિશ્વમૈત્રીને પૈગામ ગાજતા કર્યાં પૂ ભારતની પુણ્ય ભૂમિમાંથી. પણ સમયના વહેણ સાથે એ સંસ્કૃતિના વહેણે પણ પેાતાનેા માર્ગ બદલ્યેા અને એ સંસ્કૃતિની ગંગા પૂર્વ તરફથી પશ્ચિમ તરફ વહેવા લાગી. ગૂજભૂમિને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા કરુણા અને વૈરાગ્યની ભાવનાના વારસે મળેલા જ હતા. એટલે ગુજરાતની ધરતીને પૂર્વ ભારતની સસ્કૃતિ ખૂબ રુચિ ગઈ; એ સંસ્કૃતિને પણ પશ્ચિમ ભારતના પ્રદેશ ભારે અનુકૂળ આવી ગયા. વળી, એ સંસ્કૃતિની ભાવનાને લેાકજીવનમાં વહેતી રાખનારા અનેક વનસાધક સ ંતા અને જ્યેાતિ રા સમયે સમયે આ ધરતીમાં નીપજતા રહ્યા અને ધાર્મિકતા અને સંસ્કારિતાની જ્યેાતને ઝળહળતી રાખતા રહ્યા. અને તેથી જ ગુજરાતની જનતા અહિંસા અને કરુણાની ભાવનાને આજે પણ પેાતાના વનમાં વિશેષ પ્રમાણમાં અપનાવી શકે છે. મુનિ શ્રી પુણ્યવિજયજી આવા જ એક ગુજરાતના પ્રભાવક પુરુષ છે, અને તેનું જ્ઞાનેાહારનું અપૂર્વ કા ધર્મસંસ્કૃતિના શાસ્રવારસાને સુરક્ષિત અને ચિર’જીવ બનાવવાના શકવતી કા તરીકે સદા સ્મરણીય બની રહે એવું છે. તેઓની પાવન જીવનરેખાનાં દન કરી પાવન થઈ એ. Jain Education International વતન, માતા-પિતા અને દીક્ષા મહારાજશ્રીનું મૂળ વતન કપડવંજ. કપડવંજ ધર્મશ્રદ્ધાના રંગે રંગાયેલું અને ત્યાગ, વૈરાગ્ય અને સંયમની અભિરુચિ ધરાવતું શહેર છે. ત્યાંનાં સખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેને એ દીક્ષા ગ્રહણ કરીને આત્મસાધનાના માર્ગ અપનાવ્યા છે; એકાદ ધર પણ એવુ` ભાગ્યે જ હશે, જ્યાંથી તા. અ. ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610