Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 571
________________ ૭૮ 3 જ્ઞાનાંજલિ ભાઈ શ્રી હીરાલાલ રસિકદાસ કાપડીઆને સસ્નેહ ઉપહાર મુનિ પુણ્યવિજય સં. ૧૯૯૩ના માર્ગશીર્ષ કૃણુ પંચમી ” કાલાંતરે એમણે મને બીજા બે કર્મગ્રન્થને લગતા પુસ્તકની પણ એક નકલ ભેટ આપી હતી. એના ઉપર બાળબોધ લિપિમાં નીચે મુજબ ઉલ્લેખ કર્યો હતો :__ "भाई श्री हीरालाल रसिकदास कापडियाने सादर समर्पित પુષ્પવિના” નિદેશ---“ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય શ્રી યશોવિજ્ય રમૃતિગ્રન્થના આમુખ (પૃ. ૧૩માં પુણ્યવિજયજીએ “એક સુયોગ્ય વિદ્વાન લેખક” તરીકે મારો નિર્દેશ કર્યો છે. સહકાર–મુંબઈ સરકારની માલિકીની જૈન હસ્તલિખિત પ્રતિઓનું વર્ણનાત્મક સૂચીપત્ર મેં ત્રણેક વર્ષ પૂનામાં રહીને સોળ વિભાગમાં જે પૂર્ણ કર્યું હતું તે ભાંડારકર પ્રાપ્ય વિદ્યાસંશોધન મંદિર તરફથી આજે વર્ષો થયાં છપાય છે. અત્યાર સુધીમાં નવ વિભાગ પ્રકાશિત થયા છે. આ પૈકી ૧) C G C M [ Vol XVII, pts 1-2 & Dt. 3 pp. 1-56] જે ઈ. સ. ૧૯૭૫ થી ૧૯૪૦ ના ગાળામાં પ્રસિદ્ધ કરાયાં છે તેનાં બીજી વારનાં મુદ્રણપત્રોની એક નકલ, જે સંસ્થાએ મારી વિજ્ઞતિથી એમના ઉપર પણ એકલતી હતી, તેમાંનો અંગ્રેજી સિવાયને ભાગ તપાસી જવા એમણે કૃપા કરી હતી. eca ve aya yaştal" Journal of the University of Bombay” (Vol. VI, pt. 6)માં મારો લેખ નામે “ Outlines of Palaeography” ૧૯૩૮માં છપાયે તેમાં પૃ. ૮૯મા “જૈન ચિત્રકલ્પદ્રુમ” ગત પુણ્યવિજયજીના “જૈન લેખનકળા” નામના વિસ્તૃત લેખની મેં નોંધ લીધી છે અને અંતમાં એમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવી છે. નોંધ કરતી વેળા મેં એમને “an erudite scholar and a gaina saint” તરીકે ઉલ્લેખ કર્યો છે. નિખાલસતા અને નિર્ભયતા–પચ્ચીસેક વર્ષ ઉપર આગમોદ્ધારક શ્રી આનન્દસાગરસૂરિજી અહીં–સુરતમાં–લીંબડાના ઉપાશ્રયે સ્થિરતા કરતા હતા એવામાં પુણ્યવિજયજી અહીં આ જ ઉપાશ્રયમાં પધાર્યા. પ્રસંગોપાત્ત એક રાત્રે મેં એક મુનિશ્રીની ઉપસ્થિતિમાં એમને નિમ્નલિખિત બે વિવાદગ્રસ્ત બાબતો વિષે પિતાના વિચારો રજૂ કરવા વિજ્ઞપ્તિ કરી અને એમણે નિખાલસતા અને નિર્ભયતાપૂર્વક એ બાબતે ઉપર જે પ્રકાશ પાડ્યો તે મારી જિંદગીમાં આ જાતને પહેલે જ અનુભવ હતો ? (૧) શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અને માંસાહાર. (૨) મહાત્મા’ ગાંધીજી અને એક લાખ વર્ષમાં થઈ ગયેલા તીર્થકરો. વિઠલભ-મુનિશ્રી પુણ્યવિજયજી માટે આજે કેટલાંયે વર્ષો થયાં મેં “વિકલ્લભ' વિશેષણ યોર્યું છે અને મારી અન્યાન્ય કૃતિઓમાં મેં એનો ઉલ્લેખ પણ કર્યો છે. આ સમાસના તપુરુષ તેમ જ બહુત્રીહિ એ બંને અર્થ મને પૂરેપૂરા અભિપ્રેત છે. એઓ વિદ્વાનોને પ્રિય છે તેમ જ એમને પણ વિદ્વાનો પ્રિય છે. આ જગજાહેર બાબતને મેં આ વિશેષણ દ્વારા મૂર્ત સ્વરૂપ આપ્યું છે. વિશેષમાં આથી તે મેં આ લેખનું “પુણ્ય પ્રસંગે” જેવા ધયર્થ ક શીર્ષકને બદલે “વિકલ્લભ” તરીકે એમને પ્રારંભમાં જ નિર્દેશ કરવાનું વધારે ઉચિત ગણ્યું છે. આથી આ વિશેષણની જાણ વધારે વ્યાપક બનશે એવી આશા છે. એ એમના એગ્ય સન્માનનું પ્રતીક થઈ પડશે. 1. Descriptive Catalogue of the Government Collection of manuscripts" ૨. “વિક્રુષ વચ્છમઃ વિક્રમ: ” ૩. “વિદ વદ્યુમ ચહ્ય ૪ વિદઢમ:” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610